Friday 27 October 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 28-10-2017

અહીંથી તમે તારીખ ૨૭ -૧૦-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. 1 વર્ષ પહેલાં મોત, રૂ.6 અબજમાં શાહી ઠાઠથી રાજાનો અંતિમ સંસ્કાર, હિબકે ચઢી પ્રજા

દુનિયામાં અત્યારે થાઇલેન્ડના રાજા કિંગ પૂમીપોન અદૂન્યદેતના અંતિમ સંસ્કારના સમાચાર ચર્ચામાં છે. જો કે તેમનું મૃત્યુ ઑક્ટોબર 2016મા થયું હતું પરંતુ તેમના શાહી અંતિમ સંસ્કાર બૈંકોકમાં હવે થયા છે. તમને જાણીને નવાઇ લાગશે કે છેલ્લાં એક વર્ષથી તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. જાણો કેવા હતા તેઓ.
તેમની છબી એક પિતાના રૂપમાં હતી. લોકો તેમણે દયાળુ માનતા હતા. આ જ કારણ છે કે તેમના મૃત્યુ પર આખું થાઇલેન્ડ હિબકે ચડ્યું હતું. કહેવાય છે કે અંતિમ સંસ્કાર માટે 6 અબજ રૂપિયા ખર્ચ કરાયો.
ભગવાન રામના વંશજ મનાતા ભૂમિબોલના દેહાંત બાદ એક વર્ષનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હતો અને આ શોક બાદ બૌદ્ધ પરંપાર અનુસાર ભૂમિબોલની અંતિમ વિદાય થઇ.
તેમનો જન્મ 5 ડિસેમ્બર, 1927ના દિવસે મેસાચુસેટ્સ એટલે કે યુએસમાં થયો હતો. તેમના પિતા માહિડોલ અદુન્યદેત પણ પ્રિન્સ હતા. જ્યારે તેમનો જન્મ થયો તે સમયે તેમના પિતા હાવર્ડમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારબાદ તેમનો આખો પરિવાર થાઇલેન્ડ પાછો આવી ગયો.
જ્યારે તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે પિતાનું મોત થઇ ગયું. પછી પૂમીપોનના માતા તેમને લઇને સ્વિટ્ઝરલેન્ડ ગયા, ત્યાં પૂમીપોન એ અભ્યાસ કર્યો.
પૂમીપોનની પહેલાં તેમના ભાઇ ગાદી પર બેઠા પરંતુ રાજમહેલમાં એક દુર્ઘટનામાં તેમનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ 18 વર્ષની ઉંમરમાં અદુન્યદેત ગાદી પર બેઠા.
કહેવામાં આવી રહ્યું છે કે પૂમીપોનને ફોટોગ્રાફીનો શોખ હતો. તેઓ સેક્સોફોન વગાડતા હતા અને ગીત પણ લખતા હતા. પેન્ટિંગ પણ કરતા હતા.

૨. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 2 નવેમ્બરે કપરાડામાં રોડ શો અને સભાને સંબોધશે

રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારની તૈયારી શરૂ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બીજી નવેમ્બરના રોજ કપરાડાના નાનાપોંઢામાં સભાને ગજવશે અને બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા વિચારણા કરશે.

૩. યૂપીમાં મ્યુનિસિપલ ચૂંટણીને લઇ તારીખો જાહેર, ત્રણ ચરણોમાં થશે મતદાન

ઉત્તરપ્રદેશઃ મ્યુનિસિપલને લઇ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ચૂંટણી હવે ત્રણ ચરણમાં કરવામાં આવશે. પ્રથમ ચરણનું વોટિંગ 22 નવેમ્બરે થશે અને બીજા ચરણનું વોટિંગ 26 નવેમ્બરે તેમજ ત્રીજા ચરણનું વોટિંગ 29 નવેમ્બરે થશે. ચૂંટણીની તારીખોની જાહેરાતને લઇ પ્રદેશમાં આચારસંહિતા પણ લાગુ થઇ ગઇ છે.

૪. MP: મહાકાલ મંદિરમાં હવે ROના પાણીથી જ થઇ શકશે અભિષેક, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં હવે મહાકાલ શિવલિંગ પર દહીં, સાકર, મધને બદલે ROના પાણીથી અભિષેક કરવામાં આવશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના મંદિરના એ પ્રસ્તાવને પાસ કરી દીધો હતો જેમાં કમિટિએ શિવલિંગને ચઢાવવામાં આવતા પાણીનું પ્રમાણ નક્કી કરવાની ભલામણ કરી હતી.
કોર્ટે કહ્યું કે, મહાકાલ શિવલિંગને હવે શ્રદ્ધાળુઓ ફક્ત 500 મિલિલીટર આરઓનું પાણી અને સવા લિટર દૂધ ચઢાવી શકશે. મંદિર વહીવટીતંત્રની ભલામણની પ્રશંસા કરતા કોર્ટે કહ્યું કે, વહીવટીતંત્રએ સારુ કામ કર્યું છે અને આ કામ પ્રશંસનીય છે.

૫. ટેલીવિઝનના ફેમસ નિર્માતા Gautam Adhikari નું નિધન

ટેલીવિઝનના ફેમસ નિર્માતા અને મરાઠી ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ હસ્તીઓમાંથી એક Gautam Adhikari નું આજે તેમના નિવાસ સ્થાન પર સંક્ષિપ્ત બીમારી પછી નિધન થયું છે. Gautam Adhikari ૬૭ વર્ષના હતા. પરિવારના સૂત્રોએ આ માહિતી આપી છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં થશે. ગૌતમ અને તેમના ભાઈ માર્કન્ડે વર્ષ ૧૯૮૫ માં શ્રી અધિકારી બ્રધર્સગ્રુપ શરુ કર્યું હતું. વર્ષ ૧૯૯૫ માં બીએસઈમાં લિસ્ટેડ થયા પછી તે ભારતની ફર્સ્ટ સાર્વજનિક લિસ્ટેડ ટેલીવિઝન પ્રોડક્શન કંપની બની ગઈ હતી.

૬. ગુર્જરોને મળશે 5% અનામત, રાજસ્થાન વિધાનસભામાં બીલ પાસ

રાજસ્થાન વિધાનસભામાં ગુરૂવારનાં રોજ ઓબીસી (અન્ય પછાત જાતિ) અનામત સંશોધન બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. આ બિલમાં ઓબીસી અનામત 21 ટકાથી વધારીને 26 ટકા કરી દેવામાં આવેલ છે. આ વ્યવસ્થા ગુર્જરોને 5 ટકા અનામત આપવા માટે કરવામાં આવી છે.
બુધવારે પછાત વર્ગ નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત વિધેયક, 2017 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેનાં પર ગુરૂવારનાં રોજ ઘણી ચર્ચા થઇ અને આને પાસ કરી દેવાયું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુર્જરોનાં 5 ટકાનાં અનામત માટે લાંબા સમયથી રાજસ્થાનમાં ખેંચતાણ ચાલી રહી હતી. આ જ વ્યવસ્થા કરવા માટે બુધવારે ચોથી વાર સદનમાં આરક્ષણ સંબંધી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું.




આંતરરાષ્ટ્રીય:-  

૧. રોબોટને નાગરિકતા આપનાર સાઉદી પ્રથમ દેશ બન્યો, મશીને કહ્યું- આભાર

રિયાદઃસાઉદી અરેબિયા રોબોટને નાગરિકતા આપનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. સાઉદી અરેબિયાની પબ્લિક રિલેશન અફેર્સ સમિતિએ પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર આની જાહેરાત કરી છે. સમિતિએ લખ્યું કે રોબોટ સોફિયા દુનિયાનો પ્રથમ રોબોટ છે, જેને સાઉદી અરેબિયાની નાગરિકતા મળી છે.નાગરિકતા મળવા અંગે રોબોટ સોફિયાએ આભાર માનતા જણાવ્યું કે હું વિશિષ્ટ ગૌરવ પર બહુ સન્માનિત મહેસૂસ કરી રહી છું. પહેલી વાર રોબોટને નાગરિકતા સાથે ઓળખવાનું ઐતિહાસિક છે. હું લોકોમાં વિશ્વાસ વધારવાનું કામ કરીશ.
સ્પીકર તરીકે ભાગ લઈ રહી છે રોબોટ સોફિયા
સોફિયા રિયાધમાં યોજાઇ રહેલા ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ સંમેલનમાં સ્પીકર તરીકે ભાગ લઇ રહી છે. તેમાં દેશના આધુનિકીકરણ માટે રોકાણ વધારવા અંગે ચર્ચા થઇ રહી છે. સંમેલનમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે દેશને આધુનિક બનાવવાની યોજના હેઠળ તેઓ ઉદાર ઇસ્લામની વાપસી ઇચ્છે છે. રોબોટ સોફિયા માનવીઓ વચ્ચે તેમની જેમ રહેવા માટે બનાવવામાં આવી છે. સોફિયાને હોંગકોંગની હેનસ રોબોટિક્સે બનાવ્યું છે.
આ છે સોફિયાની ખાસિયત
- ચહેરા પર આવનારા હાવ-ભાવ ઓળખીને કોઇની સાથે પણ સામાન્ય વાતચીત કરવામાં સક્ષમ છે.
- તેમાં માનવીની જેમ અલગ-અલગ ઇમોશન્સ પણ છે.
- આપણી આંખો ભારે કે ધીમા પ્રકાશના હિસાબે બદલાય છે, એવી રીતે સોફિયાની પણ આંખો બનાવવામાં આવી છે.
- ટોક શોમાં રોક, પેપર, સિજરગેમ જીતી ચૂકી છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સે ઘણા પ્રકારના પ્રશ્નો પૂછ્યા
- એક યુઝરે લખ્યું કે સોફિયાના કોઇ ગાર્ડિયન નથી. ના, મોઢું ઢાંકે છે. શું તે બુરખો પણ પહેરશે?
- પત્રકાર મુર્તઝા હુસેને લખ્યું કફાલા વર્કર્સ અને અહીંના વિદેશીઓથી પહેલા રોબોટને નાગરિકતા આપી દીધી.
- લેબેનોનના પત્રકાર કરીમ ચહાયબે લખ્યું કેવો જમાનો આવી ગયો છે. લાખો લોકોની કોઇ ઓળખ નથી અને રોબોટને નાગરિક બનાવી દીધો.
-સોફિયા કોલ્સ ફોર ડ્રોપિંગ ગાર્જિયશિપ’ 20 હજાર વાર રિટિ્વટ.

૨. અહીં બન્યું છે દુનિયાનું સૌથી મોટું મંદિર, ભારતથી મોકલવામાં આવ્યા હતા 13,499 પથ્થર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ હાલમાં અમેરિકાના પ્રવાસે છે, રોકાણકારોને મળ્યા બાદ બુધવારે શિવરાજ ન્યૂજર્સી સ્થિત સ્વામી નારાયણ મંદિર પહોંચ્યા. જણાવી દઇએ કે ન્યૂજર્સીના રોબિંસવિલેમાં સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિર ભારતની બહાર પહેલું સૌથી મોટું મંદિર છે. મંદિરનું નિર્માણ બોચાસનવાસી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાએ કરાવ્યું હતું. ન્યૂજર્સીના રોબિંસવિલમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાના ખર્ચેથી બનેલું અક્ષરધામ મંદિર ક્ષેત્રફળના હિસાબથી સૌથી મોટું હિંદુ મંદિર છે. હાલમાં સૌથી મોટું મંદિર તમિલનાડુના શ્રીરંગમાં 156 એકડમાં બનેલું શ્રી રંગનાથ સ્લામી મંદિર છે.

આ મંદિર 134 ફુટ લાંબુ અને 87 ફુટ પહોળું છે. એમાં 108 સ્થંભ અને 3 ગર્ભગૃહ છે. અક્ષરધામ મંદિર અમેરિકાના ઘણા શહેરોમાં બનેલું છે. એટલાન્ટા. હ્યૂસ્ટન, શિકાગો, લોસ એન્જલેસ સહિત કેનેડાના ટોરંન્ટોમાં પણ મંદિર છે. એની મૂળ સંસ્થા BSP દ્વારા ગાંધી નગર ગુજરાત અને દિલ્હીના યમુના તટ પર બનેલું મંદિર વિશાળ છે. ગાંધીનગરનું મંદિર 23 એકર અને દિલ્હીનું 60 એકરમાં બનેલું છે. પરંતુ રાબિંસવિલનું મંદિર વિશ્વના કોઇ મંદિરથી વધારે મોટું નથી.

રમત ગમત:-

૧. શ્રેયસ અય્યરે સચિનના 21 વર્ષ જુના રેકોર્ડની કરી બરાબરી

હાલમાં ચાલી રહેલ રણજી સીઝનમાં શ્રેયસ અય્યર શાનદાર ફોર્મમાં નજરે આવી રહ્યો છે. 22 વર્ષના આ મુંબઈના ખેલાડીએ તમિલનાડૂ વિરૂદ્ધ રમાઈ રહેલ ગ્રુપ-સી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. જોકે, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બંને મેચમાં તેનું બેટ જોઈએ તેવું ચાલ્યું નથી. આ બંને મેચમાં તે 24 અને 17 રનની જ ઈનિંગ રમી શક્યો હતો.

૨. કિદાંબી શ્રીકાંત BWF રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચ્યો

ડેનમાર્ક ઓપન જીત્યા બાદ ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતને વર્લ્ડ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. શ્રીકાંતે વર્લ્ડ રેન્કિંગમાં ચાર સ્થાનની છલાંગ લગાવી છે. બીડબ્લ્યુએફ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા રેન્કિંગમાં શ્રીકાંત પુરુષ સિંગલ્સમાં ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.

૩. સિંધુ પહોંચી ફ્રેન્ચ ઑપનના ક્વાર્ટરફાઇનલમાં જ્યારે સાયના થઇ બહાર

ફ્રેન્ચ ઑપન વર્લ્ડ સુપરસીરિઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ટાઇટલના પ્રબળ દાવેદાર પી.વી. સિંધુ અને કિદાંબી શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ઓલ્મિપિકમાં સિલ્વર મેડલ જીતનારી પી.વી.સિંધુએ જાપાનની સાયકા તાકાહાશીને હરાવી. હવે સિંધુ મેચ ચીનની શેન યૂફેઇની સાથે રમશે. તો બીજી તરફ ભારતની દિગ્ગજ બેડમિન્ટન પ્લેયર સાયના નેહવાલ ગુરુવારે ફ્રેન્ચ ઑપનના વર્લ્ડ સુપરસીરિઝ બેડમેન્ટિન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં હારની બહાર થઇ ગઇ. વર્લ્ડ નંબર 1 ખિલાડી સાઇના 39 મિનિટની મેચમાં વર્લ્ડની 5 નંબરની ખિલાડી અકાને યામાગુચીથી હારી ગઇ, તો શ્રીકાંતે હોંગકોંગના વોંગ વિંગ કી વિસેન્ટને 37 મિનિટની મેચમાં જ હરાવી દીધો.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. Virat Kohli ના નામે થઈ આ ઉપલબ્ધી, આ મામલે મેસી ને પાછળ છોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન Virat Kohli અત્યારના સમયમાં શાનદાર ફોર્મમાં છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી છે અને દરેક સીરીઝની સાથે નવા રેકોર્ડ પોતાના કરી રહી છે.
તે દિવસે દિવસેને નવી સિદ્ધિઓ મેળવી રહ્યા છે. રેકોર્ડના સિવાય વિરાટ કોહલીએ હવે કમાણીની બાબતમાં પણ દુનિયાના મોટા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

૨. પારિવારિક બિઝનેસ ધરાવતી કંપનીઓમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને

ભારતમાં પારિવારિક બિઝનેસ ધરાવતી તથા પરિવારની માલિકી ધરાવતી કંપનીઓની સંખ્યા 108 છે આ બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને આવે છે. ચીનમાં પારિવારિક માલિકી ધરાવતી કપંનીઓની સંખ્યૈ 167 છે. અને ચીન આ યાદીમા પ્રથમ સ્થાને છે તો અમેરિકામાં આવી 121 કંપનીઓ છે અને તે આ યાદીમાં બીજા સ્થાને છે.
ક્રેડિટ સૂઇસ રિસર્ટ ઇન્સ્ટિટયૂટ (સીએસઆરઆઇ)ના એક તાજેતરના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે જેમાં ફેમિલી 1000નામે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


અન્ય

૧. ચિદમ્બરમ્‌ ૨૮ ઓક્ટોબરે રાજકોટના પ્રવાસ પર રહેશે

કોંગ્રેસપક્ષના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્‌ તા.૨૮મી ઓકટોબરના રોજ ગુજરાતમાં રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ હવે કોંગ્રેસ એકદમ ફુલ એકટીવ મોડ પર આવી ગયું છે અને તેના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી પોતાની તરફેણમાં પ્રચંડ લોકસમર્થન અને લોકજુવાળ ઉભો કરવા માંગે છે.

૨. મતદારોની ફરિયાદ સાંભળવા દરેક જિલ્લામાં ટોલ ફ્રી નંબરની સુવિધા

ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીને લઈ દરેક જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર સાથે કોલસેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં દરેક જિલ્લામાં એક જ સિરીઝ પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે. જેમાં કોઈપણ વિધાનસભા વિસ્તારમાં ગેરરીતિ થતી જણાય તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકાશે. કોલસેન્ટર અને ઈન્વેસ્ટિગેશનને નિમવામાં આવશે. કોલસેન્ટર અને નિયંત્રણ કક્ષાનો હવાલો જિલ્લાના વરિષ્ઠ અધિકારી પાસે રહેશે અને મતદારોની ફરિયાદ સ્વીકારવા અને નોંધવા માટે વિના વિલંબે કાર્યવાહી કરવા અને સંબંધિત અધિકારી અને સીઘ્રકાર્ય ટુકડીઓ મોકલવા માટે આ અધિકારી સતર્ક રહેશે. કોલસેન્ટરની ટેલિફોન લાઈનો મતદારોની ફરિયાદો સ્વીકારવા ચોવીસ કલાક કાર્યરત રહે તે માટે પૂરતાં સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે.



-પ્રશાંત ભટ્ટ
Educational Point