Tuesday 31 October 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 31-10-/01-11-2017

અહીંથી તમે તારીખ ૩૧ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. વિક્ટરથી સુરત, હજીરા રો-રો ફેરી શરૂ કરાશે

રાજુલા-જાફરાબાદના દરિયાકાંઠે કોસ્ટલ બેલ્ટમાં લોકો માટે વધુ એક સેવા ઓમ સાંઈ નેવિગેશન પ્રાઈવેટ કંપની દ્વારા વિક્ટરથી સુરત-હજીરા સુધી લોકોને લાભ મળશે તેમજ વિક્ટરથી ત્રિભકો હજીરા સુધીની ઈકો ફ્રેન્ડલી સર્વિસ અપાશે.જેમાં વિક્ટરથી ભાવનગર સોમનાથ કોસ્ટલ બેલ્ટ નેશનલ હાઈવે નં.૮-ઈ સાથે જોડી દેવાતા લોકોને અત્યંત આધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ફેરી સર્વિસનો લાભ મળશે. તેથી અંતર અને ખીસ્સા ખર્ચ પણ ઘટશે. સુત્રો દ્વારા મળેલ પ્રાપ્ત વિગત પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે હાલનું અંતર રર કલાકનું છે તે ઘટીને દરિયાઈ માર્ગે માત્ર ૭ કલાકનું થશે અને દરિયાઈ માર્ગે પરિવહનની સુવિધા પણ મળી રહેશે. રો-રો ફેરી સર્વિસ સાથે વેશલ એન્જીનવાળો ટ્રક પણ પરિવહનની સેવા આપશે. આ સેવા પોર્ટ વિક્ટરથી ૪ કિલોમીટર ગુડ રોડ સાથે કનેક્ટીવીટી આપી જોડાશે. હાલ ભુમી માર્ગે રર કલાકની જગ્યાએ દરિયાઈ માર્ગે માત્ર ૭ કલાક અને ભૂમિ માર્ગે પ૧૯ કિલોમીટર ઘટીને દરિયાઈ માર્ગે ૧ર૩ કિલોમીટર અંતર સાથે ટ્રકનું એંધાણ ભુમી માર્ગે ૯૮૦૦નું વપરાય તેને બદલે દરિયાઈ માર્ગે કોઈ ખર્ચ થશે નહીં. આમ જનતાને આર્થિક રીતે જિલ્લાભરને ફાયદો થશે. ઉપરાંત રપ કર્મચારીઓના સ્ટાફ સાથે મલ્ટીપલ ટ્રક સાથે સેવા મળી રહેશે. હાલ ઓમ સાંઈ નેવિગેશન દ્વારા રો-રો ફેરી શરૂ કરવા આખરીઓપ અપાઈ રહ્યો છે અને આ સર્વિસથી કોસ્ટલબેલ્ટ એક બીજાની સાથે જોડાશે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિવહન શક્ય બનશે જેનો લોકોને ભરપુર ફાયદો થશે.

૨. આદિત્યનાથને મારી નાખવાની ધમકી : તપાસ ATSને સોંપાઈ

દિલ્હી પોલીસને તાજેતરમાં એક અજાણી વ્યક્તિનો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનની હત્યા કરવાની ધમકી આપતો ફોન મળ્યો હતો તેની તપાસ ઉત્તરપ્રદેશ પોલીસની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ને સોંપી દેવાઈ છે.

૩. ઇન્ફોસિસના CEO પદેથી વિશાલ સિક્કાનું રાજીનામું

પ્રમોટરોની સાથે સતત ચાલી રહેલા વિવાદના કારણે વિશાલ સિક્કાએ ઇન્ફોસીસના એમડી અને સીઇઓના હોદ્દા પરથી આખરે રાજીનામુ આપી દીધુ છે. તેમની જગ્યાએ યુબી પ્રવીણ રાવન કંપનીના વચગાળાના એમડી બનાવવામાં આવ્યા છે. વિશાલ સિક્કાનુ રાજીનામુ તરત અસર સાથે સ્વીકારી લેવામાં આવતા પ્રમોટરમાં અને કોર્પોરેટ જગતમાં આજે સવારે ચર્ચા જોવા મળી હતી. હકીકતમાં કંપનીમાં કામકાજની સંસ્કૃતિમાં ફેરફાર, પગાર વધારા, નોકરી છોડનાર કર્મચારીઓની વધતી સંખ્યાને લઇને સતત પ્રશ્નો ઉઠી રહ્યા હતા. ખાસ કરીને કંપનીના સહ સ્થાપક નારાયણ મુર્તિએ આ મુદ્દાને ઉઠાવ્યા હતા. કંપનીના પૂર્વ સીઇઓ રાજીવ બંસલને મળેલા સેવરેન્સ પેને લઇને પણ જોરદાર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. બીજા બાજુ વિશાલ સિક્કાએ રાજીનામા સાથે સંબંધિત પત્રમાં સતત સારા કામની સતત અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કામમાં સતત અડચણો ઉભી કરવામાં આવી રહી હતી. વિશાલ સિક્કાએ બોર્ડને લખવામાં આવેલા પોતાના રાજીનામાના પત્રમાં પોતાની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે કંપનીમાં પોતાની પોસ્ટને છોડવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. સિક્કાએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, ત્રણ વર્ષમાં શાનદાર ઉપલબ્ધી હાસલ કરવામાં આવી હોવા છતાં તેમની કામગીરીમાં સતત અડચણો ઉભી કરવામાં આવી રહી હતી. 

૪. ગુજરાતમાં હવે ત્રીજા મોરચાની શક્યતાઓ, બાપુ ભાજપના જુનાજોગીઓ સાથે હાથ મીલાવશે

ગુજરાતની આગામી ચૂંટણી પણ 1995નું સ્વરૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ મુક્ત દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ અગાઉ એનસીપીના પ્રફૂલ્લ પટેલ, યોગેન્દ્ર મકવાણા, પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા, વિધ્યુત ઠાકર તથા દશરથ પટેલ સહિતના આગેવાનો એક બીજા સાથે હાથ મીલાવીને ગુજરાતમાં ત્રીજો મોરચો ખોલી શકે છે. આ મોરચામાં નીતિશકુમારનું પણ સમર્થન મળી શકે તેમ છે. ગઈકાલે અમદાવાદમાં એક કદાવર નેતાના બંગલે મીટીંગ મળ્યાનું અને આ અંગે ચર્ચા પણ થયાનું મનાય છે.

૫. નારાયણ રાણે મિનિસ્ટર બનશે : દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે નારાયણ રાણે NDAમાં જોડાયા છે. તેઓ BJPના ક્વોટામાંથી મિનિસ્ટર બનશે. નારાયણ રાણેને શિવસેનાના ક્વોટામાંથી પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવતો હોય તો શિવસેના વાંધો ઉઠાવી શકે છે, પરંતુ શિવસેના છોડ્યા બાદ નારાયણ રાણે દસ વર્ષ સુધી કૉન્ગ્રેસમાં હતા. અમે હંમેશાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો આદર કરીએ છીએ અને સેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે મારાથી ઉંમર અને પદ બન્ને રીતે સિનિયર છે, પરંતુ ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં પબ્લિકે કઈ પાર્ટી સિનિયર છે એ નક્કી કર્યું હતું. BJP અને શિવસેના વચ્ચેનાં બધાં જોડાણ વિધાનસભાની ચૂંટણી બાદની પોઝિશનના આધારે નક્કી થઈ રહ્યાં છે.


આંતરરાષ્ટ્રીય:-  

૧. બાંગ્લાદેશના વડાં પ્રધાન `શહીદથતાં બચ્યા , 11 જેલમાં ગયા

બાંગ્લાદેશની એક અદાલતે ૨૮ વર્ષ અગાઉ વડાં પ્રધાન શેખ હસીનાનાં પારિવારિક રહેઠાણ પર તેમની હત્યા કરવાની કોશિશ કરનાર ૧૧ જણને ૨૦ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઢાકા ટ્રિબ્યૂનના સમાચાર પ્રમાણે ૧૯૮૯માં એ દિવસે હસીનાનાં ઘર પર બોંબવિસ્ફોટ કરનાર આરોપીને ઢાકાની અદાલતે જનમટીપની સજા સંભળાવી.

૨. ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર બની ભીષણ દુર્ઘટના, 200 લોકો મોત

નવી દિલ્લી: ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટ પર થયેલી એક દુર્ઘટનામાં 200 લોકો માર્યા ગયા છે, જ્યારે 100થી વધુ લોકો સુરંગોમાં ફસાયા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે રેડિયોએક્ટિવ લીકનો ખતરો વધી ગયો છે.

૩. દુનિયામાં વધુ એક દેશનો થયો ઉમેરો, નવા દેશવાસીઓ ઉતરી પડ્યા રસ્તા પર

કેટલોનિયાની સંસદે શુક્રવારે સ્પેનથી આઝાદીની ઘોષણા કરી પોતાને પ્રજાસત્તાક દેશ જાહેર કરી દીધો હતો. કેટલોનિયા આઝાદીની જાહેરાત ન કરે તે માટે આ પેટા સ્વાયત્ત પ્રદેશને સીધાં શાસન તળે લાવવાના સ્પેન સરકાર પ્રયાસ કરે તે પહેલાં જ કેટાલોનિયાની સંસદે આ ઠરાવ પર મતદાન કરી પસાર કરી દીધો હતો. શુક્રવારે કેટલોનિયાની સંસદમાં આઝાદીના પ્રસ્તાવ પર મતદાન હાથ ધરાયું હતું, જેમાં 70 સાંસદોએ આઝાદીની તરફેણમાં જ્યારે 10 સાંસદોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બે સાંસદ ગેરહાજર રહ્યા હતા, જ્યારે વિપક્ષના સાંસદોએ ઠરાવનો વિરોધ કરતાં 135 સભ્યોની સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો, જોકે કેટલોનિયાની સંસદમાં પસાર કરાયેલા ઠરાવને સ્પેન સરકાર અથવા વિદેશી સરકારો દ્વારા માન્યતા અપાય તેવી કોઈ સંભાવના નથી.


રમત ગમત:-

૧. ભરૂચની 3 યુવા ક્રિકેટરોની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઇ

ભરૂચઃ શહેર તથા જિલ્લાના ક્રિકેટરો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહયાં છે. હવે તેમાં મહિલા ક્રિકેટરો પણ બાકાત રહી નથી. ગાંધીનગર ખાતે વિનુ માંકડ અને સી.કે.નાયડુ ટ્રોફી માટે યોજાયેલા કેમ્પમાં ભરૂચની ત્રણ યુવતી અને એક યુવકની પસંદગી કરવામાં આવી છે. ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન તરફથી યુવા ક્રિકેટરોને સારૂ પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે અને ખેલાડીઓ તેમનું કૌશલ્ય બતાવી રહયાં છે. તાજેતરમાં રાજયના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ તરફથી વિનુ માંકડ અને સી.કે.નાયડુ ટ્રોફી માટે સીલેકશન કેમ્પ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. સ્ટેટ સીલેકશન કેમ્પમાં ભરૂચના ચાર ખેલાડીઓની પસંદગી થઇ છે. જેમાં ભાઇઓમાં અંડર - 14માં હેત જોષી જયારે મહિલા ટીમ માટે અંડર -17માં લુબના હાજી, કશિશચણાવાલા અને ખુશી મારવાડીનો સમાવેશ થાય છે. ખેલાડીઓ હવે જામનગરમાં યોજાનારા કેમ્પમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ત્યાર બાદ તેઓ નેશનલ કક્ષાએ મધ્યપ્રદેશના ખંડવામાં મેચ રમવા જશે. ચારેય ખેલાડીઓને ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશને શુભેચ્છા આપી છે.

૨. જસપ્રીત બૂમરાહે વન ડેમાં પૂરી કરી 50 વિકેટ

ભારતીય ઝડપી બોલર જસપ્રીત બૂમરાહે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પૂરી કરી છે.
કાનપુરના ગ્રીન પાર્ક મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે વન ડે સિરીઝની ત્રીજી મેચમાં કીવી ઓપનર માર્ટિન ગુપ્ટિલને આઉટ કરીને બૂમરાહે આ સિદ્વિ હાંસલ કરી હતી. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરવાના મામલામાં બૂમરાહ આ સાથે બીજા નંબર પર પહોંચી ગયો છે. તેણે પોતાની 28મી વન ડે મેચમાં પોતાની 50મી વિકેટ હાંસલ કરી છે.

૩. કાનપુરમાં રોહિતનું બેટ ચાલ્યું, નોંધાવ્યા 3 મોટા રેકોર્ડ

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ફરી એક વખત ભારતીય ઓપનર બેટસમેન રોહિત શર્મા ઝળક્યો હતો. રોહિત શર્માએ 138 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 147 રન બનાવ્યા હતા. આ સાથે તેણે ત્રણ મોટા રેકોર્ડ્સ પણ બનાવ્યા હતા.



        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. વીમા વગરનું વાહન, હવે સરકાર નહીં કરે સહન

સમગ્ર દેશમાં તામામ વાહનોનો વીમો ઊતરાવેલો જરૃરી છે. જો ગાડીનો ફુલ વીમો ન કરાવી શકો તો થર્ડ પાર્ટી વીમો કરાવવો જરૃરી છે. વીમા વિનાનાં વાહનનું ડ્રાઇવિંગ ગુનો છે. સરકારે એક નવી યોજના બનાવવાનું નક્કી કર્યું છે જેથી વીમા વિનાનાં વાહનો રસ્તાઓ પર ન હોવાં ટ્રાન્સપોર્ટ મંત્રાલયે વીમા કંપનીઓ પાસેથી વિગત માગી છે, જેથી વીમા વિનાનાં વાહનો પકડવામાં સરળતા રહેશે. મંત્રાલય તમામ ડેટા એક પ્લેટફોર્મ પર નાખશે. તમામ રાજ્યો અને સંબંધિત તંત્ર ડેટા મેળવી શકશે અત્યારે પરિસ્થિતિ એવી છે કે વીમાની ચકાસણી માટે વાહનચાલક પાસેથી દસ્તાવેજો માગીને ચકાસણી થાય છે જેમાં સમય લાગે છે.


અન્ય

૧. દેશમાં વેચાતા 76 ટકા એલઇડી બલ્બ જોખમી હોવાનો ધડાકો

સરકાર એલઇડીના વેચાણને પ્રોત્સાહન આપવા અનેક સ્કીમો લાવી રહી છે તેની વચ્ચે એક ચિંતાજનક સમાચાર એ છે કે ભારતમાં વેચાતા ત્રણ-ચતુર્થાંશ લાઇડ ઇમિટિંગ ડિઓડ (એલઇડી) બલ્બ્સ ઉપયોગમાં જોખમી છે. ભારતના એક અબજ ડોલર (આશરે 6500 કરોડ)ના બજારમાં 76 ટકા બલ્બ ખામીયુક્ત હોવાની બાબત ચિંતા જન્માવે છે. આ બલ્બ્સ સરકારના ગ્રાહક સલામતીના ધોરણોનું પાલન કરતા નથી તેમ એક માર્કેટ રિસર્ચ સંસ્થા નિલ્સને એક સર્વેમાં સોમવારે જણાવ્યું હતું. અમદાવાદ, મુંબઇ, હૈદરાબાદ અને નવી દિલ્હીના 200 જેટલા ઇલેક્ટ્રિકલ છૂટક વેચાણકેન્દ્રોનો જુલાઇમાં અભ્યાસ કયર્િ બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં જણાવાયું છે કે આ બલ્બ્સ જોખમી છે. રાજધાની દિલ્હીમાં આવા બલ્બ્સની સંખ્યા સૌથી વધુ છે અને ત્યાં સરકારના ધોરણોનું સૌથી વધુ ભંગ થયાનું જણાવાયું છે. ખરાબ પેદાશોને કારણે સરકારની વેરાની આવક ઘટી રહી છે, રોકાણના હેતુઓને અસર થઇ રહી છે. તે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ફિલોસ્ફીની વિરૂદ્ધમાં છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point