Monday 13 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 12/13/14-11-2017

અહીંથી તમે તારીખ ૧૧/૧૨/૧૩-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
*TET 1 પરીક્ષા માટેની બધા જ મુદ્દાઓને આવરી લેતી ગુજરાતની પ્રથમ અને એક માત્ર વન લાઈનર બુક ખરીદો હવે ઘેર બેઠા*
*પેજ - ૩૦૮*
*ફ્રી હોમ ડીલીવરી*
*પ્રકાશક - શિક્ષણ જગત*
https://goo.gl/9QrqVr

રાષ્ટ્રીય:-

૧. હવે એક દિવસમાં માત્ર 50,000 લોકો જ કરી શકશે વૈષ્ણો દેવીના દર્શન! જાણો શું છે કારણ...

નવી દિલ્હીઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે માતા વૈષ્ણો દેવીના દર્શનને લઈને મહત્ત્વનો આદેશ જારી કર્યો છે. એનજીટીએ આદેશ જારી કરતાં કહ્યું કે, હવે એક દિવસમાં 50 હજારથી વધારે લોકોને ઉપર નહીં જવા દેવામાં આવે. આ આદેશ આજથી લાગુ કરવામાં આવશે.

૨. GST પર મોટી રાહત, 15 નવેમ્બરથી આ 211 વસ્તુઓ થશે સસ્તી

જીવનજરૃરી ચીજવસ્તુઓ પર વસુલાતા ૨૮ ટકા જીએસટી સામે પ્રવર્તતા ઉગ્ર આક્રોશ સામે ઝૂકતાં કેન્દ્ર સરકારે ગ્રાહકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે ગુવાહાટી ખાતે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ડિટર્જન્ટથી માંડીને ચોકલેટ સુધીની સામાન્ય વપરાશની ૧૭૮ ચીજવસ્તુઓને જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાંથી ખસેડી ૧૮ ટકાના સ્લેબમાં સમાવવાનો નિર્ણય કર્યો હતો.
આસામના ગુવાહાટી ખાતે જીએસટી કાઉન્સિલની બેઠકની પૂર્ણાહૂતિ બાદ પત્રકારોને સંબોધન કરતાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રની સ્થિતિ મજબૂત બની રહી હોવાથી જીએસટીના ૨૮ ટકા સ્લેબમાંથી મોટી સંખ્યામાં ચીજવસ્તુઓને દૂર કરાઇ છે. જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાં કુલ ૨૨૮ વસ્તુઓનો સમાવેશ થતો હતો. કાઉન્સિલે હવે તેમનું યોગ્ય વર્ગીકરણ કર્યં છે. જેટલીએ જણાવ્યું હતું કે, ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૭૮ આઇટમને ૧૮ ટકાના સ્લેબમાં સમાવાઇ છે. આ સુધારા ૧૫મી નવેમ્બરથી લાગુ થશે.

૩. ધોની એ દુબઇમાં લોન્ચ કરી પોતાની પહેલી ગ્લોબલ ક્રિકેટ એકડમી

બે વારના વિશ્વકપ વિજેતા કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીએ શનિવારે દુબઇમાં પોતાની પહેલી વૈશ્વિક ક્રિકેટ એકડમી લોન્ચ કરી. દુબઇના પેસિફિક સ્પોર્ટ્સ ક્લબ અને આરકા સ્પોર્ટ્સ ક્લબ સાથે શરૂ કરવામાં આવેલી એકડમી ગત કેટલાક મહિનાથી અલ કુઓજના સ્પ્રિંગડેલ્સ સ્કૂલમાં ચાલી રહી છે.
એમએસ ધોની ક્રિકેટ એકેડમીમાં ભારતથી કોચ આવીને બાળકોને પ્રશિક્ષણ આપશે. ધોનીના ઉત્સાહી કોચ અને તેમના માતાપિતાની હાજરીમાં તેને લોન્ચ કરવામાં આવી. એકેડમીમાં નિયમિત આધાર પર મેચોનું આયોજન કરવામાં આવશે. કોચિંગ સ્ટાફની આગેવાની મુંબઇના પૂર્વ બોલર વિશાલ મહાડિક કરશે.

૪. 'ઘાટના રાજા' તરીકે જાણીતા અશોક ખળેનું અકસ્માતમાં મોત

માનખુર્દમાં અકસ્માતમાં ગંભીર રીતે જખમી થયેલા પ્રખ્યાત સાયકલવીર અશોખ ખળેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું. રાષ્ટ્રીય અને રાજ્યની અનેક સ્પર્ધામાં ૬૪ વર્ષીય ખળેને અનેક મેડલ મળ્યા હતા.
દાદરમાં રહેતા અશોક ખળે ગત રવિવારે સાયકલ પર ખોપોલી જઈ રહ્યા હતા પણ માનખુર્દ નજીક અન્ય વાહન ચાલકે અડફેટમાં લેતા તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
સાયકલવીર અશોકને બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ ગઈકાલે તેમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
મૃતક અશોક 'ઘાટના રાજા' તરીકે પણ જાણીતા હતા. સાયકલ પર સૌથી ઝડપથી ખંડાલા ઘાટ પસાર કરવાને લીધે પણ તેઓ ચર્ચામાં રહેતા હતા.

૫. ભારતનેટના બીજા તબક્કાનો આજથી પ્રારંભ

દેશની તમામ પંચાયતો સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ભારતનેટપરિયોજનાનો બીજો તબક્કો આજથી શ કરવામાં આવશે. આ યોજના પાછળ કુલ 34000 કરોડ પિયાનો ખર્ચ કરવામાં આવશે. દૂરસંચાર સચિવ અરુણા સુંદરરાજે આ જાણકારી આપી હતી. ભારતનેટ પરિયોજનાના બીજા તબક્કા હેઠળ માર્ચ-2019 સુધી 1.5 લાખ ગ્રામપંચાયતોમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડવાનું લક્ષ્ય છે.
કેન્દ્ર સરકાર 10 લાખ કિલોમીટર વધારાના ઓપ્ટિકલ ફાઈબરની સહાયતાથી આ ગ્રામપંચાયતોને જોડવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. આનાથી ગ્રામ્ય ક્ષેત્રોમાં બ્રોડબેન્ડ અને વાઈફાઈ સેવા માટે ટેલિકોમ કંપ્નીઓને 75 ટકા સસ્તા ભાવે બેન્ડવિડથ મળી શકશે. સુંદરરાજને કહ્યું કે પહેલાં તબક્કામાં એક લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ સાથે જોડવાનો લક્ષ્યાંક હતો. આ તબક્કો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. આશા છે કે ટેલિકોમ કંપ્નીઓ ગ્રામ્ય ક્ષેત્રોમાં ઓછામાં ઓછા બે મેગાબિટ પ્રતિ સેક્ધડ (એમબીપીએસ)ની સ્પીડ પૂરી પાડશે.
આ પ્રસંગે દૂરસંચાર મંત્રી મનોજસિંહા, સુચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ, માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યા હતાં. દૂરસંચાર મંત્રાલય ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને ઝારખંડ સાથે આ અંગે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરશે. આ રાજ્ય કેન્દ્ર સરકાર તરફથી આંશિક મદદ લઈને પરિયોજનાને પોતાના ખર્ચે આગળ વધારશે.

૬. ડોન દાઉદની હોટલ ખરીદશે સ્વામી ચક્રપાણિ, તોડીને બનાવશે ટોયલેટ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની મુંબઇ સ્થિત હોટલ તોડીને ત્યાં ટોયલેટ બનાવવામા આવશે. આ દાવો હિંદૂ નેતા સ્વામી ચક્રપાણિ દ્વારા કરવામાં આવ્યો છે. 14 નવેમ્બરે દાઉદની ભારતમાં રહેલી પાંચ સંપતિની હરાજી કરવામાં આવશે. સ્વામી ચક્રપાણિનું કહેવું છે કે તેઓ દાઉદની હોટલ રોનક ઓફરો જેને દિલ્લી જાયકા પણ કહેવામાં આવે છે. તેને ખરીદવાના છે અને ત્યાં તેઓ એક પબ્લિક ટોયલેટ બનાવવાના છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. PM મોદીએ ફિલિપિન્સમાં પ્રયોગશાળાનું ભૂમિપૂજન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ફિલિપિન્સ મુલાકાત દરમિયાન એક પ્રયોગશાળાનૂ ભૂમિ પૂજન કર્યુ છે. ફિલિપિન્સના લૉસ બાનોસ ખાતે પીએમ મોદી ઈન્ટરનેશનલ રાઈસ ઈન્સ્ટીટ્યુટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે રાઈસ ફિલ્ડ લેબોરેટરીનું ભૂમિ પૂજન કર્યુ હતું.

૨. એશિયન સમિટઃ ભારતના વખાણ બદલ PM મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો

મનીલાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન સમિટમાં ભાગ લેવા માટે મનીલામાં છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી, બન્ને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દ્વિપક્ષીય વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે અમે પુરી દુનિયા અને અમેરિકાની અપેક્ષાઓમાં ખરા ઉતરવાનો પ્રયાસ કરીશું.

૩. ફિલિપાઇન્સમાં મળ્યા મોદી અને ટ્રંપ, ચીનના પેટમાં તેલ રેડાય તેવા ઘણા મુદ્દા પર થઈ વાતચીત

મનીલા: આસિયાન શિખર સમ્મેલનની અંદર પ્રધાનમંત્રી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રંપની વચ્ચે ચીનને ટેંશન આપનાર ઘણા મુદ્દા પર વાતચીત કરી હતી. તે દરમિયાન પીએમ મોદી અને ટ્રંપની વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત થઈ હતી.

૪. ઈરાન-ઈરાક સીમા પર 7.3ની તિવ્રતાનો ભૂકંપ, 200થી વધુના મોત

ઈરાન-ઈરાકની ધરા ભયંકર ભૂકંપથી ધ્રુજી ઉઠી. જેમાં 200થી વધુના મોત થયા છે. જ્યારે 1700થી વધુ લોકો ઘાયલ થયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 નોંધાઈ છે.

૫. સિંગાપોર : જેકબ બલાસ ગાર્ડન હવે એશિયામાં સૌથી મોટો ચિલ્ડ્રન ગાર્ડન

સિંગાપોર: સિંગાપોરનો જેકબ બલાસ ગાર્ડન એશિયાનો સૌથી મોટો ચિલ્ડ્રન ગાર્ડન બની ગયો છે. 4 હેક્ટરમાં ફેલાયેલા ગાર્ડનમાં શુક્રવારે વધુ 2 હેક્ટર જમીન સામેલ કરાઇ છે. જેથી આ ગાર્ડન 6 હેક્ટરમાં ફેલાસે. સિંગાપોરના નેશનલ પાર્ક બોર્ડે જણાવ્યું કે ગાર્ડનમાં 14 વર્ષની વય સુધીનાં બાળકો રમી શકશે. ઇકો-સિસ્ટમ વિશે બતાવવા માટે વ્યાખ્યા કેન્દ્ર પણ હશે.

૬. 31મી એશિયન સમિટનો પ્રારંભ

આજથી ફિલિપાઈન્સના મનિલામાં શરૂ થયેલી 31મી એશિયા સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. ફિલિપાઈન્સના પ્રેસિડેન્ટ રોડ્રિગો ડ્યુટીટ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેલકમ કર્યા હતા. તેમજ આજે સોમવારે એશિયન સમિટને ખુલ્લી મુકાઈ હતી.



રમત ગમત:-

૧. સેબેસ્ચિટન વેટલે જીતી બ્રાઝિલિયન ગ્રાં. પ્રી

ફરારીના ડ્રાઇવર સેબેસ્ટિયન વેટલે બ્રાઝિલિયન ગ્રાં.પ્રી. પર કબ્જો જમાવ્યો છે. વેટલની આ સિઝનમાં તેની પાંચમી ફોર્મૂલા વન ટાઇટલ છે. તેની સાથે ડ્રાઇવર ચેમ્પિયનશીપમાં બીજા સ્થાન હાંસલ કર્યું છે. મર્સિડીઝના વોલ્ટેરી બોટાસ બીજા સ્થાને રહ્યો. રવિવારે થયેલા આ રેસમાં ફરારીની કિમિ રાઇકોનને ત્રીજું સ્થાન મળ્યું હતું.

૨. અંડર-19 એશિયા કપમાં નેપાળે ભારતને 19 રને હરાવ્યું

મલેશિયામાં ચાલી રહેલા અંડર -19 એશિયા કપમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. પોતાના સૂકાની દીપેન્દ્ર સિંહના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે નેપાળે અંડર 19 એશિયા કપ વન ડે ટૂર્નામેન્ટમાં બારતને 19 રન હરાવ્યું હતું.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. દુનિયાનું કયું ક્રિકેટ બોર્ડ છે સૌથી વધુ 'ધનવાન', જાણો વિગત...

દુબઈઃ ક્રિકેટની રમતના ચાહકો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ઘણા ક્રિકેટ ચાહકોના મનમાં એવો સવાલ થતો હશે કે દુનિયાના કયા ક્રિકેટ બોર્ડ પાસે કેટલાં નાણાં છે? આજે અહીં એક નજર કરીએ દુનિયાના ક્રિકેટ બોર્ડની સદ્ધરતા પર.
હાલ બીસીસીઆઇની નેટવર્થ દુનિયામાં સૌથી વધુ એટલે કે ૨૯૫ મિલિયન યુએસ ડોલર છે.
દક્ષિણ આફ્રિકા વિશ્વનું સૌથી ખર્ચાળ ક્રિકેટ બોર્ડ છે. કદાચ એ જ કારણ છે કે ઘણી વાર તેને નાણાંની તંગી પડવા માંડે છે. આ બોર્ડ મોટા ભાગનાં નાણાં ટેલિવિઝન રાઇટ્સ અને બીજી ટીમ પ્રવાસે આવે છે તેનાથી કમાય છે. દક્ષિણ આફ્રિકાના બોર્ડની નેટવર્થ ૬૯ મિલિયન યુએસ ડોલર છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) િવશ્વનાં ત્રણ સૌથી અમીર ક્રિકેટ બોર્ડમાંનું એક છે. આ ક્રિકેટ બોર્ડની નેટવર્થ ૫૯ મિલિયન યુએસ ડોલર છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની નેટવર્થ ૫૫ મિલિયન યુએસ ડોલર છે.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની નેટવર્થ ૨૪ મિલિયન યુએસ ડોલર છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ પાસે અન્ય દેશની સરખામણીએ બહુ જ ઓછાં નાણાં છે. આ બોર્ડની નેટવર્થ ફક્ત નવ મિલિયન યુએસ ડોલર છે. આ બોર્ડ પોતાની મોટા ભાગની કમાણી માટે ટેલિવિઝન રાઇટ્સ પર આધાર રાખે છે.

૨. મોદી સરકારનું 5મું કેન્દ્રીય બજેટ આ તારીખે થશે રજૂ

આગામી કેન્દ્રીય બજેટ પણ પહેલી ફેબ્રુઆરીએ જ રજૂ કરવામાં આવશે. ગત વર્ષે શરૂ થયેલી આ પરંપરા હેઠળ નાણાં પ્રધાન અરુણ જેટલી પાંચમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એવી અટકળો લગાવાઈ રહી હતી કે, આ વખતે બજેટની તારીખો જાન્યુઆરીમાં આવે તેવી શક્યતા છે. પરંતુ હવે આ અટકળોને વિરામ લાગી ગયો છે.

૩. પોલિએસ્ટરનું ઉત્પાદન વધારીને રિલાયન્સ ચીનને આપશે ટક્કર

મૂકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોલિએસ્ટરના વેપારમાં પોતાનો વ્યાપ વધારવાનું વિચારી રહી છે અને કંપનીએ હાલમાં જ નવી બ્રાંડ રેલોન શરૂ કરી છે. જેના દ્વારા તે પરિધાનના ક્ષેત્રમાં પણ ડગલું માંડશે.
બિઝનેસ ટૂ બિઝનેસ મોડલને ધ્યાનમાં રાખતા કંપનીએ વૈશ્વિક બજારમાં ચીનના દબદબાને પડકાર આપ્યો હતો.
દેશમાં કુલ 45 લાખ ટન પોલિએસ્ટરનું ઉત્પાદન થાય છે. તેમાં આરઆઇએલની ભાગીદારી આશરે 20 લાખ ટન છે. કંપની આ ક્ષેત્રમાં વર્ષે 5 ટકા વૃદ્ધિની આશા રાખવામાં આવી રહી છે. વિશ્વમાં આશરે 7 કરોડ ટન પોલિએસ્ટરનું ઉત્પાદન થાય છે. જેમાં ચીન 4.5 કરોડ ટનનું ઉત્પાદન કરે છે આ રીતે તે ભારત કરતાં આગળ છે.


અન્ય.

૧. કાલથી ૧ સપ્તાહ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો

દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા. ૧-ર નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્વના લોકો સોમવાર તા. ૧૪ મી નવેમ્બર થી તા. ર૦ નવેમ્બર દરમ્યાન લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે. ત્યારે રાજયના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point