Monday 6 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 07-11-2017

અહીંથી તમે તારીખ ૦૬-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-               

૧. ટીમ ઇન્ડિયાની 1983 વર્લ્ડ કપ જીત પર બની ફિલ્મ એપ્રિલ 2019માં રિલીઝ થશે

ભારતની પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબી જીત પર બનનાર ફિલ્મ ”83” પાંચ એપ્રિલ 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મસે વિબ્રી મીડિયા અને કબીર ખાન ફિલ્મસની સાથે મળી આની જાહેરાત કરી છે.
વર્ષ 1983માં ભારતને મળેલી વર્લ્ડ કપ જીત પર બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કરી રહ્યાં છે. જેમાં અભિનેતા રણવીર સિંહને વર્લ્ડ ચેમ્પિયન કપ્તાન કપિલ દેવની ભૂમિકામાં જોઇ શકાશે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે કે કેવી રીતે ભારતીય ક્રિકેટ ટીમે કપિલ દેવની કપ્તાનીમાં વેસ્ટઇન્ડિઝને હરાવી પ્રથમ વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો.
નિર્દેશક કબીર ખાને એક નિવેદનમાં કહ્યું કે, હું એ સમયે સ્કૂલમાં હતો જ્યારે મેં ભારતને 1983 વર્લ્ડ કપનો ખિતાબ જીતતા જોઇ હતી. મને જરા પણ ખ્યાલ ન હતો કે, આનાથી ભારતમાં ક્રિકેટની પરિભાષા બદલાઇ જશે. એક ફિલ્મકાર તરીકે આ ખિતાબી જીત વાર્તાને દર્શાવવી ઘણી રોમાંચક અને ઉત્સાહથી ભરેલું છે.
રણવીર વિશે તેમણે કહ્યું કે, હું જો સાચું કહું તો જ્યારથી મેં આ ફિલ્મની પટકથા પર કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી મારા દિમાગમાં રણવીર ઉપરાંત કપિલની ભૂમિકા માટે કોઇ પણ અભિનેતાનો વિચાર આવ્યો ન હતો.

૨. ચેન્નાઇમાં કરૂણાનિધિને મળ્યા PM મોદી, અટકળોનો દોર શરૂ

દક્ષિણ ભારતની રાજનીતિમાં સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીની એક મુલાકાતે રાજકીય વિશ્લેષ્કોને ચોંકાવી દીધા છે. મોદી ગુરૂવારના રોજ પોતાની ચેન્નાઇ મુલાકાત દરમ્યાન ડીએમકે ચીફ કરૂણાનિધિને મળવા પહોંચ્યા. આપને જણાવી દઇએ કે તામિલનાડુમાં ભાજપાને ડીએમકીની વિરોધી એઆઇએડીએમકેની નજીક મનાય છે. ડીએમકે પણ કેન્દ્ર સરકારની નિતીઓની કટ્ટર આલોચક રહી છે. એવામાં મોદી અને કરૂણાનિધિની આ મુલાકાત દરેક લોકોને હેરાન કરી રહ્યાં છે. મોદીએ કરૂણાનિધિ સાથે મુલાકાત જ કરી નથી, પરંતુ તેમને દિલ્હીમાં પોતાના ઘરે આવવાનું પણ નિમંત્રણ પાઠવ્યું.


૩. હેમા માલિની દિલ્હીનાં અક્ષરધામ મંદિરમાં

૪. વાંસદામાં એક રાત્રિમાં જ ભૂકંપના 12 આંચકા, લોકો ભયભીત

રવિવારે એક જ રાતમાં ભૂકંપના 12-12 આંચકા આવતાં વાંસદા ધણધણી ઉઠ્યું હતું. આટલા મોટી સંખ્યામાં ભૂકંપના આંચકા આવતા લોકો ભયભીત થઈ ઉઠ્યાં હતા. રવિવારે બપોરે 12.15 કલાકથી 12.17 દરમિયાન ત્રણ મિનિટમાં ધડાકા સાથે ભૂકંપના ત્રણ મોટા આંચકા આવતા વાંસદામાં લોકો ઘર બહાર નિકળી ગયા હતા. વાંસદા તાલુકામાં છેલ્લાં દસેક દિવસથી ભૂકંપના હળવાથી ભારે આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. એક નવીજ ફોલ્ટ લાઈન સક્રિ થઈ રહી હોવાનું લોકો અનુભવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક દિવસથી આવી રહેલા સતત આંચકાઓ અંગે સરકાર કોઈ પ્રતિક્રિયા આપે તેમ લોકો ઈચ્છી રહ્યાં છે.
છેલ્લા ઘણાં દિવસથી વાંસદા અને ચીખલી તાલુકાના કેટલાંક ગામોમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. રવિવારે રાતે વાંસદા તાલુકાના લીમઝર, ઉમરકુઇ, કાવડેજ, કેલીયા સહિતના કેટલાક ગામોમાં 12 જેટલા નાના મોટા ભૂકંપના આંચકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

૫. કાશ્મીર મુદ્દે શાંતિ વાર્તા માટે દિનેશ્વર શર્મા કાશ્મીરની મુલાકાતે

કાશ્મીર મુદ્દે શાંતિ વાર્તા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા પ્રતિનિધિ દિનેશ્વર શર્મા જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. પરંતુ તેમની આ મુલાકાત પહેલા જ હુર્રિયત નેતાઓએ તેમની સાથે મુલાકાત કરવાનો ઈન્કાર કરી દીધો છે.
હુર્રિયત નેતા સૈયદ અલી ગિલાનીના જૂથનો દાવો છે કે, રાજ્ય સરકારના અધિકારીએ દિનેશ્વર શર્મા સાથે મુલાકાત માટે સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓ તેમની સાથે મુલાકાત નહીં કરે. એજન્સીની ખબર મુજબ હુર્રિયતના એક પ્રવક્તાએ કહ્યું કે, રાજ્યના એક પ્રતિનિધિએ ચાર અને પાંચ નવેમ્બરની રાત્રિએ હુર્રિયત અધ્યક્ષ સાથે મળવાની ઈચ્છા વ્ચક્ત કરી હતી.
તો દિનેશ્વર શર્માએ કહ્યું કે, તેઓ એ તમામ વ્યક્તિઓને મળશે જે કાશ્મીર સમસ્યાથી પ્રભાવિત છે.
તેઓ રાજ્યના તમામ પક્ષો સાથે અલગ અલગ જૂથમાં અથવા વ્યક્તિગત રીતે મુલાકાત કરશે. કાશ્મીર યાત્રા પહેલા દિનેશ્વર શર્માએ કહ્યું હતું કે, તેમની પાસે કોઈ એવી જાદુઈ છડી નથી. કે જે ઘુમાવતા જ શાંતિ કાયમ થઈ જાય.

૬. દીવથી દમણ હવે પહોંચાશે માત્ર 45 મિનિટમાં, ટૂંક જ સમયમાં થશે શરૂ આ સુવિધા

દીવ-દમણ-દમણ અને દીવ વચ્ચે 750 કિલોમીટરનું અંતર છે. જો આપણે રોડથી જવાનું થાય તો ઓછામાં ઓછા 15 કલાકથી વધુ સમય લાગે છે. આ અંતરને જલ્દીથી કાપી શકાય. તાત્કાલિક દમણથી દીવ અને દીવથી દમણ આવી શકાય તે હેતુથી દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યું છે કે આ સેવા ટુંક જ સમયમાં શરૂ થશે.
આ હેલીકોપ્ટર સેવા શરૂ કરાતા દીવથી 45 મિનિટમાં દમણ પહોંચી શકાશે. તેના માટે મુંબઈથી હેલીકોપ્ટર ટ્રાયલ માટે આવ્યું હતું અને દીવથી ઉડાન ભરી હતી. દીવ દમણ વચ્ચે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા દીવ,દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે અને આ અંગેની જાહેરાત પણ 15 ઓગષ્ટ સ્વતંત્ર દિને પ્રશાસકે તેમના સંબોધનમાં જણાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે આ સુવિધા આવવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે.

 



આંતરરાષ્ટ્રીય:-  

૧. અમેરિકાના ચર્ચમાં ફાયરિંગ,પ્રેયર વખતે થયેલા ગોળીબારમાં 27નાં મોત

પ્રેયર વખતે 50થી વધુ લોકો હતા હાજર


સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે જ્યારે હુમલાખોર ચર્ચમાં ઘુસ્યો ત્યારે રવિવારની પ્રેયરમીટ ચાલી રહી હતી અને તેમાં 50થી વધુ લોકો હાજર હતા. પોલીસે હુમલાખોરને મારી દીધો હોવાનો દાવો કર્યો છે.

એક ટીવી ચેનલ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે હુમલા પછી મોટી સંખ્યામાં સિક્યુરિટી ફોર્સના જવાનોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. બે હેલિકોપ્ટર પરણ ચર્ચ ઉપર ઉડતા દેખાયા છે.

સૈના અંટોનિયોથી 48 કિમી દૂર આવેલા સદરલેન્ડ સ્પ્રિંગ્સની વસ્તી 400ની છે.
50 કરતા વધારે રાઉન્ડ થયું ફાયરિંગ

૨. સાઉદી અરબના નાયબ ગવર્નરના પુત્ર પ્રિન્સ મન્સૂર બિન મોકરેનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

સાઉદી અરબના અસીર પ્રાંતના નાયબ ગવર્નર અને ક્રાઉન પ્રિન્સના પુત્ર પ્રિન્સ મંસૂર બિન મોકરેનનું એક હેલિકોપ્ટરની દુર્ઘટનામાં મોત થયું છે. પ્રિન્સની સાથે અન્ય ઘણાં અધિકારીઓને લઈને જઈ રહેલું આ હેલિકોપ્ટર યમનની દક્ષિણ સરહદ પાસે દુર્ઘટનાગ્રસ્ત બન્યુ હતું. જેમાં પ્રિન્સ મંસૂર બિન મોકરેનનું મૃત્યુ થયાની જાહેરાત કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં હેલિકોપ્ટર પર સવાર અન્ય અધિકારીની સ્થિતિ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ દુર્ઘટનાના સમાચાર એવા સમયે આવ્યા છે કે જ્યારે સાઉદી અરબે વહીવટના ટોચના સ્તર પર મોટા પ્રમાણમાં ફેરબદલી કરવામાં આવી છે.
પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સત્તા પર પકડ મજબૂત કરી છે અને ઘણાં પ્રિન્સ, મંત્રીઓ અને કરોડપતિઓની ધરપકડ કરી છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પહેલાથી જ અનિચ્છિત શાસકના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. જે સુરક્ષાથી લઈને આર્થિક ક્ષેત્રને પણ નિયંત્રણમાં લઇ રહ્યો છે.
પ્રિન્સ પોતાના પિતા પાસેથી સત્તા મેળવે તે પહેલા જ આંતરીક વિખવાદ પૂર્ણ કરવામાં કોઇ કસર છોડવા નથી માંગતા તેવુ હાલના તબક્કે જણાઇ રહ્યું છે. આ હેલિકોપ્ટર દુર્ઘટના પહેલાં સાઉદી અરબે યમન દ્વારા લગાવવામાં આવેલી મિસાઇલનો રિયાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પાસે નાશ કર્યો હતો.

રમત ગમત:-

૧. એટીપી રેન્કિંગ: ટૉપ-10 માંથી બહાર થયા મર્રે અને જોકોવિક

સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલે હાલમાં જારી ટેનિશ પ્રોફેશનલ એસોસિએશન (એટીપી) રેન્કિંગમાં ટૉપ પર યથાવત છે. જો કે, ટૉપ-10 ખેલાડીઓની યાદીથી બ્રિટનનો સ્ટાર ખેલાડી એન્ડી મરે અને દિગ્ગજ સર્બિયાઇ ખેલાડી નોવાક જોકોવિક બહાર થઇ ગયા છે.
નડાલ આ યાદીમાં સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેરરર બીજા સ્થાન પર છે. આ યાદીમાં જર્મનીના ખેલાડી એલેક્જેન્ડર જ્વેરેવ ત્રીજા અને ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ ચોથા સ્થાને આવ્યા છે.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. BJP ના ચુંટણી પ્રચારનો 7 નવેમ્બરથી આરંભ, ગૌરવ સંપર્ક અભિયાનના નામે યોજાશે

આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ સંપર્ક અભિયાન યોજવામાં આવશે.આ અભિયાન 7 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી યોજાશે.
આ અભિયાનની શરૂઆત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવશે.આ અભિયાનની શરૂઆત અમદાવાદના નારાણપુરાથી કરવામાં આવશે.આ કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહેશે.આ અભિયાન હેઠળ ભાજપના કાર્યકરો દ્વારા 50 હજારથી વધુ બુથો પર મતદારો સાથે સંપર્ક કરવામાં આવશે.

અન્ય.

૧. પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ મંગળવારે અમદાવાદની મુલાકાતે,જાણો તેમનો પ્રવાસ

પુર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ 7મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં મનમોહનસિંહ મીડિયા સાથે વાતચીત કરશે જેમાં જીએસટી અને નોટબંધીને લઈ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે.
એક રીતે મનમોહનસિંહના પ્રવાસ જોઈએ તો રાજકીય પ્રવાસ છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ એક પછી એક દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં ઉતારી રહ્યું છે. અને ભાજપને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point