Saturday 28 October 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 29-10-2017

અહીંથી તમે તારીખ ૨૮ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ભારતના ઈતિહાસમાં પ્રથમવાર કચ્છમાંથી 'મત્સ્ય-ગરોળી'ના અવેશેષો મળી આવ્યા

પુરાતત્ત્વિય સંશોધકોને કચ્છના રણમાંથી વધુ એક જુરાસિક કાળના અવશેષો મળી આવ્યા છે. ભુજ પાસે આવેલા લોડાઈ ગામ નજીક ડેમ પાસે સંશોધન કરી રહેલા સંશોધકોને એક ઈખ્તિયોસોરનું હાડપિંજર મળી આવ્યું છે. સંશોધકો તેને ફિશ-લિઝાર્ડ તરીકે ઓળખાવે છે. એટલે આપણે તેને મત્સ્ય-ગરોળી કહી શકીએ છીએ. માછલી અને ગરોળી બન્નેનું મિશ્રણ હોય એવુ દરિયાઈ પ્રાણી. જેમ જુરાસિક કાળમાં ધરતી પર રહેનારા સજીવો ડાયનાસોર (ડાયનાસોર એટલે કદાવર ગરોળી) તરીકે જાણીતા હતા, એમ ઈખ્તિયોસોર એ દરિયાઈ પ્રાણીનું નામ છે. દરિયામાં રહેતું એ કદાવર પ્રાણી હતું. ભારતની ધરતી પરથી પ્રથમવાર કોઈ ઈખ્તિયોસોરના અવશેષો મળી આવ્યા છે.

કચ્છની ધરા યુગો જૂના અવશેષો સંઘરીને બેઠી છે. નિયમિત રીતે ત્યાંથી આ પ્રકારના કરોડો વર્ષ જૂના હાડપિંજર મળતા રહે છે. આ હાડપિંજર અંદાજે ૧૫ કરોડ વર્ષ પહેલાનું છે. આ અવશેષ મળવાનો એક અર્થ એમ પણ થાય કે કચ્છનું રણ એક સમયે દરિયો હતો એ વાત સાચી સાબિત થાય છે. સંશોધકોને મળેલા અવશેષો લગભગ આખેઆખા દરિયાઈ પ્રાણીના છે. તેેની લંબાઈ ૧૮ ફીટથી થોડી વધારે થાય છે.
વિજ્ઞાાન સંશોધન અંગેના જર્નલ 'પ્લસ-વન'માં આ અહેવાલ પ્રગટ કર્યો હતો. પ્લસ-વન એ અમેરિકાની 'પબ્લિક લાયબ્રેરી ઓફ સાયન્સ'નું સંશોધનપત્ર છે અને તેમાં છપાતા અહેલાવો વિજ્ઞાાન જગતમાં ઊંચો આદર ધરાવે છે. આ અવશેષો તો ૨૦૧૬ની શરૃઆતમાં જ મળી આવ્યા હતા. પરંતુ એ અંગે તમામ સંશોધનો પૂર્ણ કર્યા પછી સંશોધકોએ અહેવાલ રજૂ કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીના પેલિઓન્ટોલોજિસ્ટ (અવશેષોના અભ્યાસ કરનાર) ડો.ગુંતુપાલી પ્રસાદ અને તેમની ટીમે આ મહત્ત્વપૂર્ણ સંશોધન ઉજાગર કર્યું હતું. કચ્છ યુનિવર્સિટીના સંશોધકો પણ તેમની સાથે જોડાયેલા હતા.

આ વર્ષમાં ભારતમાં થયેલી આ બીજી મોટી પુરાત્ત્વિય શોધ છે. અગાઉ સંશોધકોએ જાહેર કર્યું હતુ કે મધ્યપ્રદેશના ચિત્રકૂટ વિસ્તારમાંથી ૧.૬ અબજ વર્ષ જૂના વનસ્પતિના અવશેષો મળી આવ્યા છે. દુનિયાભરના સંશોધકો માટે આ પ્રકારના અવશેષો ઘણુ મહત્ત્વ ધરાવે છે. કેમ કે આવા અવશેષોના અભ્યાસ પછી જ જાણી શકાય છે કે મનુષ્યો આવ્યા એ પહેલા ધરતી પર કેવા સજીવો હતા, કેવી સૃષ્ટી હતી.

અગાઉ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક સ્થળોએથી ઈખ્તિયોસોરસના અવશેષો મળ્યા છે, પરંતુ ભારતમાંથી આ અવશેષો પહેલી વાર મળી આવ્યા છે. એ મળવાનો શ્રેય કચ્છની પ્રયોગાત્મક ધરતીને મળ્યો છે. કચ્છમાંથી અગાઉ પણ અનેક સ્થળોએથી અનેક પ્રકારના અવશેષો મળ્યાં છે અને સતત મળતા જ રહે છે.

૨. 3Dમાં રીલીઝ થશે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'

બોલિવુડના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પદ્માવતી'નું તાજેતરમાં પહેલું ગીત 'ઘૂમર' રિલીઝ કરવામાં આવ્યુ છે. ટ્રેલર પછી 'પદ્માવતી'ના પહેલા ગીત લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઓડિયન્સની તરફથી મળી રહેલા સારા રિસપોન્સ પછી ફિલ્મ 'પદ્માવતી'ને 3Dમાં રિલીઝ કરવામાં આવી શકે છે. સૂત્રોનુસાર સંજય લીલા ભણશાલીની ફિલ્મને ટેકો આપનાર પેરામાઉન્ટ પિક્ચર્સે આ ફિલ્મ 3Dમાં રિલીઝ કરવાનું સજેશન આપ્યું છે.

૩. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જૂનાગઢમાં

જૂનાગઢમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાતને લઈને ભારે ચહલપહલ અને ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થામાં તંત્ર પરોવાઈ ગયું છે.
જૂનાગઢમાં ખામધ્રાેળ બાયપાસ રોડ ઉપર આવેલ ક્રિષ્ના ફાર્મ ખાતે શહેર જિલ્લા ભાજપ જૂનાગઢ વિધાનસભા મત વિસતારના કાર્યકરો, પદાધિકારીઆે, સંગઠનના આગેવાનો અને ભાજપના સમર્થકોના નુતન વર્ષના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જીતુભાઈ વાઘાણી, જૂનાગઢના પ્રભારી ગોવિંદભાઈ ઝડફીયા, પરસોતમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

૪. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સરદાર પટેલની પ્રતિમા પહોંચી કેવડિયા

માનવામાં આવી રહ્યું છે કે 2018 સુધીમાં આ સ્ટેચ્યૂ બનીને તૈયાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની આ પ્રતિમા પાંચ ધાતુથી બનાવવામાં આવી છે. અને તેના વિવિધ ભાગો કેવડિયા ખાતે લાવવામાં આવી રહ્યા છે. મોટી ક્રેન દ્વારા સરદાર પટેલની આ 18 મીટર ઊંચી મુખાકૃત્તિ અહીં લવાઇ હતી. હાલ તો તેને અહીંના ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. જેથી પાછળથી અન્ય ભાગો સાથે તેને જોડી મૂર્તિ બનાવી શકાય. 2013માં 31મી ઓક્ટોબરના રોજ તે વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ મામલે ભૂમિપૂજન કર્યું હતું.

૫. SAB ટીવીના કો-ફાઉન્ડર ગૌતમ અધિકારીનું થયું નિધન

જાણીતા ટીવી પ્રોડ્યુસર અને મરાઠી ટીવી ઈન્ડસ્ટ્રીધના દિગ્ગજ ગૌતમ અધિકારીનું આજે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પર કરવામાં આવશે. અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન શ્રી અધિકારી વિલાથી નીકળશે.



આંતરરાષ્ટ્રીય:-  

૧. સાઇકલ પર દુનિયા ફરવાનો રેકોર્ડ

આપણાંમાના ઘણા લોકો એવા છે જેમને ઔસાઇકલ ચલાવવાનો ખૂબ શોખ હોય છે, આવા લોકોને બજારમાંથી કોઇ વસ્તુ સાઇકલ ઉપર લેવા જવાનું કહેવામાં આવે તો પણ તેમને મજા પડી જશે, તેઓ ક્યારેય ના નહીં કહે. એટલું જ નહીં ઘણા સાહસિકો સાઇકલ ઉપર એક ગામથી બીજે ગામ મુસાફરી પણ કરી નાખતાં હોય છે. પણ સવાલ એક ગામથી બીજા ગામ સુધી જવાનો હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ જ્યારે એક દેશથી બીજા દેશ સાઇકલ ઉપર મુસાફરી કરવાની વાત આવે, વળી આખી દુનિયાની સફર ઔસાઇકલ ઉપર કરવાની વાત આવે ત્યારે પહેલો વિચાર એ આવે કે શું મજાક કરી રહ્યું છે કોઇ આપણી સાથે? જોકે આ મજાકની વાત બ્રિટનના માર્ક બ્યૂમોંટે સત્ય બનાવી દીધી હતી. બ્રિટનમાં રહેતાં માર્કે સૌથી ઓછા દિવસોમાં આખી દુનિયા ફરતે સાઇકલ ઉપર સવાર થઇને ચક્કર લગાવ્યો છે.

૨. વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર : એનિયાક

વિશ્વનું પ્રથમ ઇલેકટ્રોનિક કોમ્પ્યુટર ૧૯૪૩માં બનેલું. ઇલેકટ્રોનિક ન્યુમરિક ઇન્ટીગ્રેટર અને કેલ્ક્યુલેટર જેવા લાંબા નામવાળા આ કોમ્પ્યુટરને ટૂંકમાં એનિયાક કહેતો.
એનિયાક ૩૦ ટન વજનનું હતું. તેને રાખવા ૪૦ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ પહોળો ખાસ રૃમ બનાવેલો.
એનિયાકમાં ૧૮,૦૦૦ વેક્યુમ ટયુબ હતી. આ બધી ટયુબ ઇલેકટ્રીક બલ્બની જેમ ગરમ થતી. એનિયાક માટે ખાસ પ્રકારની શક્તિશાળી એર કંડિશન વ્યવસ્થા ગોઠવવી પડતી.
એનિયાકમાં ૩૦૦૦ સ્વીચ હતી. એનિયાક એક જ સમયે માત્ર ૨૦ આંકડાનો સંગ્રહ કરી શક્તું.
તમને જાણીને નવાઈ લાગશે પણ એનિયાક બન્યું ત્યાં સુધી ગણતરી કરનાર માણસો 'કોમ્પ્યુટર' તરીકે ઓળખાતા.

૩. દુનિયાની પહેલી સ્માર્ટ ટ્રેન, જે પાટા પર નહીં રસ્તા પર દોડશે, જાણો ખાસિયત

થોડાંક વર્ષોમાં ભારતમાં હાઇપરલુપ ટ્રેન આવવાની છે જે વિમાન કરતાં પણ ઝડપથી પહોંચાડશે. સ્પીડની બાબતમાં બાકી બીજી બધી ટ્રેનોની સરખામણીમાં કયાંય વધુ હશે. પરંતુ આ બધાની વચ્ચે પાડોશી દેશ ચાઇના તેનાથી કયાંય આગળ નીકળી ચૂકયું છે. આપને જણાવી દઇએ કે ચીનની બુલેટ ટ્રેન ઘણી પ્રખ્યાત છે. હવે ચીન એ એવી ટ્રેન બનાવી છે જે પાટા વગર ચાલશે. જી હા, તમને વિશ્વાસ નથી થઇ રહ્યો ને? પરંતુ હંમેશાથી કંઇક નવું કરનાર ચીને હવે વર્ચ્યુઅલ ટ્રેક પર દોડનાર ટ્રેન બનાવી છે. ચીન આ ટ્રેનને લઇને ખૂબ જ ઉત્સાહિત છે.



રમત ગમત:-

૧. ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપ : ઇંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે ફાઇનલ

યુરોપિયન ફૂટબોલની બે પાવરહાઉસ ટીમો સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવવાની છે. ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રથમ વખત એવુ બનવાનું છે કે જ્યારે બે યુરોપિયન ટીમ આમને સામને ટકરાવવાની છે. આ પહેલા આ ટૂર્નામેન્ટમાં યુરોપની ત્રણ ટીમો સોવિયેટ યુનિયન, ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ ચેમ્પિયન બની છે. ઇંગ્લેન્ડ અને સ્પેન જે ટીમ પણ આજે વિજેતા બનશે તે પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવશે.

૨. ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮ (રશિયા) સ્પર્ધાની ઈનામી રકમ વધારાઈ

કોલકાતા - આવતા વર્ષે રશિયામાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮ માટેની કુલ ઈનામી રકમમાં ૧૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એવું ફિફાના પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટીનોએ અહીં કાઉન્સિલની બેઠક પૂરી થયા બાદ જણાવ્યું હતું.
કાઉન્સિલની બેઠકમાં અમુક મહત્વના નિર્ણયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ સ્પર્ધાઓ અલગ અલગ રીતે યોજવાને બદલે ૨૦૨૦ની સાલથી એક સંયુક્ત યૂથ વર્લ્ડ કપ યોજવાનો પ્રસ્તાવ. એવી જ રીતે, કોન્ફેડરેશન કપ તથા ક્લબ વર્લ્ડ કપ સ્પર્ધાઓને પણ પડતી મૂકવાનો વિચાર રજૂ કરાયો હતો.

૩. ત્રણ સંન્યાસ, ર૩ વર્ષમાં રપ ટાઈટલ માર્ટિના હિગિંસની અદ્‌ભુત કારકિર્દી

સ્વિસ ટેનિસ સ્ટાર માર્ટિના હિંગિંસે પોતાની નિવૃત્તિની ઘોષણા કરી દીધી છે. આની સાથે જ એક એવા કેરિયરની પૂર્ણાહૂતિ થઇ છે જેમાં તે ૧૯૯૦ના દશકમાં કિશોરી તરીકે સુપર સ્ટાર બની હતી અને ત્યારબાદ ૨૦ વર્ષ પછી ડબલ્સમાં નંબર વન બની હતી. ૩૭ વર્ષીય માર્ટિના હિંગિંસ આ પહેલા બે વખત નિવૃત્તિ લઇ ચૂકી છે. એક વખતે કોકિન માટે કરવામાં આવેલા પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા બાદ ટેનિસમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. માર્ટિના હિંગિંસે કહ્યું છે કે, સિંગાપોરમાં ચાલી રહેલી ડબલ્યુટીએ ફાઇનલ તેની અંતિમ સ્પર્ધા છે. હિંગિંસ ચાન યાંગની સાથે મળીને રમી રહી છે. તેનું કહેવું છે કે, હવે નિવૃત્તિ લીધા બાદ તે પરત ફરવાની યોજના ધરાવતી નથી. તેનું કહેવું છે કે, નિવૃત્તિ લેવાનો આ મુખ્ય સમય છે. સ્વિસ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી હાલમાં ડબલ્સમાં નંબર વન ખેલાડી છે. સિંગલ્સમાં પ્રથમ ક્રમાંક ઉપર માર્ટિના હિંગિંસ ૨૦૯ સપ્તાહ સુધી રહી હતી અને પાંચ ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. ૧૩ ગ્રાન્ડસ્લેમ મહિલા ડબલ્સ ટાઇટલ જીત્યા હતા.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. બિલ ગેટ્સને પછાડીને જેફ બન્યા દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ

માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અત્યાર સુધી દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ હતા. પણ હવે તેમને પછાડીને એમેઝોનના સંસ્થાપક અને સીઇઓ જેફ બેઝોસ બની ગયા છે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ. આ વાતની જાહેરાત ફોર્બ્સ મેગેઝિને કરી છે. ફોર્બ્સ મેગેઝિને જણાવ્યું છે કે એમેઝોનના શેયરમાં 2 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણે જેફ બેજોસની સંપત્તિમાં 90 કરોડ ડોલરનો વધારો થયો છે. અને હવે તેમની સંપત્તિ વધીને 90.6 અરબ ડોલર થઇ ગઇ છે. અને બિલ ગેટ્સની સંપત્તિ હાલ લગભગ 90.1 અરબ ડોલરની છે. જે હિસાબે જેફ બેજોસ હવે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જુલાઇમાં થોડા સમય માટે જેફ બેજોસ, બિલ ગેટ્સને પાછળ મૂકી સૌથી પૈસાદાર વ્યક્તિ બની ચૂક્યા હતા. પણ શેરબજારના ભાવ પાછળ જતા તે પાછા બીજા નંબરે આવી ગયા હતા. પણ 27 જુલાઇએ એમેઝોનના શેયરમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો અને તેનાથી તેમની સંપત્તિમાં વધારો થયો હતો. જેના કારણે તે ફરી હવે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. અને હવે બિલ ગેટ્સ દુનિયાના બીજા સૌથી પૈસાદાર વ્યક્તિમાં આવે છે.


અન્ય

૧. સહુથી પહેલો 'શબ્દકોશ' કેવી રીતે બન્યો?

દરેક માણસ પાસે જે તે ભાષાનું યોગ્ય જ્ઞાાન અને શબ્દભંડોળ હોવું જરૂરી છે. શબ્દભંડોળ હશે તો તે દરેક શબ્દના અર્થને જાણી શકશે. વળી ભણતરમાં પણ બાળકો જ્યારે સરખું વાંચવાની શરૂઆત કરતાં હોય, અથવા સરખું વાંચતા થાય છે ત્યારે માતા-પિતા તેમને શબ્દકોષ અપાવે છે. આ શબ્દકોષ બાળકને એક જ શબ્દના બીજા અલગ-અલગ નામ જાણવામાં મદદ કરે છે, તેમજ તે નાના અર્થ જાણવામાં પણ મદદ કરે છે. એવું નથી કે તમને ન આવડતી ભાષાનો જ શબ્દકોષ તમારી પાસે હોવો જોઇએ, તમને આવડતી ભાષાના નવા-નવા શબ્દો તેમજ તેના અર્થ જાણવા માટે પણ શબ્દકોષની જરૂર પડતી હોય છે. ટૂંકમા સમજીએ તો શબ્દકોષ દરેક માટે ખૂબ ઉપયોગી નિવડે છે, તો આ જ ઉપયોગી વસ્તુની શોધ કઇ રીતે થઇ?
કોણે કરી તે ઉપર એક નજર કરીએ.
અત્યંત બુદ્ધિશાળી એવા હેનરી મુરેને ભણવામાં ખૂબ જ રસ હોવા છતાંય એ આઠમા ધોરણથી આગળ ભણી શક્યા નહોતા. કહેવાય છે કે વીસ વરસની ઉંમરમાં જ હેનરી મુરેને લગભગ ૨૦ ભાષાઓનું જ્ઞાાન હતું. આજે ભાષા જ્ઞાાનના કારણે ઈંગ્લેન્ડની 'ફિલોસોફિકલ સોસાયટી' એ એમને 'ઓકસફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરી' તૈયાર કરવાની જવાબદારી સોંપી. એની શરૂઆત ૧૮૫૭ની સાલમાં કરવામાં આવી હતી. પરંતુ એ કામ અધૂરું જ રહી ગયું. હેનરી મુરેએ આ કામને ઝડપથી પૂરું કરવા માટેનું અનુમાન લગાવ્યું પણ એ કામ ખરેખર મુશ્કેલ હતું. એક-એક શબ્દ પર કેટલાય મહિનાઓ લાગી જતાં. ૧૯૧૫ની સાલમાં હેનરી મુરે અધૂરું કામ છોડીને અવસાન પામ્યા. એ સમયે ફક્ત 'ટી' અક્ષર સુધીનું જ કામ થયું હતું. ૧૯૨૮ની સાલમાં એ કામ પૂરું થયું. એમાં ચાર લાખ ૧૪ હજાર ૮૨૫ શબ્દ હતા.
શબ્દકોશને આપણે 'ડિક્શનરી'ના નામે ઓળખીએ છીએ. ડિક્શનરી શબ્દ લેટિન ભાષાના શબ્દ 'ડિક્શનરિયસ'થી બનેલો છે. એનો અર્થ છે, 'શબ્દોનો સમૂહ.' ડિક્શનરીમાં કોઈપણ ભાષાના શબ્દોને ક્રમવાર લેવામાં આવે છે. એમાં દરેક શબ્દનો સાચો ઉચ્ચારણ, અર્થ અને વ્યાકરણની નજરે શબ્દનો પરિચય આપવામાં આવે છે.
દુનિયાનો સહુથી પહેલો શબ્દકોશ અંગ્રેજ વિદ્વાન જોન ગાલેન્ડે લેટિન ભાષામાં ૧૨૨૫ની સાલમાં તૈયાર કર્યો હતો. સહુથી પહેલો બેભાષી શબ્દકોષ ૧૪૬૦ની સાલમાં વિલિયમ કેવસટને તૈયાર કર્યો હતો. એ અંગ્રેજી તથા ફ્રેન્ચ ભાષામાં હતો. જર્મન ભાષાના એક શબ્દકોશ તૈયાર થવામાં ૧૦૬ વરસ લાગ્યા હતા..
-પ્રશાંત ભટ્ટ
Educational Point