Tuesday 7 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 08-11-2017

અહીંથી તમે તારીખ ૦૭-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. કમલ હાસન લોકો સાથે સંવાદ સાધવા ઍપ્લિકેશન લૉન્ચ કરશે

અભિનેતામાંથી નેતા?: મનોમન રાજકીય આકાંક્ષા સેવી રહેલા તમિળ અભિનેતા કમલ હસને મંગળવારે ચેન્નઇમાં એક એપ્લીકેશન લૉન્ચ કરી હતી. (પીટીઆઇ ફૉટૉ)
ચેન્નઈ: જમણેરી અંતિમવાદ સામેનાં પોતાના નિવેદનોથી ટીકાઓનો સામનો કરી રહેલા તમિલનાડુના અભિનેતા કમલ હસને આજે જણાવ્યું હતું કે હિંદુઓની લાગણી દુભાવવાનો મારો કોઈ ઇરાદો નહોતો અને હું ધર્મના નામે થતી હિંસાના વિરોધમાં છું. રાજકારણમાં પ્રવેશવાની કમલ હસનના આકાંક્ષાઓની અટકળો વચ્ચે ફિલ્મસ્ટારે જાહેરાત કરી હતી કે, લોકો સાથે સંવાદ પોતે ટૂંકમાં એપ્લીકેશન લૉન્ચ કરશે.

પોતાની ૬૩મી વર્ષગાંઠના દિવસે અહીં એક પત્રકાર પરિષદને સંબોધતાં, તેઓ રાજકારણમાં જોડાશે તેવી જાહેરાત કરશે તેવી અપેક્ષાઓની વચ્ચે તેમણે કહ્યું હતું, "હું રાજકારણમાં છું જ અને કેટલાક નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યો છું.

ગયા સપ્તાહે એક તામિલ સાપ્તાહિકમાં તેમણે લખેલા લેખનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે કોઈ પક્ષ ધર્મના નામે થતી હિંસા યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે આ તેમની અપીલનથી પણ આશંકાછે. હું હિન્દુઓની લાગણી દુભાવવા સામે શરૂઆત કરતો નથી તેમ કહીને તેમણે ઉમેર્યું હતું કે મેં ત્રાસવાદશબ્દનો પ્રયોગ કર્યો નથી. હાસને વધુમાં જણાવ્યું હતું કે આ હોલમાં કે આખા દેશમાં કેટલા હિંદુઓ છે તેની મને પડી નથી, પરંતુ ઘરની બાબતમાં હું ચિંતિત છું.

૨. પૂ. પ્રમુખ સ્વામિ મહારાજની ૯૭મી જન્મજયંતી મોરડ ગામમાં ઉજવાશે

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની ૯૭મી જન્મજ્યંતિ મહોત્સવની આણંદ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આણંદ-સોજિત્રા રોડ ઉપર આવેલ વલાસણ પાસેના મોરડ ગામે આશરે ૧૫૦ એકર જમીન ઉપર આ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.

બીએપીએસ આણંદ દ્વારા હાથ ધરાયેલ આયોજનમાં આશરે ૭૦૦ જેટલા સ્વયંસેવકો સ્વૈચ્છિક સેવામાં ઉમટી પડયા છે. આગામી તા.૨૭ નવેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૯:૦૦ કલાક દરમ્યાન યોજાનાર આ સમારોહમાં પ્રગટ બ્રહ્મસ્વરૃપ મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં દિવ્યતા અને ભવ્યતામાં હરીભક્તો ઉમટી પડશે.

૩. મહેસૂલ સચિવ હસમુખ અઢિયા હવે નાણાં સચિવ

મહેસૂલ સચિવ હસમુખ અઢિયાની નવા નાણા સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે. અઢિયા 1981 બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે. ગયા મહિને અશોક લવાસાનો કાર્યકાળ પુરો થયા પછી નાણા સચિવનું સ્થાન ખાલી પડયું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગે જારી કરેલા નિર્દેશમાં જણાવ્‌યા અનુસાર કેબિનેટની એપોઈન્ટમેન્ટસ કમિટીએ નાણા સચિવ તરીકે અઢીયાની નિમણુકને મંજુરી આપી હતી. ક્ધવેન્શન અનુસાર નાણામંત્રાલયના સૌથી વરિષ્ઠ સચિવની નાણાસચિવ તરીકે નિમણુંક કરવામાં આવે છે. નાણામંત્રાલય હેઠળ પાંચ વિભાગ છે. જેમાં એકસ્પેન્ડીચર, આર્થિક બાબતો, ફાઈનાન્સીયલ સર્વિસીસ, મહલસ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લીક એસેટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

૪. બેલ્જિયમના રાષ્ટ્રપતિનું સ્વાગત

નવી દિલ્હીઃ ભારત પ્રવાસે આવેલા બેલ્જિયમના રાષ્ટ્રપતિએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં હાજરી આપી હતી. અહીંયા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનુ હર્ષભેર સ્વાગત કર્યું હતું.

૫. ધ્વનિપ્રદૂષણની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર

મુંબઈ: તહેવારો દરમિયાન અથવા રસ્તા પર ઊભા કરવામાં આવેલા ગેરકાયદે મંડપની તથા ગેરકાયદે રીતે લાગેલા પૉસ્ટર તથા બેનર્સની તેમ જ કોઈ જગ્યાએ મોટેથી સ્પીકર ચાલી રહ્યા હોય તો ધ્વનિ પ્રદૂષણની ફરિયાદ કરવી હોય તો હવેથી ટોલ ફ્રી નંબર પર તેની ફરિયાદ કરી શકાશે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.

સુધરાઈએ જાહેર કરેલા ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૨૩૪૬૭ તેમ જ ૧૨૯૨ (એમટીએનએલ લેન્ડલાઈન તેમ જ એમટીએનએલ મોબાઈલ) પર આ સેવા ઉપલબ્ધ છે. અન્ય સર્વિસ પ્રોવાઈડર તરફથી બહુ જલદી આ સેવા મળવાનું ચાલુ થશે. એ સિવાય ૧૯૧૬ નંબર પર પણ ફોન કરી શકાશે. તેમ જ ૯૯૨૦૭૬૦૫૨૫ નંબર પર મોબાઈલથી એસએમએસ કરી શકાશે. તેમ જ  ઈમેલથી પણ ફરિયાદ કરવાની સુવિધા આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. આજે નેપાળમાં ૪.૫ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો

આજે સવારે નેપાળમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો , કોઈ જાનમાલને નુકસાન થયું નથી. આ ભૂકંપ રીકટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતાનો નોંધાયો હતો.
આ ભૂકંપનું મુખ્ય બિંદુ નેપાળના કંદા ગામ નજીક જમીનની અંદર ૧૦ કિ.મી. નીચે હોવાનું નોંધાયું હતું.
સોમવાર નેપાળમાં ૪.૫ની મધ્યમ તિવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો હતો. નેપાળના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બાજંગ જિલ્લામાં આ ભૂકંપ થયો હતો.
નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના મતાનુસાર ૨૫ એપ્રિલ ૨૦૧૫માં નેપાળમાં નોંધાયેલા ગોરખાભૂકંપ બાદનો આ આફટર શોક ન હતો. પણ નવો જ હતો.

૨. આજે ચીને બે નેવિગેશન સેટેલાઇટ કર્યા લોન્ચ, અમેરિકાની GPS સીસ્ટમ સામે ટક્કર લેવા

આજે ચીને બે નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યા છે. આ સેટેલાઇટ બેઇડુ-૩ સેટેલાઇટ લોંગ લોંચ-૩બી કેરીયર પરથી છોડાયા હતા. જેમાં કુલ ૩૦ સેટેલાઇટનો સમાવેશ થતો હતો.
આ સીસ્ટમ બેલ્ટ અને રોડ ઇનિશિએટીવમાં સંકળાયેલા દેશોને સેવા પુરી પાડશે અને વર્ષ ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણ ગ્લોબલ સેટેલાઇટ નેવિગેશન સીસ્ટમ બનાવી લેશે જેમાં ૩૦ સેટેલાઇટ જોડવાની ચીનની યોજના છે.
અમેરિકાની સામે GPS સીસ્ટમના ટક્કરના જવાબમાં ચીને એક અન્ય પગલું લઇ આજે સફળતાપૂર્વક પોતાના બે નેવિગેશનલ સેટેલાઇટ લોંચ કર્યા હતા. જેમાં કુલ ૩૦ સેટેલાઇટનો સમાવેશ થતો હતો.

૩. F1 સ્ટાર મિકા હેકીનન ભારત આવશે; લોકોને ખાસ અપીલ કરશે

મુંબઈ - ક્યારેય પણ દારૂનો નશો કરીને વાહન હંકારવું નહીં એવી લોકોને અપીલ કરવા અને આ સંદેશનો પ્રચાર કરવા માટે ભૂતપૂર્વ F1 વર્લ્ડ ચેમ્પિયન મિકા હેકીનન ભારત આવવાનો છે. એ મુંબઈ તથા હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્પર્ધાના વિજેતાઓ સાથે ડ્રાઈવ પણ કરશે.
હેકીનન જોની વોકર - ધ જર્નીના ગ્લોબલ ભરોસાપાત્ર ડ્રિન્કિંગ એમ્બેસેડર તરીકે ભારત આવવાનો છે.
#JOINTHEPACT નામક પ્રચારની હેકીનને ૧૦ વર્ષ માટે આગેવાની લીધી છે અને તે દુનિયાભરના લોકોને અપીલ કરી રહ્યો છે કે તેઓ અંગત રીતે એવો સંકલ્પ કરે કે ક્યારેય દારૂનો નશો કરીને વાહન હંકારશે નહીં.

૪. T-20: ભારતની શાનદાર જીત, ન્યુઝીલેન્ડને 6 રને હરાવ્યું

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની આજની અંતિમ ટી-20 સિરીઝ તિરૂઅનંતપુરમમાં યોજાઇ. પરંતુ આજની મેચમાં વરસાદને કારણે 20 ઓવરને સ્થાને હવે 8-8 ઓવર કરવામાં આવી હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 8 ઓવરમાં 5 વિકેટનાં ભોગે 67 રન કરી ન્યૂઝીલેન્ડની ટીમને 68 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 8 ઓવરમાં 6 વિકેટનાં ભોગે 61 રન બનાવતા ભારતનો 6 રને સખત વિજય થયો હતો.

રમત ગમત:-

૧. સ્ટાર્કની એક જ મૅચમાં બે હૅટ-ટ્રિક: ૪૦ વર્ષમાં અને ઑસ્ટ્રેલિયામાં પહેલો બનાવ

સિડની: ઇંગ્લૅન્ડ સામે ૨૩ નવેમ્બરે શરૂ થનારી ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કે ધમાકેદાર પર્ફેાર્મ કર્યું છે. તે પ્રથમ કક્ષાની એક જ મૅચમાં બે હૅટ-ટ્રિક લેનારો છેલ્લા ૪૦ વર્ષનો પહેલો બોલર બન્યો છે. એટલું જ નહીં, ઑસ્ટ્રેલિયામાં આ ઘટના પહેલી જ વખત બનવા પામી છે. આવો અગાઉનો બનાવ ૧૯૭૮માં પાકિસ્તાનના મુલતાનમાં બન્યો હતો જેમાં પ્રવાસી ભારતીયો સામે કમ્બાઇન્ડ ઇલેવનના અમીન લખાનીએ એક જ મૅચમાં બે વખત હૅટ-ટ્રિક લીધી હતી. કુલ મળીને માત્ર ૭ પ્લેયરો આવી અનેરી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

૨. એશિયા કપમાં ખિતાબી જીત બાદ ભારતીય મહિલા ટીમ ટૉપ-10માં

આંતરરાષ્ટ્રીય હૉકી ફેડેરેશને સોમવારે નવા રેન્કિંગ જારી કર્યા છે. આ રેન્કિંગમાં ભારતીય મહિલા ટીમ બે સ્થાનની છલાંગ લગાવી ટોપ ટેનમાં એન્ટ્રી કરી છે. ભારતીય ટીમને એશિયા કપની ખિબાતી જીતનો ફાયદો થયો છે. તાજા રેન્કિંગ અનુસાર, ભારતીય ટીમ બે સ્થાન ઉપર આવીને 10મા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે પુરુષ ટીમ છઠ્ઠા સ્થાન પર યથાવત છે.
મહિલા રેન્કિંગમાં પહેલા ત્રણ સ્થાનો પર કોઇ બદલાવ થયો નથી. નેધરલેન્ડ પ્રથમ, ઇંગ્લેન્ડ બીજો અને આર્જેન્ટિના ત્રીજા સ્થાન પર છે. ભારતીય ટીમ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જર્મનીને પણ એક એક સ્થાનનો ફાયદો થયો છે. ત્રણેય ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયા છે. અમેરિકાની ટીમ ત્રણ સ્થાનના નુકશાનની સાથે સાતમા સ્થાન પર પહોંચી ગઇ છે. આ ઉપરાંત ચીન આઠમા અને દક્ષિણ કોરિયા નવમા સ્થાન પર છે.

૩. એશિયાઈ ચેમ્પિ.માં મેરી કોમ પહોંચી ફાઈનલમાં

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. લંડન ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતાએ ૪૮ કિલો લાઈટ ફ્લાઈવેટ વર્ગની સેમીફાઈનલમાં જાપાનની સુબાસા કોમુરાને એકતરફી ૫-૦થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. આ રીતે મેરી કોમે ટૂર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો મેડલ પણ પાકો કરી લીધો છે.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. કારોબારી સુગમતાને આધારે વિવિધ રાજ્યોને અપાશે રેન્કિંગ

વિશ્વ બેન્કની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટમાં ભારતની રેન્કીંગ સુધયર્િ બાદ હવે સરકાર રાજ્યોની રેન્કીંગ નક્કી કરવામાં લાગી ગઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો ઔદ્યોગિક સંવર્ધન વિભાગ આ અંગેની તૈયારી કરી રહ્યો છે. એવા સંકેત મળી રહ્યા છે કે જાન્યુઆરીમાં આ અંગે રાજ્યોની રેન્કિંગનો રિપોર્ટ જાહેર કરી દેવાશે.

૨. કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વિકાસ માટે 400 કરોડની ફાળવણી કરાઇ

૩. ભારતીય સેનાને મળી 'નિર્ભય' મિસાઈલ, ભલભલા દુશ્મનોને બતાવી દેશે તેની ઔકાત

ભારતીય સેનાને ટક્કર આપવા માટે વિશ્વના તમામ દેશોએ વિચારવું પડે છે. તેવામાં ભારત દુશ્મનોને વધુએક મોટો ઝટકો આપ્યો છે. જીહાં, ભારતીય સેનાને નિર્ભયની તાકાત મળી ગઈ છે. આ મિસાઈલ ભલભલા દુશ્મનોને તેની ઔકાત બતાવી શકે છે. ત્યારે કેવી રીતે કામ કરશે ભારતીય સેનામાં નિર્ભય જોઈએ આ અહેવાલમાં..

દેશની સુરક્ષામાં વધુ એક શક્તિશાળી અને સ્વદેશી મિસાઈલનો સમાવેશ થયો છે. જેની તાકાત એટલી છે કે, દુશ્મનોએ ખીલીખટકો કરતા પહેલા હજારો વખત વિચારવું પડશે. ભારતની આ તાકાત એટલે નિર્ભય મિસાઈલ. સ્વદેશી સબસોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું ઓડિશાના ચાંદીપુરમાં આવેલા સ્ટેટ રેન્જમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. નિર્ભય એટલી તાકત ધરાવે છે કે, ભલભલા દુશ્મનોને ક્ષણોમાં જ ખાક કરી શકે છે. આ અત્યાધુનિક ક્રૂઝ મિસાઈલને ચાંદીપુરમાં ITRના લોન્ચ કોમ્પ્લેક્સ-3 પરથી સવારે 11:20 મિનટ પર લોન્ચ કરવામાં આવી હતી.

નિર્ભયની મારક ક્ષમતા અંગે જો વાત કરવામાં આવે તો. નિર્ભય મિસાઈલ 300 કિલોગ્રામ પરમાણું શસ્ત્રાો લઈજવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ 1000 કિલોમીટર સુધીમાં દુશ્મનોના કોઈપણ ઠેકાણાને નિશાન બનાવી શકે છે. રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિર્ભય કોઈપણ મોસમમાં કામ કરનારી મિસાઈલ છે અને તેને ટેકઓફ માટે મજબૂત રોકેટ બૂસ્ટરથી સંચાલિત કરવામાં આવે છે. આ બૂસ્ટરના કારણે જ તે આકાશમાં એક જ જગ્યા પર સ્થિર રહેવાની ક્ષમતા ધરાવે છે.. અને આ ક્ષમતાના કારણે જ તે હવામાં રહીને જ અનેક યુક્તિઓ અજમાવી શકે છે. નિર્ભય મિસાઈલ ખુબ નીચી ઉંચાઈ પર પણ ઉડવામાં સક્ષમ છે. જેનાથી તે દુશ્મનોની રડારમાં આવી શક્તિ નથી, અને તેમના ઠેકાણાઓને તે નિશાન બનાવે છે. ચોક્કસ ટાર્ગેટને નિશાન બનાવવા માટે આ મિસાઈલમાં ઉચ્ચ સ્તરીય નેવીગેશન સિસ્ટમ લગાવાય છે. રક્ષા વૈજ્ઞાનિકોને એવી આશા છે કે, આ મિસાઈલ બ્રહ્મોસની કમીને પૂરી કરી શકે છે. કારણ કે, તેની મારક ક્ષમતા 290 કિલોમીટર છે. જ્યારે નિર્ભય 1000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે.
  • નિર્ભય, મજબૂત અને સક્ષમ
  • `નિર્ભય' મિસાઈલ 300 કિલોગ્રામ પરમાણુ શસ્ત્રો લઈજવામાં સક્ષમ
  • 1000 કિલોમીટર સુધી વાર કરવાની ક્ષમતા
  • `નિર્ભય' કોઈપણ મોસમમાં કામ કરી શકે છે
  • `નિર્ભય'ના ટેકઓફ માટે મજબૂત રોકેટ બૂસ્ટરનો ઉપયોગ
  • `નિર્ભય' આકાશમાં એક જગ્યા પર સ્થિર રહેવાની ધરાવે છે ક્ષમતા
  • હવામાં ઝળુંબતું રહી નિર્ભય અનેક યુક્તિ અજમાવી શકે છે
  • મિસાઈલ ખૂબ નીચી ઊંચાઈ પર ઉડવામાં સક્ષમ
  • નીચે ઊડવાથી દુશ્મનની રડારથી બચી શકે છે
મહત્વનું છે કે, DRDO દ્વારા વિકસીત નિર્ભયનું આ પાચમી વખત પરિક્ષમ કરવામાં આવ્યું હતું. આ પહેલા નિર્ભયનું પરિક્ષણ કેટલીક ટેકનીકલ ખામીઓના કારણે અધવચ્ચે જ રોકવામાં આવ્યું હતું. જોકે બીજું પરિક્ષણ સફળ પણ રહ્યું હતું. બ્રહ્મોસની કમીને પુરી કરતી નિર્ભય ભારતીય સેનાનો એક મહત્વનો સ્તંભ બની ગઈ છે. જે દુશ્મનોને કોઈપણ ખરાબ મોસમમાં પણ હંફાવશે.
અન્ય.

૧. ડિસેમ્બરથી રેલ કર્મચારીઓની બાયોમેટ્રીક હાજરી ફરજિયાત

- પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં

- વડોદરા ડિવિઝનમાં ૧૪,૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે

- પ્રથમ તબક્કામાં એડમિન ઓફિસમાં લાગુ થશે : લેટ લતીફ કર્મચારીઓ પર તવાઇ આવશે
-પ્રશાંત ભટ્ટ
Educational Point