Friday 3 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 04-11-2017

અહીંથી તમે તારીખ ૦૩-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. IRCTCની નવી સુવિધા: આધારથી એક મહિનામાં બુક કરી શકાશે 12 ટિકીટ

નવી દિલ્હી- જો તમારી પાસે આધાર કાર્ડ છે તો ભારતીય રેલવેમાં મુસાફરી કરવું તમારા માટે વધુ સરળ થઈ જશે. IRCTCએ રેલવે ટિકીટની બુકીંગ માટે આધાર વેરીફિકેશન કરાવવા પર 1 મહિનામાં 12 ટિકીટ બુક કરવાની છુટ આપી છે. જોકે ખાસ વાત એ છે કે, રેલવે ટિકીટ બુક કરાવવા માટે આધાર કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું નથી. પરંતુ આધાર વેરીફિકેશન કરાવ્યા બાદ ઓનલાઈટ ટિકીટ બુક કરાવવા માટે બુકીંગની વર્તમાન મર્યાદા 6થી વધારી દર મહિને 12 ટિકીટની કરવામાં આવી છે.

૨. ઈન્ડિયન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને લદાખમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ કર્યો તૈયાર

BRO(બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન)એ એક નવી સિદ્ધી હાંસલ કરીને દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી છે. BRO પોતાની હિમાંકુ પરિયોજના અંતર્ગત જમ્મુ કાશ્મીરના લદાખ વિસ્તારમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ તૈયાર કરી દીધો છે.
BROએ જમ્મુ કાશ્મીરના લદાખ ક્ષેત્રમાં મોટરવાહનો ચલાવવા માટે દુનયાનો સૌથી ઉંચો રોડ તૈયાર કરી દીધો છે. આ રસ્તાની ઉંચાઈ 19.300 ફૂટની રાખવામાં આવેલી છે. જે આ વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા 'ઉમલિંગા ટોપ' નામના વિસ્તારમાંથી પસાર થાય છે.
આ અંગે BROના પ્રવક્તાએ જણાવ્યું કે આ રોડ લેહથી લગભગ 230 કિ.મી દૂર હાનલેની નજીકમાં આવેલ છે. જે આ વિસ્તારના દેમચક અને ચિસુમલાના ગામોની જોડે છે. આ તમામ ગામ પૂર્વી ક્ષેત્રમાં ભારત અને ચીનની સરહદની નજીક આવેલા છે.

૩. અડાલજની વાવની મુલાકાત લેતા જાપાનના હ્યોગો પ્રાન્તના ગર્વનર તોશીઝોઇડો સહિત ૪૫ સભ્યોનું પ્રતિનિધિ મંડળ

જાપાનના હ્યોગો પ્રાન્તના ગર્વનર તોશીઝોઇડો અને તેમનું ૪૫ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાત આવ્યું છે. આજરોજ હ્યોગો પ્રાન્તના ગર્વનર તોશીઝોઇડોની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળએ ગાંધીનગર જિલ્લામાં આવેલી સુપ્રસિધ્ધ અડાલજ વાવની મુલાકાત લીધી હતી.
બાંધકામ ક્ષેત્રે ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી અડાલજ વાવની મુલાકાત દરમ્યાન તેમણે અડાલજ વાવના ઇતિહાસ અને તેના બાંધકામ અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી. તે ઉપરાંત વાવના આસપાસના ગાર્ડન અને વાવની કોતરણી અને બાંધકામ માટે વપરાયેલા પથ્થરનું પણ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.

૪. આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 31 ડિસેંબર સુધીમાં બેંક ખાતાઓને લિંક કરાવવા જરૂરી

નવી દિલ્લી: આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે બેંક ખાતાઓને 31 ડિસેમ્બર પહેલા આધાર કાર્ડ સાથે લિંક કરવાના રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું તમામ કંપનીઓ અને બેંકોએ પોતાના ગ્રાહકોને છેલ્લી તારીખ જણાવી દેવી જોઈએ જેથી કોઈ મુશ્કેલી ન થાય.

૫. દમણમાં "નયા દમણ નયા ભારત" અભિયાન હેઠળ 30 મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ

વલસાડ: દમણના સર્વાંગી વિકાસ માટે "નયા દમણ નયા ભારત" અભિયાન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેનો પ્રારંભ દમણના સ્વામિ વિવેકાનંદ ઓડીટોરીયમ ખાતે દમણ પ્રશાસક પ્રફૂલ પટેલકલેક્ટર એસ. એસ. યાદવ,  સાંસદ લાલુભાઇ પટેલ સહીતના મહાનુભાવોના હસ્તે કરાયો હતો.

આ અભિયાન અંગે પ્રશાસક પ્રફૂલ પટેલે ઉપસ્થિત દમણના નાગરીકોને જાણકારી આપી હતી જેમાં આ પ્રોજેકટથી આગામી દિવસોમાં દમણની દિશા જ બદલાશે અને દમણ સુંદર દમણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
"નયા દમણ નયા ભારત" અભિયાન અંતર્ગત દમણમાં 19 અને દિવમાં 11 એમ કુલ 30 મહત્વપૂર્ણ યોજનાઓ આગામી દિવસોમાં આકાર પામશે. જેમાની મોટાભાગની યોજનાઓ આગામી એક વર્ષમા જ સાકાર થશે.



આંતરરાષ્ટ્રીય:-  

૧. કેનેથ જસ્ટર ભારત ખાતેના અમેરિકી એમ્બેસેડર નિમાયા

ભારત ખાતેના અમેરિકી એમ્બેસેડર તરીકે જૂના અને ભારતીય બાબતોના અનુભવી સિનિયર અધિકારી કેનેથ જસ્ટરની નિયુક્તિ જાહેર થઈ છે. કેનેથ જસ્ટરના નામના પ્રસ્તાવને અમેરિકી સેનેટ દ્વારા મંજુરીની મહોર મારવામાં આવી છે. 62 વર્ષના આ ડિપ્લોમેટની ભારતીય બાબતોમાં ઉંડી જાણકારી રહી છે. કેનેથ જસ્ટરે ભારત સાથે અમેરિકાની થયેલી સિવિલ ન્યુકલીયર ડીલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તત્કાલિન વડાપ્રધાન ડો.મનમોહનસિંઘે આ સંધી કરી હતી. ભારત ખાતેના અમેરિકાના એમ્બેસેડરની આ પોસ્ટ 20મી જાન્યુઆરીથી ખાલી હતી, કારણ કે, રિચાર્ડ વમર્એિ આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા બાદ રિચાર્ટ વમર્એિ એમની સાથે કામ કરવાની અનિચ્છા દશર્વિી હતી. ત્યારબાદ જસ્ટરને આ પોસ્ટ પર બેસાડવાની ચચર્િ થઈ હતી અને અમેરિકાની સેનેટની ફોરેન રીલેશન કમિટીએ એમના નામના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ચાલુ માસ દરમિયાન જ હૈદ્રાબાદ ખાતે યોજાનારી ગ્લોબલ સમિટમાં હાજરી આપવા કેનેથ ભારત આવશે.

૨. શ્રીકાંત કિદામ્બી: બેડમિન્ટન જગતનો બ્રાન્ડ ન્યૂ સ્ટાર

શ્રીકાંતકિદામ્બી આ એક જ વર્ષમાં ચાર-ચાર સુપર સિરીઝ ટાઈટલ્સ જીતીને ભારતીય બેડમિન્ટનના મુગટના રત્ન સમાન બની ગયો છે. ગયા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એણે ઈન્ડોનેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, ડેન્માર્ક ઓપન અને ફ્રેન્ચ ઓપન ટ્રોફીઓ જીતી છે. હવે જો એ ચીન અને હોંગ કોંગમાં રમાનાર અન્ય બે સ્પર્ધાઓમાં પણ જોરદાર દેખાવ કરીને વિજયી થશે તો વર્લ્ડ નંબર-1 વિક્ટર એક્સલસન (ડેન્માર્ક)ને પાછળ રાખી દશે.

૩. મોહમ્મદ અલી જિન્નાની પુત્રી દીના વાડિયાનું અમેરિકામાં નિધન

પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની પુત્રી દીના વાડિયાનું અવસાન થયું છે. ગઈકાલે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં તેનું નિધન થયું છે.
વાડિયા ગ્રુપ્ના ચેરમેન નુસ્લી વાડિયાની માતા દિનાએ 98 વર્ષની ઉંમરમાં ન્યુયોર્ક સ્થિત પોતાના ઘરે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. વાડિયા ગ્રુપ્ના એક પ્રવક્તાએ આ જાણકારી આપી હતી.




રમત ગમત:-       

૧. BWF રેન્કિંગ: શ્રીકાંતે સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે BWF દ્વારા જાહેર કરવામાં આવેલી સિંગ્લસ રેન્ટિંગમાં કરિયરનો સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યો છે. શ્રીકાંત હવે બીજા સ્થાન પર પહોંચી ગયો છે. તેણે બે સ્થાનની છલાંગ લગાવી છે.
શ્રીકાંત હવે રેન્કિંગમાં વિકટર એક્સેલસેનથી પાછળ છે, જેણે તેને ગત સપ્તાહે ડેનમાર્ક ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હાર આપી હતી. જ્યારે ભારતના અન્ય એક શટલર એચએસ પ્રણોયની રેન્કિંગમાં પણ એક સ્થાનનો સુધારો થયો છે, અને તે હવે 11મા સ્થાને પહોંચી ગયો છે. મહિલાઓમાં પીવી સિંધુ બીજા અને સાઇના નેહવાલ 11મા સ્થાન પર છે.
ઉલ્લેખનીય છેકે, શ્રીકાંતે ગત 18 મહિનામાં શાનદાર દેખાવ કર્યો છે.

૨. કૉમનવેલ્થ શૂટિંગ: ૫૦ મીટર પિસ્તોલમાં પણ ભારતની ક્લીન-સ્વીપ

ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા): ક્વીન્સલૅન્ડ સ્ટેટના ગોલ્ડ કોસ્ટ શહેરમાં આયોજિત કૉમનવેલ્થ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં બુધવારે ૧૦ મીટર ઍર પિસ્તોલમાં શાહઝાર રિઝવી, ઓમકાર સિંહ અને જિતુ રાયે ટોચના ત્રણેય મેડલ જીત્યા ત્યાર પછી ગઈ કાલે ૫૦ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં પણ એવી સિદ્ધિનું પુનરાવર્તન થયું હતું. એમાં પ્રકાશ નાન્જપ્પા, અમનપ્રીત સિંહ અને જિતુ રાયે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ પર કબજો કર્યો હતો. એ જોતાં, ત્રણ દિવસમાં ભારતીયો દ્વારા આ બીજી ક્લીન-સ્વીપ થઈ હતી. પ્રકાશે ૨૨૨.૪ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે અમનપ્રીતે રજતચંદ્રકથી અને જિતુ રાયે કાંસ્યપદકથી સંતોષ માનવો પડ્યો હતો. દરમિયાન, ડબલ ટ્રૅપ હરીફાઈમાં ભારતના અંકુર મિત્તલે સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. ઉ

એશિયા કપ : જાપાનને હરાવી ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલમાં

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને જાળવી રાખતા ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમિફાઇનલમાં ભારતીય ટીમે યજમાન અને ગત ચેમ્પિયન જાપાનને 4-2થી પરાજય આપ્યો હતો. આ મુકાબલામાં જાપાને ભારતીય ટીમને મજબૂત ટક્કર આપી હતી પરંતુ ભારતીય ટીમે પણ મેચના અંત સુધી પોતાની પકડ બનાવી રાખી હતી. હવે ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો ચીન સામે થશે. આ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે ગુરજિત કૌરની હેટ્રિકની મદદથી કઝાખસ્તાન સામે જીત મેળવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ પહેલાં વર્ષ 2004માં ભારતીય ટીમ એશિયા કપમાં ચેમ્પિયન બની હતી. જ્યારે 1999 અને 2009માં ટીમ ઉપવિજેતા બની હતી.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. રિલીઝ પહેલા 'પદ્માવતી' એ તોડ્યો 'બાહુબલી' નો રેકોર્ડ, આટલા દેશોમાં થશે ફિલ્મ રિલીઝ

બહુચર્ચિતિ ફિલ્મ "પદ્માવતી" એ બ્લોકબસ્ટર ફિલ્મ "બાહુબલી" અને "દંગલ" નો રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મે રિલીઝ પહેલા આ સિદ્વિ હાંસલ કરી છે. જે અત્યાર સુધી બોલીવૂડની કોઇ પણ ફિલ્મે કર્યું નથી.
ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ "પદ્માવતી" એ રિલીઝ પહેલા જ આમિર ખાનની દંગલ અને પ્રભાસની "બાહુબલી" ફિલ્મને પાછળ મૂકી છે. "પદ્માવતી" ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થનાર છે ત્યારે વોયકમ મોશન પિકચરના ચીફ ઓપરેટિંગ ઓફિસર અજીત આંધ્રે કહ્યું કે, પેરામાઉન્ટ અને વોયકમમાં લાંબા સમયથી એક વિશ્વાસવાળો સંબંધ યથાવત છે.



અન્ય

૧. તમિલનાડુમાં મૂશળધાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયુ, સ્કુલ- કોલેજો બંધ

તમિલનાડુમાં ચેન્નઈ અને આસપાસના કાંચીપુરમ તથા તિરુવલ્લૂર જિલ્લામાં લગભગ 10 કલાક સુધી આખી રાત મૂશળધાર વરસાદ પડવાથી જનજીવન સમગ્રરીતે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ચેન્નઈ, કાંચીપુરમ અને તિરુવલ્લૂર જિલ્લામાં આજે પણ સ્કુલ તથા કોલેજ બંધ રહેશે.

તમિલનાડુમાં 31 ઓક્ટોબરથી સ્કુલ અને કોલેજ બંધ છે. મોસમ વિભાગે કાલે તમિલનાડુના ઉત્તર તટીય ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ હતુ. વિભાગે કાલે જણાવ્યું કે શ્રીલંકા અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણનું ક્ષેત્ર હવે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને તમિલનાડુ તટ પર સ્થિત છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point