Sunday 29 October 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 30-10-2017

અહીંથી તમે તારીખ ૨૯ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. મુખ્યમંત્રી મોદી આજે કર્ણાટકની એક દિવસની મુલાકાતે

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉઝાયરે, બેંગલુરુ અને બિદરમાં વિવિધ કાર્યોમાં ભાગ લેવા માટે કર્ણાટકમાં જશે.
મોદીના કાર્યક્રમોનું સંકલન કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન રાજ્યમાં ત્રણ સ્થળોએ સાત-આઠ કાર્યોક્રમ માં ભાગ લેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોદીપશ્ચિમ દરિયાકિનારાના ઉઝાયરે, ધરમસ્થળ પાસેના એક નાના શહેરમાં 12 લાખ પ્રધાનમંત્ર જન ધન યોજના (પીએમજેડીવાય) એકાઉન્ટ ધારકોને રુપે કાર્ડ આર્પણ કરશે.

૨. આજે વર્લ્ડ સ્ટ્રોક ડે: અદ્યતન જીવનશૈલીથી સ્ટ્રોકના દર્દીઓમાં ચિંતાજનક વધારો

- ગુજરાતમાંથી વર્ષે સરેરાશ 600થી વધુ લોકો સ્ટ્રોકનો શિકાર બનતા હોય છે

- ભારતમાં દરરોજ સરેરાશ 45૦૦ વ્યક્તિઓને સ્ટ્રોકનો હૂમલો: નાની વયના લોકોમાં સ્ટ્રોકનું પ્રમાણ વધ્યું

૩. મન કી બાત: PM મોદીએ સરદાર પટેલ, નહેરુ-ઈન્દિરાને કર્યાં યાદ, લોકોને કરી ખાસ અપીલ

આધુનિક ભારતનો પાયો રાખનારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી આવી રહી છે. આ અવસરે તેમણે કહ્યું કે તેઓ જટિલમાં જટિલ સમસ્યાનો વ્યવ્હારિક ઉકેલ લાવવામાં મહારથ ધરાવતા હતાં. તેમના પ્રયત્નોના કારણે જ આધુનિક ભારતનું સ્વરૂપ સાકાર થઈ શક્યું. તેમનો જન્મદિવસ આપણે રાષ્ટ્રીય એક્તા દિવસના રૂપે મનાવીએ છીએ. તેમની જયંતીના અવસરે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવશે. દેશભરના લોકો અને દરેક વર્ગના લોકો તેમાં સામેલ થશે. મારી લોકોને અપીલ છે કે આપસી સદ્ભાવના આ ઉત્સવ રન ફોર યુનિટીમાં લોકો ભાગ લે.
સરદાર પટેલે એક ઉદ્દેશ્ય નિશ્ચિત કર્યો હતો અને તેઓ તેના પર આગળ વધતા ગયાં. તેમણે કહ્યું હતું કે જાતિ અને પંથનો કોઈ ભેદ આપણને રોકી શકશે નહીં. આપણે બધાએ આપણા દેશને પ્રેમ કરવો જોઈએ.

– 31 ઓક્ટોબરના રોજ ઈન્દિરા ગાંધી આ દુનિયા છોડીને ગયાં. સરદાર પટેલજીએ ભારતને એક સૂત્રમાં પરોવવાની બાગડોર સંભાળી હતી.

પરિવારજનો જાગરૂકતાપૂર્વક બાળકોને શિક્ષણ આપે. તેમને સ્વસ્થ રહેવાના પાઠ ભણાવે.

યોગ લાઈફસ્ટાઈલ ડિસોર્ડરથી બચાવવામાં મદદરૂપ થશે.

૪. PM મોદી કર્ણાટકના એક દિવસીય પ્રવાસે: 'રૂપે કાર્ડ'નું કરશે વિતરણ

- 110 કિલોમીટર લાંબી રેલ્વે લાઈનનું ઉદ્ઘાટન કરશે

- વડાપ્રધાને 800 વર્ષ જૂના મંદિરમાં ભગવાન મંજૂનાથના કર્યા દર્શન

મોદીએ સૌને ડિજીટલીકરણ કરવાની સલાહ આપી અને બધાને રૂપે કાર્ડનો ઉપયોગ કરવાનુ કહ્યું. જેનાથી સરકાર દ્વારા આપવામાં આવતી સહાયતા સાચા લોકોના હાથમાં આવે. તેમણે જણાવ્યું કે પહેલા રૂપિયા જરૂરિયાતમંદોના હાથમાં પહોંચાડી શકાતા નહોતા પણ હવે પહોંચી રહ્યા છે અને 57 હજાર કરોડ અત્યાર સુધી ખોટા હાથોમાં હતા. જેને તેમણે અટકાવી દીધા છે. આવા લોકોને તેમની સરકાર પસંદ આવતી નથી. તેમણે કહ્યું કે તેમના માટે દેશ પ્રાથમિકતા છે. વડાપ્રધાને કહ્યું હુ રહુ કે ના રહે પરંતુ દેશને બરબાદ થવા દઈશ નહી.

આંતરરાષ્ટ્રીય:-  

૧. રોબોટને નાગરિકતા આપનાર સાઉદી પ્રથમ દેશ બન્યો, મશીને કહ્યું- આભાર

રિયાદઃસાઉદી અરેબિયા રોબોટને નાગરિકતા આપનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. સાઉદી અરેબિયાની પબ્લિક રિલેશન અફેર્સ સમિતિએ પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર આની જાહેરાત કરી છે. સમિતિએ લખ્યું કે રોબોટ સોફિયા દુનિયાનો પ્રથમ રોબોટ છે, જેને સાઉદી અરેબિયાની નાગરિકતા મળી છે.નાગરિકતા મળવા અંગે રોબોટ સોફિયાએ આભાર માનતા જણાવ્યું કે હું વિશિષ્ટ ગૌરવ પર બહુ સન્માનિત મહેસૂસ કરી રહી છું. પહેલી વાર રોબોટને નાગરિકતા સાથે ઓળખવાનું ઐતિહાસિક છે. હું લોકોમાં વિશ્વાસ વધારવાનું કામ કરીશ.
સ્પીકર તરીકે ભાગ લઈ રહી છે રોબોટ સોફિયા
સોફિયા રિયાધમાં યોજાઇ રહેલા ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ સંમેલનમાં સ્પીકર તરીકે ભાગ લઇ રહી છે. તેમાં દેશના આધુનિકીકરણ માટે રોકાણ વધારવા અંગે ચર્ચા થઇ રહી છે. સંમેલનમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે દેશને આધુનિક બનાવવાની યોજના હેઠળ તેઓ ઉદાર ઇસ્લામની વાપસી ઇચ્છે છે. રોબોટ સોફિયા માનવીઓ વચ્ચે તેમની જેમ રહેવા માટે બનાવવામાં આવી છે. સોફિયાને હોંગકોંગની હેનસ રોબોટિક્સે બનાવ્યું છે.
આ છે સોફિયાની ખાસિયત
- ચહેરા પર આવનારા હાવ-ભાવ ઓળખીને કોઇની સાથે પણ સામાન્ય વાતચીત કરવામાં સક્ષમ છે.
- તેમાં માનવીની જેમ અલગ-અલગ ઇમોશન્સ પણ છે.
- આપણી આંખો ભારે કે ધીમા પ્રકાશના હિસાબે બદલાય છે, એવી રીતે સોફિયાની પણ આંખો બનાવવામાં આવી છે.
- ટોક શોમાં રોક, પેપર, સિજરગેમ જીતી ચૂકી છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સે ઘણા પ્રકારના પ્રશ્નો પૂછ્યા
- એક યુઝરે લખ્યું કે સોફિયાના કોઇ ગાર્ડિયન નથી. ના, મોઢું ઢાંકે છે. શું તે બુરખો પણ પહેરશે?
- પત્રકાર મુર્તઝા હુસેને લખ્યું કફાલા વર્કર્સ અને અહીંના વિદેશીઓથી પહેલા રોબોટને નાગરિકતા આપી દીધી.
- લેબેનોનના પત્રકાર કરીમ ચહાયબે લખ્યું કેવો જમાનો આવી ગયો છે. લાખો લોકોની કોઇ ઓળખ નથી અને રોબોટને નાગરિક બનાવી દીધો.
-સોફિયા કોલ્સ ફોર ડ્રોપિંગ ગાર્જિયશિપ’ 20 હજાર વાર રિટિ્વટ.

૨. મોદી સરકારે પાકિસ્તાની હિંદુઓને આપી ભેટ, લાંબા ગાળાના વિઝા સાથે પ્રોપર્ટી ખરીદવાની આપી મંજૂરી

નવી દિલ્લી: ભારત સરકારે પાકિસ્તાનના હિંદુઓને મોટી ભેટ આપી છે. મોદી સરકારે 431 પાકિસ્તાની નાગરિકોને લાંબા ગાળાના વિઝા જારી કર્યા છે. તેની સાથે આ પાક નાગરિકોને પાન અને આધાર કાર્ડ મેળવી શકશે.તેમને સંપત્તિ ખરીદવાનો પણ અધિકાર રહેશે.

૩. આ વ્યક્તિ પાસે છે અધધ સંપત્તિ કે જેનાથી ખરીદી શકે ભારતના 27 રાજ્યોઃ ફોર્બ્સ

વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ઇ કોર્મસ કંપનીનો સંસ્થાપક અને સીઇઓ જેફ બેજૉસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બેજૉસ એક વાર ફરીથી માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સને પાછળ રાખીને પ્રથમ સ્થાને આવ્યા છે.
ફોર્બ્સના એક અહેવાલ મુજબ એમેઝોનના શેરમાં 2 ટકાના વધારાથી બેજૉસની કુંલ સંપત્તિમાં 80 કરોડ ડોલરનો નફો થયો છે. અને તે વિશ્વનો સૌથી અમીર શખ્સ બની ગયા છે. તેમની સંપત્તિ વધીને 90.6 અરબ ડોલર થઈ ગઈ છે. જે બિલ ગેટ્સની સંપત્તિ 90.1 અરબ ડલોર કરતા થોડી વધારે છે. જોકે 2017ના રેકિંગમાં બિલ ગેટસનું નામ સૌથી ઉપર છે.

રમત ગમત:-

૧. સ્વિસ ઈનડોર ટેનિસ ઓપન: રોજર ફેડરર અને ડેલ પોટ્રો ફાઇનલમાં

બાસેલઃ સ્વિટ્ઝર્લેન્ડનો રોજર ફેડરર સ્વિસ ઇનડોર ટેનિસ ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો છે. ફેડરરે સેમિ ફાઇનલમાં બેલ્જીયમના ડેવિન ગોફિન સામે 6-1, 6-2થી આસાન વિજય મેળવ્યો હતો. વર્ષે ટાઇટલ જીતી ચુકેલા ફેડરરે 2017માં આઠમી વખત સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફેડરર હાલ રેન્કિંગમાં બીજા ક્રમાંકે છે. જો તે વર્ષમાં બે ટાઇટલ જીતી લેશે તો નંબર વન બની શકે છે. જોકે નંબર વન રાફેલ નાદાલ કોઈ ટાઇટલ જીતે તો આમ બનશે. બીજી સેમિ ફાઇનલમાં આર્જેન્ટિનાના માર્ટિન ડેલ પોટ્રોએ ક્રોએશિયાના મારિન સિલિચ સામે 6-4, 6-4થી વિજય મેળવ્યો હતો.

૨. INDvsNZ: અનોખી સિદ્ધિ મેળવીને વિરાટ બન્યો વર્લ્ડનો પહેલો બેટ્સમેન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં સીરીઝની ત્રીજી મેચ અને નિર્ણાયક મેચમાં વિરાટે પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી નાંખ્યો હતો. વિરાટ કોહલીએ મેચમાં શતકીય ઈનિંગ રમીને સૌથી ફાસ્ટ 9000 રન પૂરા કરનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે.

૩. હૉકી: ભારતીય ટીમે સુલ્તાન જોહોર કપનો બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતની પુરુષ જૂનિયર હૉકી ટીમે સુલ્તાન જોહોર કપ ટૂર્નામેન્ટની સાતમી લીગમાં રવિવારે યજમાન મલેશિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો.

૪. કિદામ્બી શ્રીકાંત બન્યો ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝ વિજેતા

પેરિસ  ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આ વર્ષમાં એનું જોરદાર ફોર્મ જાળવી રાખીને આજે જાપાનના કેન્તા નિશીમોતોને મેન્સ સિંગલ્સ ફાઈનલમાં 21-14, 21-13થી હરાવીને ફ્રેન્ચ ઓપન સુપરસિરીઝ ટાઈટલ જીતી લીધું છે.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. Virat Kohli ના નામે થઈ આ ઉપલબ્ધી, આ મામલે મેસી ને પાછળ છોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન Virat Kohli અત્યારના સમયમાં શાનદાર ફોર્મમાં છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી છે અને દરેક સીરીઝની સાથે નવા રેકોર્ડ પોતાના કરી રહી છે.
તે દિવસે દિવસેને નવી સિદ્ધિઓ મેળવી રહ્યા છે. રેકોર્ડના સિવાય વિરાટ કોહલીએ હવે કમાણીની બાબતમાં પણ દુનિયાના મોટા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

૨. નવાઝુદ્દીન સિદ્દીકી જન સ્મોલ ફાઈ. બેંકનો બ્રાંડ એમ્બેસેડર નિમાયો

જનલક્ષ્મી ફાઈનાન્શિયલ સર્વિસીસ ભારતમાં સૌથી વિશાળ એમએફઆઈ છે અને ટૂંક સમયમાં તેની કામગીરી જન સ્મોલ ફાઈનાન્સ બેન્ક તરીકે શરૂ થવાની છે. આ સંસ્થાએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિખ્યાત ભારતીય ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીને નિયુકત કર્યો છે. ટૂંકી ફિલ્મો થકી સંસ્થા ઉદ્યોગમાં નવાજનો નમ્ર શુભારંભ પ્રદર્શિત કરશે અને આવું કરીને દર્શકોને નાણાંના મૂલ્ય પર કેન્દ્રિત રહેવા માટે પ્રોત્સાહન આપશે.

અન્ય

૧. 2019થી તમામ કારમાં એયરબેગ, સ્પીડ એલર્ટ સિસ્ટમ ફરજિયાત

નવી દિલ્લી: જુલાઈ, 2019થી ભારતમાં કારોની દુનિયામાં યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભૂતપૂર્વ ફેરફાર થવા જઈ રહ્યા છે. ભારતમાં હવે તમામ સીરિઝની કારોમાં એરબેગ, સીટ બેલ્ટ રિમાંઈડર, સ્પીડ વૉર્નિંગ, સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેંસર, મેનુઅલ ઓવરારાઈડ સિસ્ટમ જેવા ફીચર્સ અનિવાર્ય કરવામાં આવશે. સડક અને પરિવહન મંત્રાલયે તેના પર પોતાની મુહર મારી દીધી છે. આગામી થોડાક દિવસોમાં જાહેર પણ કરી દેવામાં આવશે. ભારતમાં હાલ મોંઘી અને લગ્જરી કારોમાં આ તમામ સેફ્ટી ફીચર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

૨. મતદારોની ફરિયાદ સાંભળવા દરેક જિલ્લામાં ટોલ ફ્રી નંબરની સુવિધા

ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીને લઈ દરેક જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર સાથે કોલસેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં દરેક જિલ્લામાં એક જ સિરીઝ પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે. જેમાં કોઈપણ વિધાનસભા વિસ્તારમાં ગેરરીતિ થતી જણાય તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકાશે. કોલસેન્ટર અને ઈન્વેસ્ટિગેશનને નિમવામાં આવશે. કોલસેન્ટર અને નિયંત્રણ કક્ષાનો હવાલો જિલ્લાના વરિષ્ઠ અધિકારી પાસે રહેશે અને મતદારોની ફરિયાદ સ્વીકારવા અને નોંધવા માટે વિના વિલંબે કાર્યવાહી કરવા અને સંબંધિત અધિકારી અને સીઘ્રકાર્ય ટુકડીઓ મોકલવા માટે આ અધિકારી સતર્ક રહેશે. કોલસેન્ટરની ટેલિફોન લાઈનો મતદારોની ફરિયાદો સ્વીકારવા ચોવીસ કલાક કાર્યરત રહે તે માટે પૂરતાં સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point