Sunday 5 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 06-11-2017

TET 1 માટેની બેસ્ટ બુક ખરીદવા માટે અહી એક વાર જરૂર ક્લિક કરો

અહીંથી તમે તારીખ ૦૫-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. આનંદો : ગુજરાતની ગ્રાન્ટમાં અઢી ગણો વધારો કરાયો, ૯૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારો

હાલમાં ગુજરાત માટે અઢી ગણી જેટલી ગ્રાન્ટ વધી ગઇ છે તેમાં ૯૫,૦૦૦ કરોડ રૂપિયાનો જંગી વધારો થઇ ચુક્યો છે.
અમિત શાહે કેન્દ્રની કોંગ્રેસની અગાઉની સરકારો દ્વારા ગુજરાત સાથે કરવામાં આવેલા અન્યાયની વાત કરી હતી.
મોદી સરકારે જુદી જુદી યોજનાઓ હેઠળ પુરતી રકમ ગુજરાત સરકારને ઉપલબ્ધ કરાવી છે જેના ભાગરુપે સ્માર્ટસિટી યોજના હેઠળ સુરત, અમદાવાદ અને વડોદરાને ૫૦૭ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી મળ્યા છે. અમદાવાદ મેટ્રો માટે ૧૦,૭૭૭ કરોડ રૂપિયા મળ્યા છે. યાત્રાધામોના વિકાસ માટે પણ જંગી નાણાં મળ્યા છે.

૨. રણછોડરાયની ડાકોરમાં સ્થાપનાને 861 વર્ષ પૂર્ણ, સવાલક્ષના મુગટ સાથે કરાયો અલૌકિક શણગાર

કારતક સુદ પૂર્ણિમા એટલે કે કારતકી પૂર્ણિમા જેને દેવ દિવાળી તરીકે ઊજવવામાં આવે છે. ડાકોરમાં દેવ દિવાળીનું ખૂબ જ મહત્વ હોય છે. કારણ કે આ દિવસે જ ભગવાન ભક્તરાજ બોડાણાની ભક્તિને વશ થઈ ડાકોરમાં બિરાજમાન થયા હતા. સંવત 1212, દેવ દિવાળી અને ગુરુવારના દિવસે ભગવાન રાજા રણછોડ ભક્તોના કષ્ટ હરવા ડાકોરની ધરા ઉપર બિરાજમાન થયા હતા. આ વર્ષે ભગવાનની સ્થાપનાનું 861મું વર્ષ પૂર્ણ થયું છે અને 862મું વર્ષ શરૂ થયું છે. આ ખાસ દિવસની ઉજવણી ડાકોરમાં ભારે ધામધૂપૂર્વક થઈ હતી.

૩. ૪૮ વધુ ટ્રેનોને સુપરફાસ્ટબનાવી; રેલવે તંત્ર રૂ. ૭૦ કરોડ કમાશે

નવી દિલ્હી  નાણાંભીડ અનુભવતી ભારતીય રેલવેએ ૪૮ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટતરીકે અપગ્રેડ કરીને તેનું ભાડું વધાર્યું છે. તે ઉપરાંત આ ટ્રેનોની સ્પીડ, જે પ્રતિ કલાક પાંચ કિલોમીટરની હતી, તે વધારીને ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની કરી છે. ગઈ ૧ નવેમ્બરે બહાર પાડવામાં આવેલા નવા ટાઈમટેબલ પરથી આ જાણકારી મળી છે.

૪. એપલનું ભારતમાં પ્રથમવાર કેમ્પસ પ્લેસમેન્ટ, જાણો ક્યાં

પ્રસિદ્ધ ટેકનોલોજી કંપની એપલ પ્રથમવાર ભારતની કોલેજના એન્જિનિયરોની ભરતી કરનાર છે. એપલ હૈદરાબાદની ઈન્ડિયન ઈસ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈઆઈટી)માંથી કેમ્પસ પ્લેસમેન્ટ કરનાર હોવાની જાણ થતાં જ વિદ્યાર્થીઓનો ઉત્સાહ આકાશને આંબવા લાગ્યો છે.
કોલેજના પ્લેસમેન્ટ વડા ટી.વી.પ્રસાદે જણાવ્યું હતું કે પ્લેસમેન્ટ માટે એપલ આવનાર હોવાનું જાણી અમારા ઉત્સાહમાં વધારો થયો છે. કંપની કેવી જોબ પ્રોફાઈલ માટે આવનાર છે તેની અમને ખબર નથી પરંતુ અમારા વિદ્યાર્થીઓને ક્ષમતા પુરવાર કરવા માટે શ્રેષ્ઠ તક મળી રહેશે.
એપલ કેમ્પસ પ્લેસમેન્ટ માટે આઈઆઈઆઈટી હૈદરાબાદ અને બેગલુરુના કેમ્પસની મુલાકાત લેનાર છે. એપલ ઉપરાંત જાણીતી ટેકનોલોજી કંપની ગુગલ, માઈક્રોસોફ્ટ અને ફિલિપ્સ પણ કેમ્પસ પ્લેસમેન્ટ માટે આવનાર છે.
ડિસેમ્બરમાં યોજાનારા કેમ્પસ પ્લેસમેન્ટ માટે જૂદી જૂદી શાખા અને અભ્યાસક્રમના 350 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આઈઆઈઆઈટી હૈદારાબાદના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, ઓટોમેશન વગેરેમાંથી અનેક કંપનીઓએ વિદ્યાર્થીઓને પસંદ કર્યા છે.

આંતરરાષ્ટ્રીય:-         

૧.  ડોનાલ્ડ ટ્રમ્પ આજે જાપાનની મુલાકાતે, ઉત્તર કોરિયાને ચારેય તરફથી ઘેરવાની તૈયારી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એશિયાઇ દેશોનો મેરેથોન પ્રવાસ શરૃ થઈ ગયો છે. ફિલિપાઈન્સની મુલાકાત લઈને ટ્રમ્પ જાપાનના પ્રવાસે જશે. ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણો કરીને બેફામ રીતે આગળ વધી રહ્યું હોવાથી ટ્રમ્પના જાપાન પ્રવાસનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. વ્હાઈટ હાઉસના જણાવ્યાનુસાર, ટ્રમ્પની જાપાન મુલાકાત બંને દેશોની મિત્રતા દર્શાવવા પ્રતીકાત્મક રીતે પણ ઘણી મહત્ત્વની છે.

૨. સાઉદી અરબમાં ભ્રષ્ટાચાર સામેની તપાસમાં 11 રાજકુમાર સહિત પ્રધાનોની ધરપકડ

સાઉદી અરબના સૌથી શક્તિશાળી વલી અહદ ક્રાઉન પ્રન્સ મોહંમદ બિન સલમાનના નેતૃત્વમાં ભ્રષ્ટાચારની નવી તપાસમાં 11 રાજકુમારો અને ડઝન જેટલા પૂર્વ પ્રધાનોની ધરપકડ કરવામાં આવી છે.
સાઉદી અરબના શાહ સલમાને નેશનલ ગાર્ડનું નેતૃત્વ કરતા પ્રમુખ રાજકુમારને સસ્પેન્ડ કરી દીધા છે. અને તેમના સ્થાને આર્થિક મામલા અને નિયોજન પ્રધાનને નિયુક્ત કર્યા છે. સાથે જ તેમણે નવી ભ્રષ્ટાચાર વિરોધી સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.
અલ-અરાબિયાની ખબર પ્રમાણે સમિતિ વર્ષ 2009માં જેદ્દામાં આવેલા વિનાશકારી પૂરની તપાસ કરવા ઉપરાંત મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ સંક્રમણ પર સાઉદી સરકારની પ્રતિક્રિયાની પણ તપાસ કરી રહી છે.


રમત ગમત:-

૧. બેલ્જિયમ ઓપન : શરથ કમલ અને સાથિયાન જ્ઞાનસેકરને બ્રોન્ઝ

ભારતના શરથ કમલ અને સાથિયાનની જોડીએ ટેબલ ટેનિસની પ્રતિષ્ઠીત ચેમ્પિયનશિપ બેલ્જિયમ ઓપનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. શુક્રવારે યોજાયેલી આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં ભારતીય જોડીનો જર્મન જોડી પેટ્રિક ફ્રાન્ઝિસ્કા અને રિકાર્ડો વોથેર સામે ૨-૩થી પરાજય થયો હતો.

૨. એશિયન બૉક્સિગં: સરિતા, સોનિયા, લવલીના પણ સેમીમાં

હો ચી મિન્હ સિટી (વિયેટનામ): ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન એલ. સરિતા દેવી અને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલી સોનિયા લાથેર ગઈ કાલે અહીં એશિયન વિમેન્સ બૉક્સિગં ચૅમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. સરિતા દેવી ૬૪ કિલો વર્ગમાં અને સોનિયા ૫૭ કિલો વર્ગમાં લડી રહી છે.

૩. મુંબઈની જેમાઇમા રોડ્રીગેસની અન્ડર-૧૯ વન-ડેમાં ડબલ સેન્ચુરી

મુંબઈ: મુંબઈમાં રહેતી ૧૬ વર્ષીય જેમાઇમા રોડ્રીગેસે ગઈ કાલે અન્ડર-૧૯ વન-ડે ટુર્નામેન્ટમાં ૧૬૩ બૉલમાં ૨૦૨ રન બનાવીને ડબલ સેન્ચુરીની અનેરી સિદ્ધિ મેળવી હતી.

જેમાઇમા રાઇટ-હૅન્ડ બૅટ્સવુમન છે અને ઔરંગાબાદમાં સૌરાષ્ટ્ર સામેની ૫૦-૫૦ ઓવરની વન-ડે મૅચમાં મુંબઈ વતી રમી હતી.

૪. ભારતીય ગૉલ્ફર શિવ એશિયન ટાઇટલ જીત્યો

નવી દિલ્હી: ભારતના ગૉલ્ફ ખેલાડી શિવ કપુરે ગઈ કાલે અહીં પહેલી વાર એશિયન ટૂર ટાઇટલ જીતી લીધું હતું. તેણે દિલ્હી ગૉલ્ફ ક્લબ ખાતે પૅનેસોનિક ઓપન ટાઇટલ જીતવાની સાથે આ અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી. શિવ કપૂરે આ પહેલાં ૨૦૦૫ની સાલમાં (૧૨ વર્ષ પહેલાં) વોલ્વો માસ્ટર્સ ઑફ એશિયા ટુર્નામેન્ટની ટ્રોફીના રૂપમાં પહેલી વાર એશિયન ટૂર ટાઇટલ પર કબજો કર્યો હતો. એ જોતાં, ગઈ કાલના વિજેતાપદ સાથે તે હવે કુલ ત્રણ એશિયન ટાઇટલ જીત્યો છે.

૫. મહિલા હોકી એશિયાકપમાં ભારતની જીત, ચીનને 5-4થી હરાવ્યું

ન્યૂ દિલ્હીઃ ભારતીય હોકી ટીમે રવિવારે મહિલા એશિયા કપનાં ફાઈનલમાં ચીનને હાર આપી ખિતાબ પોતાનાં નામે કરી લીધો છે. ભારતે 13 વર્ષ બાદ આ ખિતાબ હાંસલ કર્યો છે. કાકામિગહારાના કાવાસાકી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારતે ચીનને પેનલ્ટી શૂટ આઉટમાં આકરો પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતે 2018નાં યોજાનાર વર્લ્ડકપ માટે રમવા માટેની કાબેલિયત હાંસલ કરી લીધી છે.

                     

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. એવો વડાપ્રધાન છું કે જેણે વર્લ્ડ બેંક જોઇ નથી : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા બિજનેસ રીફોર્મ કાર્યક્મમાં દેશના મોટા કારોબારીઓને સંબોધિત કરતા કહ્યું કે સરકાર ગત ત્રણ વર્ષથી કારોબારમાં વધુ સગવડતા આપવા માટે કામ કરી રહી છે અને આ દિશામાં મોટા નિર્ણય લઇ રહી છે. તેમણે જીએસટીના નિર્ણયને આ દિશામાં એક મોટું પગલુ ગણાવ્યુ ં હતું. આ સાથે જ એ પણ જોડયુ હતું કે જો તેમાં કમી ઓ છે તો કારોબાર જગત તેની બાબતે સુચન આપે જેથી તેને દુર કરી શકાય કારણ કે જો કોઇ કામમાં તમામનું મગજ લાગે છે તો કામ ઉત્તમ થાય છે



અન્ય

૧. ભાજપનું મિશન 150, અમિત શાહ આજે દક્ષિણ ગુ.-મધ્ય અને ઉ.ગુજરાતનો પ્રવાસે ખેડશે

વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કમર કસી લીધી છે. આજે તેઓ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં સાત જિલ્લાઓના પ્રવાસે છે.
અમિત શાહે નવસારી પહોંચી વલસાડ-નવસારી અને ડાંગના કાર્યકરો તથા શક્તિ કેન્દ્રોનાં ઇન્ચાર્જો સાથે બે તબક્કામાં બેઠકો યોજી છે. અહીં તેઓ ત્રણ જિલ્લાનાં કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point