Friday 10 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 09/10/11-11-2017

અહીંથી તમે તારીખ ૯/૧૦-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ડિસેમ્બરથી મુંબઈ-ગોવા વચ્ચે ફેરી સર્વિસ શરૂ થશે

મુંબઈગરાંઓને મોજમજા અને આનંદ માણવા માટે રમણીય એવા ગોવામાં જવા માટે હવે એક વધુ મનોહર દ્રશ્યોવાળો અને ગીચતાથી મુક્ત એવો સમુદ્રી રૂટનો વિકલ્પ મળવાનો છે. આવતા મહિનાથી મુંબઈવાસીઓ માટે મુંબઈ-ગોવા ફેરી સેવા શરૂ થવાની છે.

૨. Himachal Pradesh માં મતદાન પૂર્ણ, ૧૮ ડિસેમ્બરના રોજ પરિણામ

Himachal Pradesh માં ૬૮ વિધાનસભા બેઠક માટે યોજાયેલું મતદાન સાંજે પાંચ વાગે પૂર્ણ થયું છે. જેમાં પાંચ વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહેલા તમામ લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા દેવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં પ્રથમવાર EVM સાથે VVPAT નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના લીધે મતદાન કરવાના સમયમાં વધારો થયો હતો. મતદાન પૂર્ણ થતા ૩૩૮ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું છે.

૩. પાટનગરમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે નવીદિલ્હીમાં બાંધકામ ઉપર પ્રતિબંધ સોમવારથી ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં ખતરનાક સ્તરે પહોંચેલા એર પોલ્યુશનને ઘટાડવા માટે દિલ્હી હાઈકોર્ટે આજે પાટનગર અને તેના આસપાસના એનસીઆરએ બાંધકામ પર તાત્કાલીક પ્રતિબંધ મુકી દીધો છે તો રાજય સરકારને અગાઉ અમલી બનાવાયેલી ખાનગી વાહનો માટેની ઓડ-ઈવન સ્કીમ ફરી દાખલ કરવા જણાવતા કેજરીવાલ સરકારએ આગામી સોમવારથી શુક્રવાર તા.૧૩થી૧૭ પાટનગરમાં આ સ્કીમ લાગું કરી છે.આજે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ પાટનગરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા હાલમાં રહેલા પ્રદૂષણને ઘટાડવા શા માટે હેલીકોપ્ટરથી પાણીનો છંટકાવ ન કરી શકાય તેવો પ્રશ્ર્ન પૂછયો હતો. ટ્રીબ્યુનલે વાયુ પ્રદૂષણ અંગે દિલ્હી-કેન્દ્ર તથા પાડોશી રાજયોની સરકારના એક-બીજા પર દોષારોપણ મુદે આકરી ટીકા કરી હતી અને તમામને સાથે મળીને કામ કરવા સૂચના આપી હતી. વાસ્તવમાં દિલ્હીનું પ્રદૂષણ અત્યંત ખતરનાક તબકકામાં છે. પી.એમ. લેવલ જે ૧૦૦ હોવું જોઈએ તે વધીને ૯૮૬ થઈ ગયું છે અને પીએમ ૨.૫ લેવલ જે ૬૦ હોવું જોઈએ તે ૪૨૦ થઈ ગયું છે. દિલ્હીની આસપાસના ક્ષેત્રમાં થતા બાંધકામથી વાયુ પ્રદૂષણ વધ્યું છે તે જોતા તમામ પ્રકારના બાંધકામ પર તાત્કાલીક પ્રતિબંધ મુકી દીધો છે. ટ્રીબ્યુનલે આકરી ભાષામાં કહ્યું કે તમો તમામ ઓથોરીટી લોકોની જીંદગી સાથે રમત કરી રહ્યા છે. બીજી તરફ બપોરે કેજરીવાલ સરકારની એક તાકીદની બેઠક મળી છે જેમાં તા.૧૩થી૧૭ સુધી ઓડ-ઈવન સ્કીમ લાગું થશે જે મુખ્ય એક દિવસ એકી નંબર અને બીજા દિવસ બેકી નંબરના ખાનગી વાહનો રોડ પર આવી શકશે. ભૂતકાળમાં કેજરીવાલ સરકારે આ ઉપાય કર્યો જ હતો. ઉપરાંત પાટનગરમાં હવે જાહેરમાં કચરો બાળી શકાશે નહી તથા બાંધકામ મણીરીયલ લાવતા લઈ જતા વાહનો પણ દિલ્હીની હદમાં પ્રવેશી શકશે નહી. આ ઉપરાંત મહાનગરમાં હવામાં પાણીનો છંટકાવ કરવા હેલીકોપ્ટરથી પાણી છાટવાના આદેશ આપ્યા હતા. જો કે આ રીતે પાણીના હવાઈ છંટકાવ કેન્દ્ર પર્યાવરણ મંત્રી શ્રી મહેશ શર્માએ નકારી કાઢયો છે અને તે વ્યવહાર નહી હોવાનો દાવો કર્યો હતો.

૪. 70 વર્ષથી ઉપરના વૃધ્ધો અને દિવ્યાંગોને ઘરે બેઠાં મળશે બેંકિંગની સુવિધા

70 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો અને દિવ્યાંગોને ટૂંક સમયમાં જ તેમના ઘર પર જ બેંકિંગ સુવિધાઓ મળશે. ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે બેંકોને આદેશ આપ્યો છે કે, 70 વર્ષથી વધારે વયના વૃદ્ધો અને શારીરિક રીતે અસક્ષમ લોકોને તેમના ઘરે જઈને બેંકિંગની સુવિધાઓ આપવામાં આવે. બેંકોને આને અમલમાં લાવવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

૫. દિલ્હીમાં સ્મોગનો કહેર જારી: 48 કલાકની એર ઈમરજન્સી જાહેર

દિલ્હી-એનસીઆરમાં સ્મોગનો કહેર હજુ પણ યથાવત છે. ઝેરીલી હવાને કારણે આગામી 48 કલાક સુધીની એર ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પીએમ 2.5 અને પીએમ 10નું સ્તર હજુ પણ સામાન્ય સીમાથી અનેકગણું વધારે છે જેનાથી પ્રદૂષિત હવામાં શ્ર્વાસ લેવા માટે લાચાર લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમવું પડી રહ્યું છે.

૬. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ઈ લર્નિગશરૂ થશે

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવ‌િર્સટી (જીટીયુ)ની એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ સિવાય પણ અભ્યાસ કરી શકે તે માટે ડિજિટલ ઈ-લર્નિંગની વ્યવસ્થા જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે, જેમાં જીટીયુના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ગમે ત્યાં બેસીને ગમે તે સમયે ઓનલાઇન અભ્યાસ કરી શકશે તેમજ વિદ્યાર્થીઓ કોઈ ટો‌િપક્સમાં સમજણ નહીં પડે તો લાઈવ ચેટિંગથી પ્રોફેસરોને સવાલ પૂછી શકશે. યુનિવ‌િર્સટીએ એમ ટ્યૂટર સાથે હાથ મિલાવીને ઓનલાઇન વેબસાઈટ બનાવી છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનું લોગ ઇન આઈડી નાખીને અભ્યાસ કરી શકશે.

૭. સેનાનાં જવાનો અને NRIને પ્રોક્સી વોટિંગની મળી શકે સુવિધા

વિદેશમાં રહેતા ભારતીયો અને સેના પર લડતા જવાનોને પણ દેશમાં યોજાનારી ચૂંટણીમાં પોતાનો મત આપવાનો અધિકાર મળે તે માટે એક ખાસ બિલ તૈયાર કરવામાં આવ્યું છે જેનાં પર સંસદમાં શિયાળુ સત્ર દરમિયાન ચર્ચા થશે.
કેન્દ્ર સરકારે આર.પી. અધિનિયમમાં સુધારા માટે બિલને હાલમાં સુપ્રત કરવા કહ્યું છે. સુધારા બાદ તેને સંસંદનાં શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે.
જે બાદ NRI એટલે કે વિદેશમાં રહેતાં ભારતીયો અને સેનામાં શરહદ પર લડતા જવાનો પ્રોક્સી વોટિંગ કરી શકે તેવી પણ શક્યતાઓ છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. ઈઝરાયેલના નેતાઓ સાથે ગુપચૂપ મુલાકાત: પ્રીતિ પટેલનું બ્રિટનની કેબીનેટમાંથી રાજીનામું

બ્રિટનની પહેલી ભારતીય મૂળની કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે બુધવારે સાંજે આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ બ્રિટિશ સરકાર પર મંડરાઈ રહેલી રાજકીય કટોકટીમાં વધારો થયો છે.
રક્ષા સચિવ માઈકલ ફોલને ગત બુધવારે જાતીય સતામણીના આરોપોમાં રાજીનામું આપ્યું હતું. ફોલનના રાજીનામા બાદ આ અઠવાડિયામાં કેબિનેટનું આ બીજું મોટું રાજીનામુ છે. વિદેશ સચિવ બોરિસ જોનસન પણ ઈરાનમાં કેદ એક બ્રિટિશ ઈરાની નાગરિક પર સંસદીય પસંદગી સમિતિની સામે ખોટી કોમેન્ટ કરવાના કારણે રાજીનામાનાં દબાણનો સામનો કરી રહ્યા છે.
પ્રીતિ પટેલ પર ઈઝરાયલના રાજનેતાઓ સાથે મુલાકાત અને ઉનાળાની રજાઓ પસાર કરવા પરિવાર સાથે ઈઝરાયલના પ્રવાસ વિશે ખુલાસો કર્યો હતો. પટેલનું રાજીનામું એટલું ઝડપથી લઈ લેવામાં આવ્યું કે, તેમના સત્તાવાર આફ્રિકા પ્રવાસને અધવચ્ચે જ પૂર્ણ કરાવીને પરત બોલાવી લેવામાં આવ્યા.

૨. સહિષ્ણુતામાટે ભારતના NGOને આર્થિક સહાય કરશે અમેરિકા

વોશિંગટન- અમેરિકન પ્રશાસને જણાવ્યું છે કે, ભારતના બિનસરકારી સંગઠનોને (NGO) અમેરિકા આશરે 5 લાખ અમેરિકન ડોલરની સહાય કરશે. આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય સામાજિક સહિષ્ણુતામાં વધારો કરવો અને ભેદભાવ અને ધર્મપ્રેરિત હિંસા અટકાવવાનો છે.


રમત ગમત:-

૧. પીઠ ઇજાના કારણસર કુલતર-નાઇલ એશિઝથી બહાર

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે જણાવ્યું કે તેમના ઝડપી બોલર નેથન કુલતર-નાઇલ પીઠની ઇજાના કારણસર એક ટૂંક સમયનો વિરામ લેશે અને લગભગ અશિઝથી પણ બારે થઈ જશે.
30 વર્ષીય કુલતર-નાઇલનું તેમની પીઠની ઇજા સાથે જૂનો ઇતિહાસ છે.
કુલતર-નાઇલ હજી પોતાની પહેલી ટેસ્ટ રમ્યા નથી પરંતુ 21 વન-ડે અને 19 ટી20માં ઓસ્ટ્રેલિયા ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે.

૨. લિયોનલ મેસીની 600મી મેચમાં બાર્સિલોનાને મળી 2-1થી જીત

અપાકો અલ્કાસેરના બે ગોલની મદદથી સ્પેનિશ લીગમાં બાર્સિલોનાએ સેવિલાને 2-1થી હાર આપી હતી. આ જીતની સાથે બાર્સિલોના ટૉપ પર પહોંચ્યું છે. આ બાર્સિલોના માટે લિયોનલ મેસીની 600મી મેચ હતી.
આ જીત બાદ બાર્સિલોનાના 31 અંક થઇ ગયા છે અને તે બીજા સ્થાન પર ચાલી રહેલી વાલેંસિયાથી 4 અંક આગળ છે. બાર્સિલોનાએ મેચના પ્રથમ હાફમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, અને મેસીએ સમગ્ર મેચમાં પોતાના નામ અનુરૂપ દેખાવ કર્યો હતો. પરંતુ, બીજા હાફની પ્રારંભિક ક્ષણોમાં વાલેંસિયાને વાપસીની તક પણ આપી હતી.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. GST કાઉન્સિલના 18 ટકા ટૅક્સના નવા નિર્ણય બાદ આ વસ્તુઓ થશે સસ્તી

GSTમાં 28 ટકા ટૅક્સમાં આવનારી 177 આઈટમ્સ પર ટૅક્સ ઓછો કરીને 18 ટકા ના દાયરામાં લાવવામાં આવ્યો છે.
શુક્રવારે ગૌહાટીમાં મળેલી 23મી GST કાઉન્સિલ મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. આ પરિષદના મુખ્ય સભ્ય અને બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ મીડિયા સાથે વાત કરતા આ જાણકારી આપી હતી.
સરકારે આ નિર્ણય બાદ માત્ર 50 વસ્તુઓ પર 28 ટકા GST લગાવવાનો નિર્ણય કર્યો છે.
સુશીલકુમાર મોદીએ કહ્યું હતું કે GST કાઉન્સિલે 28 ટકાના દાયરામાં મોટા ભાગની લક્ઝરી અને બિન-જરૂરી તેમ જ નુકસાનકારક સામાન સહિત માત્ર 50 એવી વસ્તુઓ જ રાખવાનો નિર્ણય કર્યો છે.
શું થશે સસ્તુ?
જણાવવામાં આવી રહ્યું છે કે મીટિંગમાં થયેલા નિર્ણય મુજબ સેનેટરી, સૂટકેસ, વૉલપેપર્સ, પ્લાયવુડ, સ્ટેશનરી આર્ટિકલ, ઘડીયળા, પ્લેયિંગ ઇન્ટ્રુમેન્ટ્સ, આફ્ટર શૅવ, ડિઓડ્રન્ટ, વૉશિંગ પાવડર, ગ્રેનાઈટ અને માર્બલ જેવાં કટેલાંય ઉત્પાદનો 18 ટકાના દાયરામાં આવશે.
શું સસ્તું નહીં થાય?
જ્યારે બીજી બાજુ કહેવાય છે કે પૅઇન્ટ, સિમેન્ટ, વૉશિંગ મશીન, ફ્રીજ અને તમાકુ જેવા સામાનો પર કોઈ રાહત આપવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે GST લાગુ થયા બાદ જરૂરી ઉપયોગી વસ્તુઓ પર વધુ ટૅક્સ લેવા પર સરકારની ટીક થઈ રહી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા એ વસ્તુઓ પર ટૅક્સ ઓછો કરવાની આશા જતાવવામાં આવી રહી હતી.

૨. બિલ ગેટ્સને પછાળીને આ વ્યક્તિ બન્યા સૌથી ધનાઢ્ય, એક મિનિટની કમાણી છે 23.40 લાખ રૂપિયા

એમેઝોનના માલિક બિલ ગેટ્સને પછાળીને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ નેટવર્થ 6045 અબજ રૂપિયા છે. બેજોસ પાસે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રિટેલ ફર્મ એમેઝોન ઉપરાંત અમેરિકાના અખબાર ધ વોશિંગટન પોસ્ટઅને એરોસ્પેસ કંપની બ્લુ ઓરિજિનની માલિકી પણ છે.


અન્ય.

૧. આજથી ભાજપની ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

ગુજરાતમાં ધારાસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર-મહાસંપર્ક અભિયાનના રાજયભરમાં પ્રારંભ કરાવ્યા બાદ આજે રાત્રીના ગાંધીનગર પરત ફરનાર પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ કાલથી બે દિવસ માટે હવે ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત થઈ જશે. કાલથી બે દિવસ દરમ્યાન પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસે મળનાર આ બેઠકમાં પાર્લીયામેન્ટ્રી બોર્ડના તમામ ૧૪ સભ્યો હાજર રહેશે અને તમામ ૧૮૨ બેઠકોની ચર્ચા થશે.

૨. ટ્વિટર પર બિગ બીના ફોલોઅર્સ ૩૧ મિલિયન થઇ ગયા

મુંબઇ: બોલિવૂડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને લઇને એ વાત તો જાહેર છે કે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેસબુકથી લઇનેે ટ્વિટર સુધી તેઓ પોતાના ફેન્સને અપડેેટેડ રાખે છે. બિગ બી માટે સારા સમાચાર એ પણ છે કે ટ્વિટર પર તેમના ફોલોઅર્સ ૩૧ મિલિયન થઇ ગયા છે. આ અંગે અમિતાભ બચ્ચને ખુુદ જાણકારી આપી હતી.


-પ્રશાંત ભટ્ટ
Educational Point