Wednesday 1 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 02-11-2017

બધા જ કરંટ અફેર્સ પી.ડી.એફ. ફાઈલ માં વાંચવા હોય તો અહી ક્લિક કરો

અહીંથી તમે તારીખ ૦૧-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. નર્સરીથી ધો.12 સુધી ભણાવતાં શિક્ષકો માટે ટેટ અનિવાર્ય

સ્કૂલોમાં હવે નર્સરીથી ધો.12 સુધી ભણાવનારા તમામ શિક્ષકો માટે ટેટ (ટીચર્સ એલિજિબીલિટી ટેસ્ટ) અનિવાર્ય બનશે. અત્યાર સુધી સ્કૂલોમાં આઠમા ધોરણ સુધી ભણાવનારા શિક્ષકો માટે આ નિયમ અનિવાર્ય રાખવામાં આવ્યો હતો. એનસીટીઈ (નેશનલ કાઉન્સીલ ઓફ ટીચર્સ એજ્યુકેશ)એ ટેટને હવે સ્કૂલોમાં ભણાવનારા તમામ શિક્ષકો માટે જરી ગણાવતાં તેને નર્સરથી 12મા ધોરણ સુધી શિક્ષકો માટે અનિવાર્ય બનાવવાની ભલામણ કરી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે પણ આ અંગે રુચિ વ્યક્ત કરી છે.

૨. સરકાર ખીચડીનું બ્રાન્ડ ઇન્ડિયા ફૂડતરીકે પ્રોત્સાહન કરશે

800 કિલો ઉપર ખીચડી ભારત ની પરંપરાગત વાનગી જે ભારતમાં બન્ને ગરીબ અને અમીર લોકો ખાયે છે તેનો વર્લ્ડ રેકોર્ડ બનાવા અને લોકપ્રિય કરવા માટે નવેમ્બર 4ના વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ઇવેન્ટમાં બનાવામાં આવશે.
ખીચડી જેને બનાવા માટે ચોખા, કઠોળ, બરછટ અનાજ અને મસાલાનો ઉપયોગ થાય છે તેને ભારતની વિવિધતામાં એકતા દેખાડવા માટે બ્રાન્ડ ઇન્ડિયા ફૂડ તરીકે પસંદ કરવામાં આવી છે.
એક વિશાળ કઢાઈ લગભગ 1,000 લીટરની ક્ષમતા વારી 800 કિલો ખીચડી બનાવામાં વપરાશે.
આ ખીચડીને પ્રખ્યાત રસોઈયા સંજીવ કપૂર બનાવશે. આ ખીચડીને 60,000 અનાથ બાળકો વચ્ચે પીરસવામાં આવશે.

૩. પાટણમાં આજથી ૭ દિવસીય સપ્તરાત્રી મેળાનો પ્રારંભ

પાટણમાં આવેલ પદ્મનાભ ભગવાન છે જ્યાં આજથી સપ્ત રાત્રી મેળાની શરૃઆત થશે. આ મેળો એવો એક માત્ર છે કે જ્યાં રાત્રીના સમયે જ મેળો ભરાય છે. અહીં પદ્મનાભ ભગવાનની કોઈ મૂર્તિ નથી પણ રેતીના ઢગમાં પૂજાય છે.

સદીઓ જૂનો આ ઐતિહાસિક ધરાવતી પરંપરા આજે પણ પ્રજાપતિ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે. સપ્તરાગી મેળામાં સાત દિવસ સુધી રાત્રીના સમયે ભગવાનની સવારી નીકળશે જે પાવરહાઉસ પાસે આવેલ નરસિંહ ભગવાનના મંદિરે આવી પહોંચશે. આ મંદિરની અનેક ઘણી વિશેષતા છે અને તેમાંય ખાસ કરીને પ્રજાપતિ સમાજ માટે આ અનેરુ મહત્વ હોય છે.

૪. LPGના ભાવમાં થયો વધારો, 1લી નવેમ્બરથી લાગુ

કેન્દ્ર સરકારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલા જ સામાન્ય નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે.
જેમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરોની કિંમતમાં 93 રૂપિયા, જ્યારે સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં સાડા ચાર રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમત 1લી નવેમ્બર એટલે કે બુધવારથી જ લાગૂ થઈ ગઈ છે. જે બાદ સબસિડી વિનાના ગેસ સિલિન્ડરો 93 રૂપિયા મોંઘા થઈ ગયા છે, અને સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર 4.56 રૂપિયા મોંઘા થયા. આ ઉપરાંત ડોમેસ્ટિક એર ટર્બાઈલ ફ્યૂલ એટલે કે જેટ ફ્યૂલની કિંમત પણ 1098 રૂપિયા વધીને 53,143 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ. નવા ભાવ 1લી નવેમ્બરથી લાગૂ થઈ ગયા છે.

૫. કિદામ્બી શ્રીકાંતનું નામ પદ્મશ્રી માટે સૂચવાયું

નવી દિલ્હી: ભારતીય બૅડ્મિન્ટનના નવા સુપરસ્ટાર અને જેના માટે ૨૦૧૭નું વર્ષ સુવર્ણ સાબિત થઈ રહ્યું છે એ હૈદરાબાદ-નિવાસી કિદામ્બી શ્રીકાંતનું નામ ગઈ કાલે પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર માટે સૂચવવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર અને હવે સંસદીય બાબતોના ખાતાનો અખત્યાર સંભાળતા વિજય ગોયલે તેના નામની ભલામણ ગૃહ પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખીને કરી હતી. આ નૉમિનેશન માટેની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર હતી એમ છતાં ગોયલે શ્રીકાંતને વિશિષ્ટ કિસ્સો ગણીને તેના નામની ભલામણ કરી હતી.

૬. ઉત્તરપ્રદેશ: NTPC પ્લાન્ટમાં બૉઇલર ફાટ્યું, 12ના મોત, 350 ઘાયલ

ઉત્તરપ્રદેશમાં રાયબરેલીના ઊંચાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એનટીપીસીમાં મોટી દુર્ઘટના બની છે. ઊંચાહાર એનટીપીસીમાં 500 મેગાવોટના યુનિટ નંબર 6ની બોયલરની સ્ટીમ પાઇપ ફાટવાથી અત્યાર સુધીમાં 12 લોકોના મોત થઇ ચૂકયા છે. આ દર્દનાક દુર્ઘટનામાં 350થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. એનટીપીસીના અધિકારીઓના મતે મૃતકોની સંખ્યા 4 છે, જ્યારે હાજર લોકોના મતે 12 ડેડ બોડી જમીન પર રખાઇ છે.



આંતરરાષ્ટ્રીય:-  

૧. બ્રિટનમાં ઝેરી વાયુને કારણે વર્ષે ૪૦,૦૦૦ લોકોનાં અકાળે મોત

ક્લાઈમેટ ચેન્જ અને વાયુ પ્રદૂષણ આખા વિશ્વ માટે ખતરો સર્જી રહ્યા છે ત્યારે ભારતમાં ઝેરી વાયુનું પ્રદૂષણ ખતરાજનક સપાટીને વટાવી ગયું છે. હવામાં ઓકવામાં આવતા કાર્બનને કારણે ભારતનાં અનેક શહેરો ઝેરી વાયુ પ્રદૂષણના ડેન્જર ઝોનમાં આવી ગયા છે. વર્ષ ૨૦૧૫માં જેરી વાયુ પ્રદૂષણને કારણે ૫.૨૦ લાખ લોકો અકાળે મોતને ભેટયા હતા. લંડનના ધ લેન્સટ કાઉન્ટડાઉન ૨૦૧૭નાં નામથી પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં આ દર્દનાક સત્યનું વરવું સ્વરૃપ રજૂ કરવામાં આવ્યું હતું. વાહનોમાંથી ઓકવામાં આવતા કાર્બન અને કોલસાથી ચાલતા પાવર સ્ટેશનો તથા ઉદ્યોગો દ્વારા ફેંકવામાં આવતાં ધુમાડાને કારણે ઝેરી વાયુનું સ્તર ખતરનાક સ્તરે વધ્યું છે.

૨. પાકિસ્તાનની જેલમાંથી 68 ભારતીય માછીમારોને મુક્ત કરાયા

પાકિસ્તાનની જેલમાંથી 68 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.
આ માછીમારો વાઘા બોર્ડર પહોંચ્યા છે. ત્યાંથી ટ્રેન માર્ગે વડોદરા રવાના થશે. 68 માછીમારો આવતીકાલે વડોદરા પહોંચશે અને ત્યાંથી શુક્રવારે માદરે વતન ગીર સોમનાથ પહોંચશે. પાકિસ્તાને અપહરણ કરેલા 68 માછીમારોને છોડવાનો નિર્ણય લેતાં જ તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.



રમત ગમત:-       

૧. ફૂટબોલ સંઘના અધ્યક્ષપદેથી પ્રફુલ પટેલની છુટ્ટી કરાઈ

નવી દિલ્હીઃ અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (AIFF)ના અધ્યક્ષપદ માટે થયેલી ચૂંટણીને દિલ્હી હાઈકોર્ટે રદ કરી નાખી છે. આ ચૂંટણીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલને ત્રીજી વાર AIFFના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કોર્ટે એવું કહીને ચૂંટણી રદ કરી નાખી હતી કે ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રીય રમત સંહિતાના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.

૨. વર્લ્ડ બિલિયર્ડ્સ: રૂપેશ શાહ, સૌરવ કોઠારીએ બ્રૉન્ઝથી સંતોષ માનવો પડ્યો

લીડ્સ (બ્રિટન): અહીં વર્લ્ડ બિલિયર્ડ્સ લિમિટેડ દ્વારા આયોજિત અને ડબ્લ્યૂબીએલ બિલિયર્ડ્સ (લૉન્ગ અપ) ચૅમ્પિયનશિપ તરીકે ઓળખાતી વિશ્ર્વસ્પર્ધામાં ભારતના રૂપેશ શાહ અને સૌરવ કોઠારીએ બ્રૉન્ઝ મેડલથી સંતોષ માની લેવો પડયો હતો. રૂપેશનો સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડના ડેવિડ કૉઝિયર સામે ૧૨૦૩-૧૨૫૦થી અને કોઠારીનો વર્લ્ડ ચૅમ્પિયન સિંગાપોરના પીટર ગિલક્રિસ્ટ સામે ૪૩૨-૧૨૫૦થી પરાજય થયો હતો. ઉ

૩. INDvsNZ-T-20 : ધમાકેદાર જીત સાથે આશીષ નેહરાની વિજયી વિદાય

વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ૫૩ રને વિજય મેળવી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામેની હારનો ક્રમ તોડયો હતો. ભારતે આ જીત સાથે સિનિયર ઝડપી બોલર આશીષ નેહરાની વિદાયને પણ ભવ્ય બનાવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં રોહિત અને ધવનના 80-80 રનની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 202 રન બનાવ્યા હતા. 203 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 149 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી લાથમે સર્વાધિક ૩૯ રન બનાવ્યા હતા જ્યારે વિલિમયસને 28 અને સેટનરે અણનમ 27 રન બનાવ્યા હતા.

૪. શૂટિંગમાં ભારતની ક્લીન-સ્વીપ, ત્રણેય મેડલ પર કબજો

બ્રિસ્બેન: અહીં કૉમનવેલ્થ શૂટિંગમાં ભારતે જબરદસ્ત પર્ફોર્મન્સ જાળવી રાખ્યો છે. ગઈ કાલે પુરુષોની ૧૦ મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં તેમ જ મહિલાઓની ૧૦ મીટર રાઇફલ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ખાસ કરીને, ૧૦ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતે કમાલ કરી હતી. ટોચના ત્રણેય મેડલ પર ભારતીયોએ કબજો કર્યો હતો. ભારતીય હવાઈ દળના શાહઝાર રિઝવીએ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો, જ્યારે ઓમકાર સિંહે સિલ્વર મેડલ અને જિતુ રાયે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત 100માં ક્રમે

વર્લ્ડ બેન્કના અહેવાલમાં ભારતુનં સ્થાન સુધર્યુ છે પણ GST ને ધ્યાનાં લીધા પહેલાનો આ અહેવાલ છે.

વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસરેન્કિંગમાં ભારત 30 સ્થાનના કૂદકા સાથે 100મા ક્રમે આવી ગયું છે. ટેક્સમાં સુધારા, લાઇસન્સિંગની સરળ પ્રક્રિયા, રોકાણકારોનું રક્ષણ અને બેન્કરપ્સીના ઉકેલના કારણે ભારતનું સ્થાન સુધર્યું છે.

GST અને નોટબંધી વિશે એક વર્ગમાં નરેન્દ્ર મોદી સરકાર સામે નારાજગી છે ત્યારે આ રેન્કિંગથી સરકારની છબિ સુધારવામાં મદદ મળશે.


વર્લ્ડ બેન્કે તેના વાર્ષિક અહેવાલ ડુઇંગ બિઝનેસ ૨૦૧૮: રિફોર્મ્સ ટુ ક્રિયેટ જોબમાં જણાવ્યું છે કે 2003થી અત્યાર સુધીમાં 37 સુધારા થયા તેમાંથી લગભગ અડધા સુધારા છેલ્લાં ચાર વર્ષમાં લાગુ કરાયા છે.
૨. મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
ફોર્બ્સ તરફથી બહાર પાડવામાં આવેલી રિયલ ટાઇમ બિલિયનર્સની યાદીમાં 42.1 અબજ ડોલર સાથે ચીનના હુઈ કા યાનને પછાડીને મુકેશ અંબાણી એશિયામાં અમીરોની યાદીમાં સૌથી ટોચ પર પહોંચી ગયા છે. બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1.22 ટકાનો ઉછાળો આવ્યો અને તે 952.30 રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. જેથી મુકેશ અંબાણીની વ્યક્તિગત સંપત્તિમાં 466 મિલિયન ડોલરનો વધારો થયો છે. બીજી તરફ ચીનના એવરગ્રેન્ડ ગ્રુપના ચેરમેન હુઇ કા યાનની સંપત્તિ 1.28 બિલિયન ડોલર ઘટીને 40.6 અબજ ડોલર થઇ ગઇ છે.
જો કે, દુનિયામાં અમીરોની યાદીમાં મુકેશ અંબાણી 14માં સ્થાને છે. આ યાદી કારોબારીઓની સ્ટોક હોલ્ડિંગ અને રિયલ ટાઇમ એસેટ્સના આધારે તૈયાર કરવામાં આવી છે.

૩. આવક ૧ લાખથી વધારે હોય તો ૩૦ ટકા વેરો ચૂકવવો ફરજિયાત

ઈન્કમટેક્ષ બાર એશોશીએશનનાં દિવ્યકાંત સલોત જણાવે છે કે ઓડીટને પાત્ર કંપનીઓનાં ઓડિટ રિપોર્ટ અને રિર્ટન ફાઈલ કરવાની મુદત ૩૧ હતી તે સાતમી નવેમ્બર સુધી લંબાવેલ છે. આવકવેરા ધારાની કલમ ૪૪ એબી હેઠળ ઓડિટને પાત્ર બનતી અને ર્વાિષક ટર્ન ઓવરમાં ૮ ટકાથી નેટ નફો ઓછો દર્શાવે તો તેવી કંપનીઓ માટે રિર્ટન ફાઈલ કરવાની મુદત વધારેલ છે.


અન્ય

૧. 'ખીચડી' બનશે ભારતનું રાષ્ટ્રીય ખાણુ, 4થી નવેમ્બરે ઉજવાશે 'ખાદ્યદિવસ'

ખીચડી ગુજરાતના લગભગ દરેક ઘરમાં બનતી જ હશે.વળી ખીચડી એ એક એવું ભોજન છે જે ગરીબોને પણ પરવડે તેવું છે. આ ખીચડી દેશ-વિદેશમાં પ્રખ્યાત થઇ ચૂકી છે. ત્યારે હવે ખીચડીને રાષ્ટ્રીય ખોરાકનું સન્માન મળવા જઇ રહ્યું છે.

દાળ-ચોખા અને અન્ય મસાલાઓથી બનેલી ખીચડી હવે દેશનું રાષ્ટ્રીય ભોજન બનવા જઇ રહી છે. 4 નવેમ્બરના રોજ દિલ્હીમાં ખાદ્ય દિવસ ઉજવવામાં આવશે. જેમાં ખીચડીને દેશનું સુપર ફૂડ જાહેર કરવામાં આવશે.

મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગે ખીચડીને ભારતીય ભોજન તરીકે રજૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મંત્રાલયે એવો તર્ક આપ્યો હતો કે અમીર હોય કે ગરીબ ખીચડી દરેકને પસંદ આવે છે. એક રીતે ખીચડી એ વ્યંજનોનો રાજા છે. ખીચડી સ્વાસ્થય માટે પણ લાભકારક છે. ઓછા ખર્ચે ટૂંક સમયમાં જ જલદીથી તૈયાર થઇ જાય છે.

ખાદ્ય દિવસ પર 4800 કિલોની ખીચડી તૈયાર કરવામાં આવશે. જેનો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ્સ રેકોર્ડમાં સમાવેશ થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડૂ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે જણાવ્યું છે કે ખીચડીને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે માર્કેટિંગ રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point