Wednesday, 27 September 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 28-09-2017

અહીંથી તમે તારીખ ૨૭ -૦૯-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. હજારો કરોડોની વીજચોરી બચાવવા મહિલાની લડત

દેશના લાખો ગામડાં આજે એકવીસમી સદીમાં પણ અંધારામાં જીવે છે ત્યારે એક વરવી વાસ્તવિક્તા એ પણ છે કે દેશમાં દર વર્ષે લગભગ ૬૪ હજાર કરોડ રૂપિયાની વીજળીની ચોરી થાય છે. સરકારી તંત્રને આની જાણ નહીં હોય એમ માનવું ભૂલ ભરેલું છે. રાજકારણીઓના રહેમો કરમ હેઠળ આવા ગોરખધંધા ચાલતા હોય છે, જેને અટકાવવાનું તમારા અને મારા જેવા સામાન્ય માણસનું ગજું નથી. પણ આ ગોરખધંધા બંધ કરાવવાના કામમાં એક આદર્શવાદી આઇએએસ ઑફિસર મહિલા લાગી ગયા. આ મહિલાનું નામ છે રિતુ મહેશ્ર્વરી

૨. ગુજરાત સરકારની બિનઅનામત આયોગને મંજૂરી, પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે

આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમનામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે પણ તપાસ પંચ બનાવવાની સરકારે જાહેરાત કરી છે. આ પંચ માટે નિવૃત જજની નિમણૂંક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો સાથે થયેલી મુલાકાત બાદ આજે મળેલી કેબિનેટ મિટિંગમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા.


૩. આજે 'વર્લ્ડ ટૂરિઝમ ડે' - ખુશ્બુ ગુજરાત કી? કરોડો રૂપિયાનો તાયફો કરાયો છતાં પરિણામ શૂન્ય

સામાન્ય રીતે વધુ સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે કોઇ એક રાજ્યમાં ઐતિહાસિક ધરોહર, ધાર્મિક મહાત્મ્ય, દરિયા કિનારો, રણપ્રદેશ, હિલસ્ટેશન જેવી લાક્ષણિક્તા હોવી જરૂરી છે. આ તમામ પ્રકારની લાક્ષણિક્તા ગુજરાતમાં મોજૂદ હોવા છતાં વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય તેવા રાજ્યમાં ગુજરાત છેક નવમાં ક્રમે છે. 27 સપ્ટેમ્બરની ઉજવણી 'વર્લ્ડ ટૂરિઝમ ડે' તરીકે કરવામાં આવશે ત્યારે પ્રવાસીઓનો ઓછો આંકડો ચિંતાજનક છે. વાત વિદેશથી આવતા પ્રવાસીઓની કરવામાં આવે તો ગુજરાતની હાલત તેમાં વધારે કથળેલી છે. સૌથી વધુ વિદેશી પ્રવાસીઓને મામલે ગુજરાત ભારતના ટોચના ૧૦ રાજ્યમાં પણ નથી. ડોમેસ્ટિક અને ફોરેન ટૂરિસ્ટ બંને મામલે તામિલનાડુ મોખરે છે. કેન્દ્રિય પ્રવાસન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2016માં 34.38 કરોડ ડોમેસ્ટિક અને 47.21 લાખ ફોરેન ટૂરિસ્ટે તામિલનાડુની મુલાકાત લીધી હતી. બીજી તરફ ગુજરાતમાં વર્ષ 2015 દરમિાન કુલ 3.62 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યોર્તિલિંગ સોમનાથ, ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સફેદ રણ, સાપુતારા, સૂર્ય મંદિર જેવા સ્થળ છતાં પ્રવાસીઓનું પ્રમાણ જોઇએ તેવું નથી. 

૪. ડૉક્ટરોની અછતને પહોંચી વળવા અને સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબુત કરવા મોદી સરકારનો મોટો નિર્ણય

દેશમાં ડૉક્ટરોની અછત અને સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબુત કરવાના ઈરાદાથી કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સરકારી ડૉક્ટરોની રિટાયરમેન્ટની ઉંમરને વધારીને 65 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ડૉક્ટરો 62 વર્ષની ઉમરમાં રિટાયર્ડ થતા હતાં. કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે આ અંગે જાણકારી આપી. પ્રસાદે મીડિયાને જણાવ્યું કે બેઠકમાં આયુષ, રેલવેમાં કામ કરતા ડૉક્ટરોની રિટાયરમેન્ટની ઉમર 62થી વધારીને 65 વર્ષ કરી નાખી છે. જો કે આમાં સેન્ટ્રલ હેલ્થ સર્વિસમાં આવતા ડૉક્ટરો સામેલ નથી.

૫. ડૉ.મનમોહનસિંહ,ચિદમ્બરમ ગુજરાત આવશે, વેપારી મહામંડળો સાથે વાતચીત કરશે

નોટબંધી,જીએસટીના મામલે નાના વેપારીઓથી માંડીને ઉદ્યોગકારો ભાજપથી ભારોભાર નારાજ છે. નવરાત્રી જ નહીં, દિવાળીમાં ય મંદીનો માહોલ છવાયેલો રહેશે. કોંગ્રેસે નોટબંધી અને જીએસટીના મુદ્દે ભાજપને ઘેરવા રણનીતિ ઘડી કાઢી છે.જેના ભાગરૃપે આગામી દિવસોમાં પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહનસિંહ, પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

૬. રાજકોટ નજીક બનનારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પીએમના હસ્તે ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓકટોબરનાં પ્રથમ અઠવાડીયામાં ફરીથી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સંભવત ૭ અથવા ૮મી ઓકટોબરે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. ત્યારબાદ ફરીથી તેઓ ૧૬મી ઓકટોબરે અડાલજ નજીક યોજાનારા ભાજપના પેજ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપી જાહેર સભાને સંબોધન કરશે.
ગુજરાત સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમોની યાદી વડાપ્રધાનના કાર્યાલયને મોકલી અપાઇ છે. જેમાંથી તેઓ નક્કી કરશે. અગાઉ તેઓ ૨જી ઓકટોબરે ભાજપની ગૌરવ યાત્રા માટે આવવાના હતા પરંતુ હવે ૨જી ઓકટોબરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા હોઇ વડાપ્રધાન ૨જી તારીખે આવવાના નથી.

૭. મોદી સરકારની સરકારી ડૉક્ટરોને ગિફ્ટ, હવે 65 વર્ષે થશે નિવૃત્ત

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે દિલ્હીમાં આયોજિત કેન્દ્રીય કેબિનેટનાં નિર્ણયોની જાણ કરી. રવિશંકરે જણાવ્યું કે હવે સેન્ટ્રલ ગવર્મેન્ટનાં ડૉક્ટરો અને અન્ય કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાનાં ડૉક્ટરોની નિવૃત્તિની ઉંમર 60થી વધારીને 65 વર્ષની કરી દેવામાં આવી છે.


૮. વિશ્વની સૌથી વધુ કમાણી કરતી ટોપ-10 ટીવી સ્ટારની યાદીમાં પ્રિયંકાને સ્થાન

બોલિવૂડ પછી હોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર અભિનેત્રી પ્રિયંતા ચોપરાએ વધુ એક ઉપલબ્ધી મેળવી છે. પ્રિયંકાનું નામ દુનિયાની સૌથી વધુ કમાણી કરતી ટોચની 10 અભિનેત્રીઓમાં ઉમેરાયું છે.

૯. ટ્રાન્સફરનો આદેશ મળતા કર્ણાટકના જસ્ટીસ જયંત પટેલનું રાજીનામુ

કર્ણાટકના જસ્ટીસ જયંત પટેલની બદલી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરાતા તેમણે રાજીનામું ધરી દીધુ હતું. કર્ણાટકના સિનિયર મોસ્ટ જજ હોવા છતા સુપ્રીમકોર્ટની કોલેજીયમે તેમને ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન આપવાને બદલે અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલી કરી દીધી હતી.

૧૦. સુરક્ષાને લઇ કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, મહિલા સુરક્ષામાં કરાશે વધારો

કેન્દ્રીય કેબિનેટની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં સુરક્ષાથી લઈને પોલીસ સુધારની દિશામાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, કેબિનેટે પોલીસ મોર્ડનાઈઝેશન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ સ્કીમ અંતર્ગત 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

૧૧. મહાત્મા મંદિર ખાતે સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયાહેકાથોન અને થ્રુુ વાઈ-ફાઈનું લોન્ચીંગ

મહાત્મા મંદિરમાં સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયાહેકાથોનનું લોન્ચીંગ તેમજ શિક્ષણ સંસ્થાઓ- યુનિવર્સિટીઓમાં ન્યૂ એવન્યૂઝ ઓફ મોર્ડન એજ્યુકેશન-ન.મો. થ્રુ વાઇ-ફાઇનું પણ ૧૧૦ સંસ્થાઓ- યુનિવર્સિટીઓ પૈકી ર૩માં પ્રતિકરૂપ લોન્ચીંગ મુખ્યમંત્રીએ કરાવ્યું હતું. તેમણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અન્વયે ૧૧ યુનિવર્સિટીઓ સહિત ર૩ સંસ્થાઓને ૪૪૦ લાખની ગ્રાન્ટ-સહાયના ચેક તેમજ સમર ઇનોવેશન ચેલેન્જના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા.

૧૨. ૬ઠ્ઠી કે ૭મી ઓક્ટોબરે PM મોદી વડનગર-રાજકોટની મુલાકાત લેશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વિશિષ્ઠ મહાનુભાવોની આવનજાવન વધી રહી છે. ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુની મહેસાણાની મુલાકાત બાદ બીજી ઓક્ટોબરની ગાંધી જયંતીએ અગાઉ પોરબંદરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા, પરંતુ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યક્રમ નક્કી થઈ રહ્યો છે.
સૂત્રો કહે છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પોરબંદરની મુલાકાત હજી ફાઈનલ થઈ નથી, પરંતુ મોટાભાગે તેઓ બીજી ઓક્ટોબરે સવારે નવી દિલ્હીથી સીધા પોરબંદર આવશે અને કિર્તીમંદિર ખાતે ગાંધી જયંતી નિમિત્તે પરંપરાગત રીતે યોજાતી સર્વધર્મ પ્રાર્થનાના કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ બન્યા પછી કોવિંદની રાજ્યમાં આ બીજી મુલાકાત બની રહેશે. અગાઉ તેઓ ગયા મહિને રાજકોટ જિલ્લામાં સૌની યોજનાના એક કાર્યક્રમમાં આવ્યા હતાં.

૧૩. ડોમેસ્ટિક વિમાનમાં એરપોર્ટ પર આઈડી, ટિકિટની જરૂર નહીં પડે

ડોમેસ્ટિક વિમાન મુસાફરી માટે એરપોર્ટ પર જાઓ તે સાથે જ આઈડી પ્રુફ, લગેજ, ટિકિટ સહિતની અનેક વસ્તુઓનું ધ્યાન રાખવાનું કામ તકલીફદાયક હોય છે. પરંતુ હવે ટૂંક સમયમાં આ તકલીફ હળવી થઈ જશે. સરકાર સંપૂર્ણ બોર્ડિંગ પ્રોસેસ પેપરલેસ બનાવવા વિચારી રહી છે. આ માટે માત્ર તમારો મોબાઈલ નંબર જ જોઈશે.
અહેવાલો મુજબ સરકાર એરલાઈન સેવા અને એરપોર્ટના ડેટાબેઝને આધાર તથા પાસપોર્ટ નંબર સાથે લિન્ક કરવા વિચારી રહી છે. તેનાથી એરપોર્ટ ટર્મિનલમાં માત્ર બાયોમેટ્રિક્સને આધારે જ પ્રવેશ મેળવી શકાશે. ઓળખના અન્ય કોઈ પુરાવાની જરૂર નહીં પડે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. સઉદીમાં હવે મહિલાઓ ડ્રાઇવિંગ કરી શકશે

રિયાધ: સઉદી અરેબિયાએ બુધવારે કહ્યું હતું કે અમે મહિલાઓને વાહન હંકારવાની મંજૂરી આપીશું. વિશ્ર્વમાં સ્ત્રીઓને વાહન ચલાવવાની છૂટ દેનાર સઉદી અરેબિયા સૌથી છેલ્લો દેશ છે. આ સાથે જ આ ભયંકર રૂઢિવાદી ઇસ્લામિક રજવાડામાં હવે સામાજિક પાબંદીઓ અને બંધનો જરાક હળવા તથા ઢીલા થઈ રહ્યા છે. અખાતના દેશ સઉદીમાં વાહન હંકારવા પર લાંબા સમયથી જોવા મળતી પાબંદીને મહિલાઓનું દમન લેખાવવામાં આવતું હતું. તેનો નારીવાદી કાર્યકરોએ દાયકાઓ સુધી વિરોધ કર્યા બાદ આ ઐતિહાસિક ઘટના બની છે. જોકે ધાર્મિક કટ્ટરવાદીઓ માટે ઉક્ત જાહેરાત આઘાતજનક છે. સઉદી અરેબિયાનો માનવ અધિકાર સંબંધિત ઇતિહાસ જણાવે છે કે ઑઇલ સમૃદ્ધ દેશે માનવ હક સંબંધિત પ્રતિષ્ઠામાં સુધારાવધારા અને ફેરફાર કરવાની આવશ્યકતા છે.

૨. કાબુલ એરપોર્ટ પર તાલિબાને 30 રોકેટથી કર્યો હુમલો, નિશાને હતા USના સંરક્ષણ મંત્રી

નવી દિલ્લી: અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. કાબુલ એરપોર્ટ પર ઘણા રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલા પછી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે અને તમામ ફ્લાઈટ્સને રદ્દ કરી દેવામાં આવી છે. અમેરિકી સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસ હુમલો થયો તે પહેલા થોડી વાર પહેલા જ કાબુલ એરપોર્ટ પહોંચ્યા હતા. મેટિસ ભારતમાં પોતાની યાત્રા પુરીને અફગાનિસ્તાન પહોંચ્યા હતા.

૩. ભારતના લિટલ માસ્ટરના નામે અમેરિકામાં સ્ટેડિયમ, પોતે જ કાપશે રિબન

ભારતના પીઢ પૂર્વ ક્રિકેટર અને લિટલ માસ્ટના નામે જાણીતા માસ્ટર બ્લાસ્ટરના નામે ક્રિકેટ સ્ટેડિયમ હશે. વળી આ સ્ટેડિયમનું તેઓ પોતે ઉદઘાટન કરશે. અત્યાર સુધી મુંબઈનું માત્ર વાનખેડે સ્ટેડિયમ છે. તેમાંય વળી એક સ્ટેન્ડનું નામ આ લિટલ માસ્ટર સાથે જોડાયેલું છે.
વિશ્વમાં માત્ર ત્રણ જ સ્ટેડિયમ ક્રિકેટરોના નામ ધરાવે છે. આ ત્રણેય સ્ટેડિયમ વેસ્ટ ઈન્ડિઝમાં છે. નોર્ખ સાઉન્ડ એટિંગામાં વિવ રિચર્ડ સ્ટેડિયમ, તારુબા ત્રિનિદાદમાં બ્રાયન લારા સ્ટેડિયમ અને સેંટ લુસિયામાં ડેરેન સેમી સ્ટેડિયમ અસ્તિત્વ ધરાવે છે. વેસ્ટ ઈન્ડિઝના આ બધા જ સ્ટેડિયમના નામ સ્થાનિક ક્રિકેટરો સાથે જોડી દેવાયા છે. જ્યારે ભારતીય લિટલ માસ્ટરના નામે સાથેનું સ્ટેડિયમ લુઈસવિલ, કેન્ટકીમાં છે.
આ અંગે લિટલ માસ્ટરે જણાવ્યું હતું કે તમારા નામ સાથે જ્યાં ક્રિકેટ મુખ્ય રમત નથી, ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ હોય તે સન્માનની વાત છે. સ્પોર્ટસ માર્કેટિંગ કંપની પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ સાથે જોડાયેલા જય બોકેએ આ વિચાર તરતો મુક્યો હતો. આ લિટલ માસ્ટરનું નામ ભારતના નામાંકિત પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર છે.


રમત ગમત:-

૧. ગુજરાત રણજી ટ્રાેફી ચેિમ્પયન ટીમનું જીસીએ દ્વારા ઉપપ્રમુખ પરિમલભાઇ નથવાણીની અધ્યક્ષતામાં ભવ્ય સન્માન

ગુજરાત qક્રકેટ એસોસીએશનની રણજી ટીમ પાિથર્વ પટેલના નેતૃત્વ હેઠળ 8ર વર્ષ પછી ફાઇનલમાં પહાેંચીને 41 વખત ચેિમ્પયન એવી મુંબઇની ધરખમ ટીમને હરાવી ચેિમ્પ્યન બની. આ ટીમને બિરદાવવા માટે આજે જીસીએ દ્વારા પ્રમુખ અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભમાં ઉપપ્રમુખ પરિમલ નથવાણી સહિત જીસીએ હોદ્દેદારો અને એક્ઝીક્યુટીવ કમિટીના સભ્યોએ વિજેતા ટીમને સન્માનિત કરી હતી. 1950-51 માં ગુજરાત રણજી ટીમ ફાઇનલમાં પહાેંચી હતી પણ જીતથી વંચિત રહી હતી, પરંતુ વર્ષ 2016-17 ની રણજી ટ્રાેફી વિજેતા બનેલી આ ટીમને આજે સન્માનિત કરવામાં આવી હતી. વિજેતા ટીમને બીસીસીઆઇના રૂા. ર કરોડના પ્રાઇઝ મની ઉપરાંત જીસીએ તરફથી રૂા. 3 કરોડનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભમાં ગુજરાત રણજી ટ્રાેફી વિજેતા ટીમના સ્ટાફ ખેલાડીઆે પાિથર્વ પટેલ અને આર.પી. સિંઘે સહિત મોટાભાગના ખેલાડીઆે હાજર રહ્યા હતા. અનિવાર્ય કારણોસર જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, પ્રિયાંક પંચાલ, સમિત ગોહિલ હાજર રહી શક્યા ન હતા. સમારંભમાં જયભાઇ શાહ ઉપિસ્થત રહી શક્યાં ન હતા, પરંતુ અન્ય હોદ્દેદારો ટ્રેઝરર ભરતભાઇ ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી ભરતભાઇ દૂધિયા તથા મેહુલભાઇ પટેલ તેમજ જીસીએના પૂર્વ પ્રમુખ અને ગુજરાત રાજ્યના આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરીભાઇ અમીન પણ સન્માન સમારંભમાં હાજર રહ્યા હતા અને ખેલાડીઆેનો ઉત્સાહ વધાર્યા હતા. સન્માન સમારંભ પહેલા જીસીએની એક્ઝીક્યુટીવ કમિટીની બેઠક પરિમલભાઇ નથવાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મોટેરા ખાતે નિમાર્ણ આધીન દુનિયાના વિશાળ સ્ટેડિયમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.



        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. મહેસાણામાં આજે ઉપરાષ્ટ્રપતિ 1243 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

મહેસાણા જિલ્લાની મુલાકાતે આવી રહેલા ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુનાં હસ્તે બુધવારે સિંચાઇ અને તળાવો ભરવાની 1243 કરોડની મહત્વાકાંક્ષી યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મ્યુનિસિપલ મેદાન ખાતે થશે.
સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લામાં સિંચાઇ અને તળાવો ભરવા માટેની પાઇપ લાઇન યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ સમારોહ યોજાશે. જેમાં જળસંપત્તિ વિભાગ આયોજીત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, રાજ્યપાલ ઓ.પી.કોહલી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, રાજ્ય જળસંપત્તિ મંત્રી નાનુ વાનાણી, સંસદિય સચિવ ભરત ડાભી, સાંસદ જયશ્રીબેન પટેલ, ધારાસભ્યો રજની પટેલ, ઋષિકેશ પટેલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહેશે.

અન્ય

૧. ફોર્ચુન-૫૦ની પાવરફૂલ બિઝનેસ વુમનની યાદીમાં ચંદા કોચર-શિખા શર્મા

ન્યૂયોર્ક: ફોર્ચુન-૫૦ની વિશ્વની અગ્રણી પાવરફૂલ બિઝનેસ વુમનની યાદીમાં આઇસીઆઇસીઆઇ બેન્કની સીઇઓ ચંદા કોચર અને એક્સિસ બેન્કની સીઇઓ શિખા શર્માનો સમાવેશ કર્યો છે, જ્યારે ભારતીય મૂળની ઇન્દિરા નૂઇ અમેરિકી એડિશનમાં બીજા ક્રમે આવી છે, જ્યારે ચંદા કોચર પાંચમા અને શિખા શર્માને પાવરફૂલ બિઝનેસ વુમનની યાદીમાં ૨૧મું સ્થાન મળ્યું છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point