Saturday 4 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 05-11-2017

TET 1 ની બેસ્ટ બુક ખરીદવા માટે અહી ક્લિક કરો

અહીંથી તમે તારીખ ૦૪-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. જાણો દહેજ-ઘોઘા વચ્ચે રો રો ફેરી સર્વિસમાં કેટલા લોકોએ મુસાફરી કરી

ભાવનગર: દહેજથી ઘોઘા વચ્ચે દરિયાઇ મુસાફરી માટે રો-રો ફેરી શરૃ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં તેનું લોકાર્પણ કરાયા બાદ લાભ પાંચમથી આ ફેરી વિધિવત રીતે શરુ થઇ છે. 25 ઓકટોબરથી રો-રો ફેરી સર્વિસ શરુ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં 7 દિવસમાં 1732 લોકોએ મુસાફરી કરી છે.
ભરુચ અને ભાવનગર વચ્ચનું અંતર ઘટે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર પરસ્પર વધુ નજીક આવે તે માટ રો-રો ફેરીનો પ્રારંભ કરાયો છે. આ ફેરી હાલમાં માત્ર પેસેન્જર ફેરી શરુ થઇ છે અને આગામી દિવસોમાં વાહનો સાથે આ ફેરીમાં મુસાફરી થઇ શકશે. રો-રો ફેરી શરુ થવાના કારણે ઘોઘાથી ભરુચ- દહેજનું અંતર 360 કિમી ઘટી ગયું છે. જે મુસાફરી અગાઉ રોડ માર્ગે 6 થી 7કલાકમાં થતી હતી તે હવે માત્ર 1 કલાકની થાય છે.

૨. સેના પ્રમુખ બિપિન રાવતની માંગ, કમાન્ડર ઇન ચીફ એમ. કરિઅપ્પાને મળે ભારત રત્ન

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ભારતીય સેના પહેલા કમાન્ડર ઈન ચીફ ફિલ્ડ માર્શલ એમ.કરિઅપ્પાને ભારત રત્ન આપવાની માગ કરી છે. બિપીન રાવતે કહ્યું કે સમય આવી ગયો છે કે હવે કરિઅપ્પાના નામની ભલામણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન માટે કરવામાં આવે.
જનરલ રાવતે કહ્યું કે જ્યારે અન્ય લોકોને ભારત રત્ન મળી શકે છે તો મને એ સમજમાં નથી આવતું કે કરિઅપ્પા આ સન્માન મેળવવાના અધિકારી કેમ નથી. કોડંડેરા મડપ્પા કરિઅપ્પાએ વર્ષ 1947માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પશ્ચિમી સેના પર ભારતીય સેનાનુ નેતૃત્વ કર્યું હતું.
આઝાદી પહેલા અને આઝાદી બાદ પણ સેનાની કમાન સંભાળનારા કરિઅપ્પાનું 15 મે 1993માં 94 વર્ષની વયે નિધન થયું હતું.
કરિઅપ્પા એ બે અધિકારીઓમાં શામિલ છે જેમને ફિલ્ડ માર્શલની પદવી અપાઈ હતી. ફિલ્ડ માર્શલ સૈમ માણેકશા બીજા અધિકારી હતા.

૩. મેરીકૉમ એશિયન મુક્કેબાજી ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં

ભારતની સ્ટાર મુક્કેબાજ ખેલાડી એમ સી મૈરીકૉમએ આજે એશિયન મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં પહોંચી છે.
મૈરીકૉમએ ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઇપેની મેંગ ચિએ પિનને હરાવી 48 કિગ્રા લાઇટ ફ્લાવેટ વર્ગના અંતિમ ચારમાં જગ્યા બનાવી છે. પીટીઆઇ અનુસાર, 34 વર્ષિય મૈરીકૉમે આ ટૂર્નામેન્ટની ગત ચરણોમાં ચાર ગોલ્ડ અને એક રજક મેડલ જીત્યો છે અને હવે સેમીફાઇનલમાં તેનો સામનો જાપાનની સુબાસા કોમુરા સાથે થશે.
બંને મુક્કાબાજો એકબીજા પર પ્રારંભિક ત્રણ મિનિટમાં વધુ હુમલા કરી શક્યા ન હતા, અને બીજા રાઉન્ડમાં બંનેએ થોડી આક્રમકતા બતાવી હતી.
મૈરીકૉમએ પોતાની રમતમાં સુધારો કરતા ચીની તાઇપેની મુક્કેબાજને હરાવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, તાઇપેની બોક્સર મૈરીકૉમથી લાંબી પણ હતી અને તેણે સૌથી પહેલા આક્રમક હુમલો શરૂ કર્યો હતો. આખરે તાઇપેની ચેહ પિનને હરાવી મૈરીકૉમે શાનદાર જીત હાંસલ કરી હતી.

૪. BSFનાં જવાનોને મળી વિદ્યા બાલન

ભુજબોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલ તેની આગામી ફિલ્મ ‘તુમ્હારી સુલુનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન વિદ્યા કચ્છનાં રણમાં યોજાયેલ રણોત્સવમાં જોવા મળ્યા હતા. 
રણોત્સવની મુલાકાતની સાથે જ વિદ્યા બાલને BSF(Border Security Force)નાં જવાનોની પણ મુલાકાત લીધી હતી. જવાનો સાથેની આ મુલાકાત દરમિયાન વિદ્યા બાલન મહેંદી કલરની સાડીમાં એકદમ સુંદર લાગતી હતી. સાથોસાથ ગ્રીન બિંદી તેના લુકને ઓર દમદાર બનાવતી હતી.  




આંતરરાષ્ટ્રીય:-          

૧. ઇન્ડિયા ગેટ પાસે વર્લ્ડ ફૂડ ઇન્ડીયામાં 1100 કિલો ખીચડી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

દિલ્હીના ઈન્ડિયા ગેટ પાસે વર્લ્ડ ફૂડ ઈન્ડીયામાં 1100 કિલો ખીચડી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો. આ ખીચડી બનાવવા કેન્દ્રીય પ્રધાન નિરંજન જ્યોતિ, હરસીમરત કૌર, યોગ ગુરૂ બાબા રામદેવ સહિત અનેક દિગ્ગજો જોડાયા હતા. આ ખીચડીને ઈન્સુલેટેડ કઢાઈ સ્ટીમમાં રાંધવામાં આવી.




રમત ગમત:-       

૧. વર્લ્ડ નંબર 1 ટેનિસ ખેલાડી રાફેલ નડાલ પેરિસ માસ્ટર્સમાંથી બહાર થયો

વર્લ્ડ નંબર 1 સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલને ઇજા પહોંચવાને કારણે પેરિસ માસ્ટર્સમાંથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું છે. ઉરુગ્વેના પાબ્લો કુએવાસને માત આપ્યા બાદ ગુરુવારે રાત્રે નડાલે કહ્યું હતું કે તેમના ઘુંટણમાં ઇજા થઇ છે.
ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાના ફિલિપ ક્રાજિનોવિક સાથે મુકાબલો કરનાર નડાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું આજે જેવો છું તેમાં મારી જાતે ત્રણથી વધુ મેચ રમવાને યોગ્ય નથીં ગણતો. તેમણે કહ્યું કે ઘુંટણના દર્દ થઇ રહ્યું છે ઘણીવાર સ્થિતિ ઘણી અસહનિય બની જાય છે.
વર્લ્ડના નંબર વન ટેનિસ ખેલાડી નડાલનું વર્ષ 2017 શાનદાર રહ્યું.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ, પાછી પણ ખેંચાઈ શકે છે !

2000ની નોટ અંગે વ્યક્ત થયેલી અનેક આશંકાઓ વચ્ચે આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેન્કે આ નોટનું પ્રિન્ટિંગ હવે બંધ કરી દીધું છે. ઈન્ડિયા ટુડે નેટવર્કના આરટીઆઈ સેલએ કરેલી અક અરજીના જવાબમાં સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઈએલ)એ કહ્યું કે 2000ની નોટો છાપવા માટે આરબીઆઈ તરફથી કોઈ માગણી કરાઈ નથી. હાલ એસપીએમસીઆઈએલ માત્ર 500 અને તેનાથી ઓછા દરની નોટો (5 અને 2 સિવાય) પ્રિન્ટ કરી રહી છે. આ ઘટનાને પગલે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે બે હજારની નોટ ચલણમાંથી પાછી પણ ખેંચાઈ શકે છે.

૨. આવક ૧ લાખથી વધારે હોય તો ૩૦ ટકા વેરો ચૂકવવો ફરજિયાત

ઈન્કમટેક્ષ બાર એશોશીએશનનાં દિવ્યકાંત સલોત જણાવે છે કે ઓડીટને પાત્ર કંપનીઓનાં ઓડિટ રિપોર્ટ અને રિર્ટન ફાઈલ કરવાની મુદત ૩૧ હતી તે સાતમી નવેમ્બર સુધી લંબાવેલ છે. આવકવેરા ધારાની કલમ ૪૪ એબી હેઠળ ઓડિટને પાત્ર બનતી અને ર્વાિષક ટર્ન ઓવરમાં ૮ ટકાથી નેટ નફો ઓછો દર્શાવે તો તેવી કંપનીઓ માટે રિર્ટન ફાઈલ કરવાની મુદત વધારેલ છે.
રિર્ટન સમયસર ફાઈલ કરવામાં આવે તો નુકશાની આગલા વર્ષમાં કેરીફોરવર્ડ થઈ શકે છે. ર્વાિષક રૃા. બે કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવતી અને આઠ ટકાનો ચોખ્ખો નફો ન દર્શાવતી કંપનીઓ માટે આ વર્ષથી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાનું ફરજીયાત છે. પણ કાું.ઓનું ટર્નઓવર રૃ.૩ લાખ સુધીના હોય તો તેમની આવકનાં ૯૦ ટકા રકમ પગાર તરીકે ચુકવવાની જોગવાઈ છે. તે સંજોગોમાં આઠ ટકા નફો આપવાની શક્યતા ઓછી છે. કાું.ના ટર્નઓર્વરમાં નફાના ૬૦ ટકા રકમ પગાર તરીકે ચુકવવાની જોગવાઈ છે, પરંતુ જો આવક ૧ લાખથી વધારે હોય તો ૩૦ ટકાના દરે વેરો ચુકવવાનો ફરજીયાત છે. તેમ વધુમાં જણાવેલ છે.




અન્ય

૧. 15 વર્ષે ઝડપાયો અક્ષરધામ હુમલાનો માસ્ટર માઇન્ડ અબ્દુલ રશીદ અજમેરી

25 સ્પટેમ્બર 2002ની સાંજે સાડા ચાર વાગ્યે અક્ષરધામ મંદીર પર હુમલો કરનારા માસ્ટર માઇન્ડ આતંકવાદી અબ્દુલ રશીદ અજમેરીની ધરપકડ થઇ ગઇ છે. અબ્દુલ સાઉદી અરબનાં રિયાદથી આવતો હતો તે સમયે અમદાવાદ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે અક્ષરધામ પર હુમલો કરનારા આતંકવાદીને આખરે પકડી લીધો છે.
વર્ષ 2002માં અક્ષરધામ મંદીરમાં થયેલાં આતંકવાદી હુમલામાં 30 જેટલા નિર્દોષ લોકોનો જીવ ગયો હતો જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના થઇ તે સમયે 600 જેટલાં દર્શનાર્થીઓ મંદીરમાં હાજર હતાં. જેમનો જીવ ઇન્ડિયન આર્મી અને બ્લેક કમાન્ડોની મદદથી બચ્યો હતો.
અક્ષર ધામ મંદીર જેવી પવિત્ર જગ્યાને લોહી લુહાણ કરવાનો પ્લાન અબ્દુલ રશીદ અજમેરીએ બનાવ્યો હતો. આજે પણ મંદીર પ્રાંગણમાં હુમલા સમયે થેયલાં ગોળીબારનાં નિશાન હાજર છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point