Thursday 2 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 03-11-2017

અહીંથી તમે તારીખ ૦૨-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. નોઈડામાં હવે પાર્કિંગ વગર નહીં ખરીદી શકાય કાર, પરિવહન વિભાગનો નિર્ણય

નવી દિલ્લી: પાર્કિંગ વિશે વિચાર્યા વગર કાર ખરીદરનારે હવે મોટો ઝટકો લાગનાર છે. નોઈડા પરિવહન વિભાગે નવો નિર્ણય લીધો છે. તેની સાથે હવે કારનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે પાર્કિંગનું પણ પ્રૂફ સાથે આપવું પડશે. જો તમારી પાસે પાર્કિંગની જગ્યા નથી તો તમારી ગાડીનું રજિસ્ટ્રેશન નહીં થાય.

૨. ગોવામાં મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત, બિહાર સૌથી અસુરક્ષિત

વિદેશી પર્યટકો માટેના સૌથી જાણીતા ગંતવ્ય સ્થાનોમાંથી ગોવા મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત છે. મહિલા સુરક્ષાની બાબતમાં ઘણી બદતર સ્થિતિ ભારતની રાજધાની નવી દિલ્હી છે અને સૌથી નીચેના ક્રમાંકે બિહાર છે.

૩. દિલ્હીમાં કાલથી આંતરરાષ્ટ્રીય ફૂડ મેળાનું આયોજન: 10 લાખ નોકરીઓ ઉભી કરવાનો લક્ષ્યાંક

ખાદ્ય ઉદ્યોગને આકર્ષક રોકાણ યોગ્ય બનાવવા અને ખેડૂતોની આવક બે ગણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂરું કરવાના અથાગ પ્રયત્નોમાં સરકાર લાગી ગઈ છે. ખાદ્ય ઉદ્યોગ મંત્રી હરસિમરત કોર બાદલ વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-2017ના આયોજનને લઈને ઘણા ઉત્સાહિત છે. રાજધાની દિલ્હીના ઈન્ડિયા ગેઈટ પર આવતીકાલથી આયોજિત થનારા ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય ફૂડ મેળા અંગે જાણકારી આપતાં બાદલે કહ્યું કે આગલા ત્રણ વર્ષમાં 10 લાખ રોજગાર આ ક્ષેત્રમાં ઉભા કરવામાં આવશે.

૪. ટાટા ગ્રૂપ સતત પાંચમા વર્ષે પણ દેશની બેસ્ટ બ્રાન્ડ

નવી દિલ્હી: ટાટા ગ્રૂપ સતત પાંચમી વખત દેશની બેસ્ટ બ્રાન્ડ બનીને ઊભરી આવ્યું છે. ભારતીય બિઝનેસ જગતમાં પોતાનું એક અલગ અને આગવું સ્થાન ધરાવનાર ટાટા ગ્રૂપને વર્ષ ૨૦૧૭ના બેસ્ટ ઈન્ડિયન બ્રાન્ડસ રિપોર્ટમાં સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ બ્રાન્ડ કન્સ્લ્ટેશન ફર્મ ઈન્ટર બ્રાન્ડ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવ્યો છે.

૫. ફોર્બ્સની 100 તાકાતવાર મહિલાઓના લિસ્ટમાં પ્રિયંકાને મળ્યું સ્થાન

ભારતની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને પોતાની મહેનત અને સારા અભિનયનું ફળ મળ્યુ છે. પ્રિયંકાનું નામ ફોર્બ્સની 100 શક્તિશાળી મહિલાઓના લિસ્ટમાં સામેલ થયુ છે. ફોર્બ્સના આ લિસ્ટમા પ્રિયંકાને 97મુ સ્થાન મળ્યુ છે.
આ લિસ્ટમાં નંબર 1 પર જર્મીની ચાન્સેલર એન્જેલા માર્કેલ છે. પોપ વર્લ્ડની રાણી બિયોન્સ નોવેલ્સને આ લિસ્ટમાં 50માં, ટેલર સ્વિફ્ટ 64માં અને હેરી પોટરની લેખિકા જેક રોલિંગ 13મા સ્થાને છે. એટલું જ નહિ, પ્રિયંકાના દુનિયાની સૌથી શક્તિશાળી મહિલા એન્ટરટેઈનમેન્ટ અને મીડિયા એન્ટરટેઈનમેન્ટ અને મીડિયા 2017ની લિસ્ટમાં 15મું સ્થાન મળ્યુ છે. ગત વર્ષે બોલિવુડમાં સૌથી વધુ કમાણી કરનારી સ્ટાર્સની લિસ્ટમાં પીસીનું સ્થાન 8માં ક્રમે હતું.
પ્રિયંકા ચોપરા બોલિવુડ બાદ હવે હોલિવુડમાં પણ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. ક્વાંટિકોથી તેને બહુ સારી ઓળખ મળી છે. હાલ તે તેની ત્રીજી સીઝનનું શુટિંગ કરી રહી છે. આ ઉપરાંત તે બે હોલિવુડ ફિલ્મો એ કિડ લાઈક જેક અને ઈજઈન્ટ રોમેન્ટિકમાં પણ જોવા મળશે.

૬. ગાંધીનગરઃ સ્વામિનારાયણ અક્ષરધામને 25 વર્ષ થયા પૂર્ણ, PM મોદીની હાજરીમાં ઉજવાશે મહોત્સવ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના અક્ષરધામ મંદિરના રજયજયંતિની ઉજવણીમાં હાજરી આપવા ગુજરાત આવી રહ્યા છે. બોચાસણવાસી શ્રીઅક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આ મંદિરને 25 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજીત સમારોહમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. વડાપ્રધાન સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.
આંતરરાષ્ટ્રીય:-  

૧. છેડતીના આરોપ બાદ બ્રિટનના સંરક્ષણ મંત્રી માઈકલ ફેલનનું રાજીનામું

લંડન: બ્રિટનના સંરક્ષણ મંત્રી માઈકલ ફેલને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. માઈકલ ફેલને રાજીનામું આપતાં વડા પ્રધાન થેરેસા મેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેમને એવું લાગી રહ્યું છે કે તેમનું વર્તન પોતાના પદને અનુરૂપ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે માઈકલ ફેલને એક મહિલા પત્રકાર દ્વારા કરવામાં આવેલ યૌનશોષણના આરોપ બાદ રાજીનામું આપ્યું છે.
રમત ગમત:-       

૧. રોહિત અને શિખરે T20માં બનાવ્યો સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ

ફિરોઝશાહ કોટલા મેદાન પર ભારતે આખરે ન્યુઝીલેન્ડની ટીમને T20 મેચમાં હરાવી દીધી છે. બન્ને ટીમો વચ્ચે થયેલી 6 મેચોમાં ભારતનો આ પ્રથમ વિજય છે. શિખર ધવન અને રોહિત શર્માની રેકોર્ડ પાર્ટનરશીપે આ વિજયનો પાયો નાંખ્યો હતો ત્યારબાદ ભારતીય બોલર્સે પણ સારો પ્રદર્શન કર્યો જીત પાક્કી કરી લીધી. ન્યુઝીલેન્ડને પહેલી T20મેચમાં 53 રનથી હરાવીને ટીમ ઈન્ડિયાએ આશીષ નેહરાને બિલ્કુલ આદર્શ પરિસ્થિતિમાં વિદાયની ભેંટ આપી.

૨. Pics: IND-NZ ટીમ આવશે આજે રાજકોટમાં, ધોનીની ફરમાઈશનો બનશે નાસ્તો, જુઓ ખાસ તૈયારીઓ

આગામી 4 નવેમ્બરના રોજ રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ યોજાવા જઇ રહી છે. ત્યારે આવતીકાલથી જ રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ બન્ને ટીમ રાજકોટ આવી પહોંચશે. ત્યારે રાજકોટની મહેમાન બનેલ ભારત ક્રિકેટ ટીમ 4 દિવસ ક્યાં રોકાણ કરશે અને તેમના માટે કેવી તૈયારીઓ થઈ રહી છે તે જોઈએ.
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. શનિવારે જાણીતી અભિનેત્રી વિધા બાલન કચ્છની મહેમાન બનેશે

અત્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને આચારસંહિતા લાગેલી હોવાને કારણે પ્રવાસન વિભાગ દ્વારા કોઇપણ પ્રકારની જાકમજોળ વગર જ આજથી રણોત્સવનાે વિધિવત પ્રારંભ કરી દીધો છે. એટલું જનહીં પ્રવાસીઆેનાં આકર્ષણમાં ઉમેરો કરવા માટે આગામી 4થી નવેમ્બરનાં રોજ પૂનમના દિવસે બાેલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન કચ્છનાં સફેદ રણની મુલાકાત લઇને પ્રવાસન વિભાગનું પ્રમોશન કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

૨. ભારતમાં બનશે એફિલ ટાવર કરતા પણ ઊંચો બ્રિજ

જમ્મુ-કશ્મીરમાં ચેનાબ નદી ઉપર વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ બનવા જઇ રહ્યો છે. કે જે અંતિમ ચરણમાં છે. 5 નવેમ્બરે આ પુલ ઉપર 47 મીટર લાંબો આર્ક લગાવવાનું કામ શરૂ થશે. 23 ટન વજન ધરાવતા આર્કને લગાવવા માટે દુનિયાની સૌથી મોટી કેબલ ક્રેન લગાવવામાં આવશે. આ પ્રથમ એવો મોકો છે કે જ્યારે દેશનાં કોઇ બ્રીજને બનાવવા દુનિયાની સૌથી મોટી ક્રેન લગાવવામાં આવશે.
રેલ્વે અધિકારીઓનું માનીએ તો આ પુલ દિલ્હીનાં કુતુબમિનારથી 5 ગણો વધારે ઊંચો હશે. એટલું જ નહીં પેરિસનાં એફિલ ટાવરથી પણ વધારે આની ઊંચાઇ હશે. આ પુલ બારામુલાને ઉધમપુર-કટરા-કાજીગંદનાં જમ્મુનાં માર્ગથી જોડશે. આ પુલ પર થઇને બારામુલાથી જમ્મુ સુધીનો રસ્તો અંદાજે સાડા છ કલાકમાં પાર કરી શકશો. કે હાલમાં આ રસ્તો પાર કરતા તેનાંથી બે ગણો (13 કલાક) સમય વધારે જશે.
આ પુલને બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીનાં પ્રધાનમંત્રીનાં સમયગાળામાં 2002માં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ 2008માં આ કામને અસુરક્ષિત કરાર જાહેર કરતા આ કામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. જો કે 2010માં પુલનું કામ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પુલને હવે નેશનલ પ્રોજેક્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પુલની આસપાસ 250 કિ.મીનાં રસ્તાનું નિર્માણ પણ રેલ્વે વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે. આ રસ્તા પર લગભગ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

અન્ય

૧. ઉપરાષ્ટ્રપતિએ સ્વછતા એવોર્ડ એનાયત કર્યા

છત્તીસગઢઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આ છત્તીસગઢના સ્થાપના દિવસે સેલીબ્રેશન ઓફ છત્તીસઢના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જિલ્લાઓ અને યુએલબીને સ્વચ્છતા સન્માન એવોર્ડ આપ્યા હતા. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યપ્રધાન ડૉ. રમણસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

-પ્રશાંત ભટ્ટ
Educational Point